Israel Hamas War: ઈઝરાયેલ પર હમાસના હુમલાનું દિલ્હી કનેક્શન, આ વિગતો જાણીને તમે હચમચી જશો

Isarel Hamas Conflict Latest News: ઈઝરાયેલ પર હુમલો કરીને પેલેસ્ટાઈનના આતંકી સમૂહ હમાસે લગભગ 1000થી વધુ લોકોની હત્યા કરી. ત્યારબાદ ઈઝરાયેલે ભયંકર યુદ્ધ છેડ્યું છે. જેમાં ઈઝરાયેલી વિમાનોએ હમાસના કબજાવાળા ગાઝાપટ્ટી વિસ્તારને ખંડરવાળા કબ્રસ્તાનમાં ફેરવી દીધુ છે. હમાસના આ ભયાનક હુમલાની લિંક દિલ્હી ક્રિપ્ટોકરન્સી કેસ સાથે પણ જોડાઈ રહી છે.

Israel Hamas War: ઈઝરાયેલ પર હમાસના હુમલાનું દિલ્હી કનેક્શન, આ વિગતો જાણીને તમે હચમચી જશો

Isarel Hamas Conflict Latest News: ઈઝરાયેલ પર હુમલો કરીને પેલેસ્ટાઈનના આતંકી સમૂહ હમાસે લગભગ 1000થી વધુ લોકોની હત્યા કરી. ત્યારબાદ ઈઝરાયેલે ભયંકર યુદ્ધ છેડ્યું છે. જેમાં ઈઝરાયેલી વિમાનોએ હમાસના કબજાવાળા ગાઝાપટ્ટી વિસ્તારને ખંડરવાળા કબ્રસ્તાનમાં ફેરવી દીધુ છે. હમાસના આ ભયાનક હુમલાની લિંક દિલ્હી ક્રિપ્ટોકરન્સી કેસ સાથે પણ જોડાઈ રહી છે. દિલ્હી પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2022માં દિલ્હીના એક બિઝનેસમેનના વોલેટથી ચોરી થયેલા લગભગ 30 લાખ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી પેલેસ્ટાઈનના આતંકી સમૂહ હમાસના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાઈ હતી. આ કેસ ઈઝરાયેલ-હમાસ વચ્ચે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જે પુરાવા પોલીસને હાથ લાગ્યા છે તેનાથી માનવામાં આવી રહ્યું છે કે આ પૈસાનો ઉપયોગ હમાસે ઈઝરાયેલ પર વરસાવેલા રોકેટ ખરીદવામાં કર્યો હશે. 

હમાસને ભારતથી સતત મોકલાઈ રહ્યું હતું કાળું નાણું?
દિલ્હી પોલીસને વર્ષ 2022માં થયેલી ક્રિપ્ટોકરન્સીકેસને ક્રેક કરવા દરમિયાન કેટલાક ખાસ પુરાવા મળ્યા હતા. આ પુરાવામાં દિલ્હીથી ગાઝા સ્થિત આતંકી સમૂહ હમાસ વચ્ચે એક મની ટ્રેલ મળી છે. આ મની ટ્રેલથી એ સાબિત થઈ રહ્યું છે કે ભારતથી આ આતંકી સમૂહને સતત બ્લેક મની દ્વારા ફંડિગ થઈ રહ્યું હતું. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે આ કેસ એકવાર ફરીથી ચર્ચામાં આવ્યો છે. આ વાત એ કારણસર પણ ચર્ચામાં છે કારણ કે ઈઝરાયેલી ઓથોરિટીઝે પણ એ વાતનો ખુલાસો કર્યો છે કે હમાસ ફંડિંગ માટે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરે છે જેથી કરીને તેને મળનારા પૈસા સરળતાથી ટેરર ફંડિંગની નિગરાણી કરનારાઓની પકડમાં આવી ન શકે. ઈઝરાયેલી અધિકારીઓએ જણાવ્યું કે હમાસે ક્રિપ્ટોકરન્સી દ્વારા પૈસા ભેગા કરવાનું ફંડરેઝિંગ કેમ્પેઈન શરૂ કર્યું છે. 

