જમ્મૂ-કાશ્મીરઃ પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તી પર પીએસએ લાગ્યો

નેશનલ કોન્ફરન્સ (એનસી)ના નેતા ઉમર અબ્દુલ્લા તથા પીડીપીના મહબૂબા મુફ્તીની વાધરાની રૂપે કસ્ટડીમાં લેવાનો સમયગાળો ગુરૂવારે સમાપ્ત થઈ રહ્યો છે. આ બધા નેતાને પાછલા વર્ષે પાંચ ઓગસ્ટ બાદથી સાવધાનીના ભાગ રૂપે નજરબંધ કરવામાં આવ્યા હતા.
 

જમ્મૂ-કાશ્મીરઃ પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તી પર પીએસએ લાગ્યો

શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લા તથા મહબૂબા મુફ્તી પર ગુરૂવારે જન સુરક્ષા અધિનિયમ (પીએસ) લગાવવામાં આવ્યો છે. બંન્ને નેતા પાછલા વર્ષે ઓગસ્ટ મહિનાથી નજરબંધ હતા, આ સાથે ત્રણ અન્ય નેતાઓ પર પણ પીએસએ લગાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે ઉમરના પિતા તથા નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂખ અબ્દુલ્લા પહેલાથી જ પીએસએ હેઠળ બંધ છે. 

નેશનલ કોન્ફરન્સ (એનસી)ના નેતા ઉમર અબ્દુલ્લા તથા પીડીપીના મહબૂબા મુફ્તીની વાધરાની રૂપે કસ્ટડીમાં લેવાનો સમયગાળો ગુરૂવારે સમાપ્ત થઈ રહ્યો છે. આ બધા નેતાને પાછલા વર્ષે પાંચ ઓગસ્ટ બાદથી સાવધાનીના ભાગ રૂપે નજરબંધ કરવામાં આવ્યા હતા. હવે તેમના પર જન સુરક્ષા અધિનિયમ (પીએસએ) લગાવી દેવામાં આવ્યો છે. 

ત્રણ અન્ય નેતાઓ પર પણ લાગ્યો પીએસએ
આ સિવાય જે ત્રણ અન્ય નેતાઓ પર પીએસએ લગાવવામાં આવ્યો છે, તેમાં નેશનલ કોન્ફરન્સ (એનસી)ના સીનિયર નેતા અને પૂર્વ મંત્રી અલી મોહમ્મદ સાગર, એનસીના જ પૂર્વ ધારાસભ્ય બશીર અહમદ વીરી તથા સરતાજ મદની સામેલ છે. ઉલ્લેખનીય છે કે ઉમરના પિતા તથા જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન રહી ચુકેલા ફારૂખ અબ્દુલ્લા પહેલા જ પીએસએ હેઠળ બંઝ છે. તેમના પર 17 સપ્ટેમ્બરે પીએસએ લગાવી દેવામાં આવ્યો હતો. 

શું છે જન સુરક્ષા અધિનિયમ?
જન સુરક્ષા અધિનિયમ (પીએસએ) તે લોકો પર લગાવી શકાય છે, જેને સુરક્ષા અને શાંતિ માટે ખતરો માનવામાં આવતા હોય. 1978માં શેખ અબ્દુલ્લાએ આ કાયદાને લાગૂ કર્યો હતો. 2010માં તેમાં સંશોધન કરવામાં આવ્યું, જે મુજબ ટ્રાયલ વગર ઓછામાં ઓછા 6 મહિના સુધી જેલમાં રાખી શકાય છે. રાજ્ય સરકાર જો ઈચ્છે તો તેનો સમયગાળો વધારીને બે વર્ષ સુધી પણ કરી શકે છે. 

પીએસએ હેઠળ બે જોગવાઈ છે- 'લોક વ્યવસ્થા' અને 'રાજ્યની સુરક્ષાને ખતરો.' પ્રથમ જોગવાઈ પ્રમાણે કોઈપણ વ્યક્તિને કેસ વગર છ મહિના સુધી અને બીજી જોગવાઈ પ્રમાણે કોઈ વ્યક્તિને કેસ વગર બે વર્ષ સુધી કસ્ટડીમાં રાખી શકાય છે. પીએસએ માત્ર જમ્મૂ-કાશ્મીરમાં લાગૂ છે, જ્યારે દેશના અન્ય ભાગમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (એનએસએ) છે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news