Terrorist Attack in Shopian: જમ્મુ-કાશ્મીરમાં ફરીથી ટાર્ગેટ કિલિંગ, આતંકીઓએ કાશ્મીરી પંડિતને મોતને ઘાટ ઉતાર્યા

જમ્મુ અને કાશ્મીરમાં ફરીથી ટાર્ગેટ કિલિંગનું ભૂત ધણધણી ઉઠ્યું છે અને કાશ્મીરી પંડિત પર આતંકીઓએ હુમલો કરીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા. આ વર્ષમાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે. પોતાના બાગ તરફ જઈ રહેલા નાગરિક પર આતંકીઓએ ફાયરિંગ કર્યું. વધુ વિગતો માટે વાંચો અહેવાલ....

Terrorist Attack in Shopian: જમ્મુ-કાશ્મીરમાં ફરીથી ટાર્ગેટ કિલિંગ, આતંકીઓએ કાશ્મીરી પંડિતને મોતને ઘાટ ઉતાર્યા

Terrorist Attack in Shopian: જમ્મુ કાશ્મીરના શોપિયામાં શનિવારે ચૌધરી ગુંડમાં આતંકવાદીઓએ એક નાગરિકને ગોળી મારી દીધી. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં ખસેડાયો જ્યાં તેણે સારવાર દરમિયાન દમ તોડ્યો. પોલીસ આ મામલે તપાસમાં લાગી છે. માહિતી મેળવવામાં આવી રહી છે કે આતંકીઓએ કોઈ અન્ય વ્યક્તિ ઉપર પણ હુમલો તો નથી કર્યો ને. એવું કહેવાય છે કે બાગ તરફ જઈ રહેલા એક નાગરિક (લઘુમતી) પૂરન કૃષ્ણ ભટ પર આતંકવાદીઓએ અચાનક ગોળી મારી દીધી. જમ્મુ અને કાશ્મીર પોલીસનું કહેવું છે કે વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. 

બાગમાં જવા દરમિયાન થયો હુમલો
રિપોર્ટ મુજબ પૂરન ભટ આ વિસ્તારના રહીશ છે. શનિવારે જ્યારે તેઓ બાગ તરફ જઈ રહ્યા હતા, ત્યારે ઘાત લગાવીને બેઠલા આતંકવાદીઓએ તેમના પર તાબડતોબ ફાયરિંગ કર્યું. ગોળી વાગવાથી તેઓગંભીર રીતે ઘાયલ થયા. પરિવાળા તેમને તરત જિલ્લા હોસ્પિટલ લઈ ગયા પરંતુ ડોક્ટર તેમને બચાવી શક્યા નહીં અને થોડીવાર બાદ તેમને મૃત જાહેર કરાયા. એવું કહેવાઈ રહ્યું છે કે આ ઘટના પોલીસ ગાર્ડની હાજરીમાં જ ઘટી. અધિકારીઓએ જણાવ્યું કે હુમલાખોરોને પકડવા માટે વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

સતત નિશાના પર કાશ્મીરી પંડિત
અત્રે જણાવવાનું કે કાશ્મીરમાં સતત કાશ્મીરી પંડિતો અને પ્રવાસી મજૂરોને નિશાન બનાવવામાંમ આવી રહ્યા છે. 16 ઓગસ્ટના રોજ શોપિયામાં એક અન્ય કાશ્મીરી પંડિત સુનિલકુમાર ભટની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી નાખી. જ્યારે આ હુમલામાં તેમના ભાઈ પિંટુ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનામાં પણ બંને ભાઈઓ શોપિયાના છોટેપોરા વિસ્તારમાં પોતાના સફરજનના બગીચામાં કામ કરી રહ્યા હતા. અચાનક  ત્યારે જ આતંકીઓએ હુમલો કર્યો. આ ઘટના અગાઉ પણ આ વર્ષમાં આવી અનેક ઘટનાઓ ઘટી જેમાં પ્રવાસી મજૂરોને પણ આતંકીઓએ પોતાનો શિકાર બનાવ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news