JK: અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

શુક્રવાર સવારથી જ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. સુરક્ષાદળોએ 3 આતંકીઓને અથડામણ દરમિયાન ઘેરી લીધા છે. 

JK: અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

શ્રીનગર: શુક્રવાર સવારથી જ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. સુરક્ષાદળોએ 3 આતંકીઓને અથડામણ દરમિયાન ઘેરી લીધા છે. સુરક્ષાદળોને મોડી રાતે અનંતનાગના કોકેરનાગ વિસ્તારમાં આતંકીઓ હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ સેના, પોલીસ, અને સીઆરપીએફના જવાનોએ મળીને જોઈન્ટ સર્ચ અભિયાન ચલાવ્યું અને આતંકીઓને ઘેરવામાં સફળ રહ્યાં. છેલ્લે મળતી માહિતી મુજબ એક આતંકીને ઠાર કરાયો છે. 

આતંકીઓએ સેનાના જવાનો પર ફાયરિંગ કર્યું
મોડી રાતે આતંકીઓને જેવું માલુમ પડ્યું કે સેનાએ તેમને ઘેરી લીધા છે તો તેમણે પોતાને બચાવવા માટે સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ. જવાબી કાર્યવાહીમાં સેનાના જવાનોએ પણ ફાયરિંગ શરૂ કર્યું.

— ANI (@ANI) August 24, 2018

ઈન્ટરનેટ સેવા પ્રભાવિત
અનંતનાગમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે થઈ રહેલા ફાયરિંગના કારણે ઈન્ટરનેટ સેવા પણ પ્રભાવિત થઈ છે. પ્રશાસને સુરક્ષા કારણોસર વિસ્તારમાં ઈન્ટરનેટ પર રોક લગાવી છે. 

બારામૂલ્લામાં વન અધિકારીની ગોળી મારીને હત્યા કરી
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં ગુરુવારે મોડી રાતે લશ્કર એ તૈયબાના શંકાસ્પદ આતંકીઓએ વન વિભાગના એક અધિકારીની ગોળી મારીને હત્યા કરી નાખી. પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું કે સાંજે આતંકીઓ ટન્ગમર્ગના જંડપાલ વિસ્તારમાં સ્થિત તારીક અહેમદ મલિકના ઘરમાં ઘૂસી આવ્યાં અને તેને ગોળી મારી. તેમણે જણાવ્યું કે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા અને ત્યારબાદ તેમનું મોત થયું. પ્રવક્તાએ જણાવ્યું કે પોલીસે આ અંગે કેસ દાખલ કર્યો છે. પ્રાથમિક તપાસમાં લશ્કર એ તૈયબાના આતંકીએ યુસુફ ડાર ઉર્ફે કંટરુની સંડોવણી સામે આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news