ગંગાની સફાઇ માટે PM મોદીની 1900 ગીફ્ટ્સની નિલામી, સૌથી સસ્તી બોલી 100 રૂપિયા

પીતળ, ચાઇનીઝ માટી, કપડા, કાચ, સોના, ધાતુની સામગ્રીઓ વગેરેનાં આધારે ઉપહારોની શ્રેણી બનાવવામાં આવી છે

ગંગાની સફાઇ માટે PM મોદીની 1900 ગીફ્ટ્સની નિલામી, સૌથી સસ્તી બોલી 100 રૂપિયા

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રમોદીને ભેટ કરવામાં આવેલા સ્મૃતિ ચિન્હોને નીલામ કરવાની પ્રક્રિયા રવિવારે ચાલુ થઇ. રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય (એનજીએમએ), દિલ્હીમાં આયોજીત નિલામીમાંથી એકત્ર કરવામાં આવેલી રકમનો ઉપયોગ સરકારની મહત્વપુર્ણ નમામિ ગંગે યોજનામાં થશે. ઉપહારોની ઇ-નિલામી માટે એક ખાસ વેબસાઇટ ચાલુ કરવામાં આવી છે. જેમાં ભેટ અંગેની પણ માહિતી છે. સ્મૃતિ ચિન્હની કિંમત 100 રૂપિયાથી માંડીને 30 હજાર રૂપિયાની વચ્ચે છે. 

કિંમતના આધારે ગીફ્ટ્સ અંગે વેબસાઇટ પર સર્ચ કરવામાં આવી શકે છે. પીતળ, ચાઇનીઝ માટી, કપડા, કાચ, સોના, ધાતુની સામગ્રી વગેરેના આધાર પર ઉપહારોની શ્રેણી બનાવવામાં આવી છે. દરેક સામગ્રીનો આકાર, ભાર અંગેની માહિતી પણ છે. વડાપ્રધાનને કોણે તે ગીફ્ટ આફી, તે અંગે પણ જણાવવામાં આવ્યું છે. નીલામીમાં રાધા-કૃષ્ણની પણ એક મુર્તિ છે, જેના પર સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. તેની આધાર કિંમત 20 હજાર રૂપિયા રાખવામાં આવી છે. 

સુરતમાં માંડવી નગરપાલિકાએ 4.76 % કિલોગ્રામની આ મુર્તિ વડાપ્રધાનને ભેટ કરી હતી. આ યાદીમાં માંડવી નગરપાલિકાએ 4.76 કિલોગ્રામની આ મૂર્તિ વડાપ્રધાનને ભેટ આપી હતી. યાદીમાં સૌથી મોંઘા સ્મૃતિ ચિન્હમાં 2.22 કિલોગ્રામનો એક સિલ્વર પ્લેટ પણ છે, જેની કિંમત 30 હજાર રૂપિયા છે. ભાજપના પૂર્વ સાંસદ સી.નરસિમ્હાએ વડાપ્રધાનને આ ઉપહાર આપ્યો હતો. સંસ્કૃતી મંત્રી મહેશ શર્માએ પૂર્વમાં કહ્યું હતું કે, દેશ અને વિદેશમાં વડાપ્રધાનને મળેલા 1900 ઉપહારોને નિલામીમાં રખાશે. 

બચેલી વસ્તુઓને 29 અને 30 જાન્યુઆરીએ ઇનિલામી થશે.
વડાપ્રદાન નરેન્દ્ર મોદી જ્યારે ક્યારે દેશનાં અલગ અલગ હિસ્સાઓ અથવા વિદેશની મુલાકાત કરે છે તો તેને બહુમૂલ્ય ઉપહાર મળે છે. વડાપ્રધાન મોદીને મળેલા ઉપહારોને નીલામીની તૈયારી કરવામાં આવી રહી છે અને તેમાં મળેલા પૈસાને વડાપ્રધાનની જેમ જ ગંગા સફાઇ અભિયાન માટે ભેટ કરવામાં આવશે. જે વસ્તુઓની નિલામી કરવામાં આવશે તેમાં અલગ અલગ દેશોથી મળેલા પેઇન્ટિંગ, મૂર્તિઓ, શાલ, પાઘડી, જેકેટ અને પારંપારિક વાદ્ય યંત્રનો સમાવેશ થાય છે. નિવેદનનાં અનુસાર નવી દિલ્હી ખાતે નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં 27 અને 28 જાન્યુઆરીની બપોરે 12 વાગ્યે આ વસ્તુઓની ભૌતિક નિલામી થઇ રહી છે. 

ત્યાર બાદ બચેલી વસ્તુઓની 29 અને 30 જાન્યુઆરીએ ઇનિલામી થશે. આ વસ્તુઓની સંસ્કૃતી મંત્રાલય હેઠળ આવતા નેશનલ ગેલેરી ઓફ મોર્ડર્ન આર્ટમાં પ્રદર્શન માટે હાલ રાખવામાં આવ્યું છે. ગત્ત દિવસોમાં સમાચાર આવ્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની વિદેશ યાત્રા દરમિયાન 12.57 લાખ લાખ રૂપિયાના મૂલ્યનાં ઉપહાર મળ્યા છે. તેમાં ફાઉન્ટેન પેન, ટી સેટ, ચાઇનીઝ માટીના વાસણ, મંદિર અને વિષ્ણુ, લક્ષ્મી અને ભગવાન ગણેશની પ્રતિમા, પેઇન્ટિંગ, કાલીન અને પુસ્તકો વગેરેનો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news