દિલ્હી પોલીસની તપાસમાં શું આવ્યું હતું સામે?
દિલ્હીમાં એક બિઝનેસમેનના વોલેટથી વર્ષ 2022માં લગભગ 30 લાખ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી ચોરી થઈ હતી. પોલીસને મળેલી ફરિયાદ મુજબ આ ચોરી કરનારાઓએ વોલેટમાં હાજર લગભગ 30 લાખ રૂપિયાની કિંમતના બિટોકોઈન્સ, ઈથેરિયમ અને બિટકોઈન્સ કેશ બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી. આ મામલે કોર્ટના આદેશ પર દિલ્હી પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. આ મામલાની તપાસ દિલ્હી પોલીસની સાઈબર ક્રાઈમ યુનિટના સ્પેશિયલ સેલને સોંપવામાં આવી હતી. એક પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ તપાસ દરમિયાન સામે આવ્યું કે બિઝનેસમેનના વોલેટથી ચોરી થયેલા ક્રિપ્ટો સાઈફનિંગ (અનેક અલગ અલગ એકાઉન્ટમાં ફેરવીને છૂપાવવાની પ્રક્રિયા) દ્વારા હમાસના આતંકીઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા. 

અલ કાસિમ બ્રિગેડના એકાઉન્ટમાં પહોંચ્યા પૈસા
દિલ્હી પોલીસના અધિકારીઓના જણાવ્યાં મુજબ તપાસમાં સામે આવ્યું કે ક્રિપ્ટોકરન્સીના રૂપમાં ચોરાયેલા પૈસાની મની ટ્રેલ અલ કાસિમ બ્રિગેડ્સના ક્રિપ્ટો વોલેટમાં ખતમ થઈ છે. અલ કાસિમ બ્રિગેડ્સ હમાસની મિલેટરી વિંગ છે. જેણે ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. ક્રિપ્ટોકરન્સીનો મહત્વનો ભાગ ઈજિપ્તમાં અહમદ મારઝૂક અને પેલેસ્ટાઈનના અહેમદ ક્યૂએચ સૈફીના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયો છે. આ વોલેટઈજિપ્તના ગીઝા શહેરથી ઓપરેટ કરાય છે. મોહમ્મદ નાસિર ઈબ્રાહિમ અબ્દુલ્લાના વોલેટ્સમાં પણ ક્રિપ્ટો જમા કરાવવામાં આવતા હતા. પરંતુ આ એકાઉન્ટ ઈઝરાયેલે ટેરર ફાઈનાન્સ ક્રેકડાઉન દરમિયાન જપ્ત કરી દીધુ હતું. હમાસ સાથે જોડાયેલા આ આતંકીઓના વોલેટમાં પહોંચતા પહેલા પૈસા અનેક અન્ય ખાનગી વોલેટ્સમાં ફેરવવામાં આવ્યા હતા. જેથી કરીને તેના ટેરર ફંડિગ હોવાની વાતને છૂપાવી શકાય. 

ઈઝરાયેલના રક્ષા મંત્રાલયે શું જાણકારી આપી
દિલ્હી પોલીસના રિપોર્ટ પહેલા ઈઝરાયેલના રક્ષા મંત્રાલયે પણ હમાસના ટેરર ફંડિંગનો ખુલાસો કર્યો હતો. ઈઝરાયેલના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે હમાસે સોશિયલ નેટવર્ક્સ પર એક ફંડરેઝિંગ કેમ્પેઈન ચલાવ્યું હતું. કેમ્પેઈનમાં હમાસે લોકોને પોતાના ખાતામાં ક્રિપ્ટોકરન્સી દ્વારા પૈસા જમા કરવાની અપીલ કરી હતી. ઈઝરાયેલી અધિકારીઓએ એ પણ જણાવ્યું કે તેમણે એવા અનેક ક્રિપ્ટોકરન્સી એકાઉન્ટ્સ હમાસની અપીલ બાદ ક્રિપ્ટો એક્સચેન્જોની મદદથી બંધ કરાવ્યા છે. આમ છતાં હમાસે જે રીતે મોટા પાયે હુમલો કર્યો તેનાથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ઘણા પૈસા તે ફંડરેઝિંગ દ્વારા ભેગા કરવામાં સફળ થયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news