JK: પાકિસ્તાનના ફાયરિંગમાં BSFનો એક જવાન શહીદ, એક જવાન 3 નાગરિકો સહિત 4 ઘાયલ
ભારત દ્વારા આટ આટલીવાર જડબાતોડ જવાબ આપવા છતાં લાગે છે કે પાકિસ્તાન સુધરતું નથી. તેની નાપાક હરકતો સતત ચાલુ છે.
- PAKએ કર્યો શસ્ત્રવિરામનો ભંગ
- બુધવાર રાતથી આરએસ પુરા સેક્ટરમાં ફાયરિંગ
- ફાયરિંગમાં બીએસએફનો એક જવાન શહીદ
Trending Photos
જમ્મુ: ભારત દ્વારા આટ આટલીવાર જડબાતોડ જવાબ આપવા છતાં લાગે છે કે પાકિસ્તાન સુધરતું નથી. તેની નાપાક હરકતો સતત ચાલુ છે. બુધવારે પાકિસ્તાની સેનાએ સીઝફાયરનો ભંગ કરીને ભારતીય સરહદે ફાયરિંગ કર્યું. આર એસપુરા સેક્ટરમાં કરવામાં આવેલા આ ફાયરિંગમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે બીએસએફનો એક જવાન શહીદ થયો. જ્યારે એક જવાન અને ત્રણ નાગરિકો ઘાયલ થયા છે. ભારતીય જવાનો પણ આ ફાયરિંગનો બરાબર જવાબ આપી રહ્યાં છે. ગુરુવાર સવાર સુધી આ ફાયરિંગ ચાલુ હતું.
બુધવાર રાતથી ફાયરિંગ
બીએસએફના એક અધિકારીના જણાવ્યાં મુજબ પાકિસ્તાને આરએસ પુરા સેક્ટરમાં બુધવાર રાતથી લગભગ 11 વાગ્યાથી ફાયરિંગ શરૂ કર્યું. ભારત તરફથી પણ પાકિસ્તાનની ચોકીઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે આ ફાયરિંગમાં બીએસએફના એક જવાનનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. નિયંત્રણ રેખા પાસેના ગામડાઓને પણ પાકિસ્તાને નિશાન બનાવ્યાં. જેમાં ત્રણ નાગરિકો પણ ઘાયલ થયા છે. તમામ ઘાયલોની સેનાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હવે તેમની હાલત જોખમ બહાર છે.
Jammu & Kashmir: One BSF Jawan lost his life, one jawan and three civilians were injured in ceasefire violation by Pakistan in R S Pura sector last night (Earlier visuals) pic.twitter.com/agqqQTNJe6
— ANI (@ANI) January 18, 2018
ભારતે માર્યા હતાં પાકિસ્તાની સૈનિકો
15 જાન્યુઆરીના રોજ ભારતીય સેના દિવસની ઉજવણી થાય છે. આ દિવસે પાકિસ્તાનની નાપાક હરકતનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો. શસ્ત્રવિરામનો ભંગ કરતા પાકિસ્તાનના 7 સૈનિકોને ભારતે ઠાર કર્યા હતાં. ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વગર કરાયેલા ફાયરિંગ બાદ આ કાર્યવાહી કરી હતી. જમ્મુ અને કાશ્મીરમાં એલઓસી નજીક આવેલા પીઓકેના કોટલી સેક્ટરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના ફાયરિંગનો જવાબ આપ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે