હરિયાણામાં ભાજપને દુષ્યંત ચૌટાલાની JJPનો સાથ મળતા કોંગ્રેસ ભડકી, કહ્યું- 'આખરે પોલ ખુલી ગઈ'

હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને જનનાયક જનતા પાર્ટી(JJP)નું સમર્થન મળ્યું છે. જેજેપીએ સમર્થન આપ્યા બાદ હવે હરિયાણામાં ભાજપની સરકાર બનવાનું નક્કી થઈ ગયું છે. જો કે આ ગઠબંધનથી કોંગ્રેસ ભડકી છે. દિલ્હીમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ગઠબંધન સરકારની જાહેરાત બાદ હવે સ્પષ્ટ થઈ ગયું કે રાજ્યમાં કોંગ્રેસને સારી બેઠકો મળવા છતાં સરકાર બનવાની કોઈ શક્યતા નથી. જેજેપી નેતા દુષ્યંત ચૌટાલાની દરેક શરત માનવા તૈયાર રહેલી કોંગ્રેસે તાજા ઘટનાક્રમ બાદ હવે જેજેપી પર ભડાશ કાઢી છે અને તેને ભાજપની બી ટીમ ગણાવી દીધી છે. 
હરિયાણામાં ભાજપને દુષ્યંત ચૌટાલાની JJPનો સાથ મળતા કોંગ્રેસ ભડકી, કહ્યું- 'આખરે પોલ ખુલી ગઈ'

નવી દિલ્હી: હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને જનનાયક જનતા પાર્ટી(JJP)નું સમર્થન મળ્યું છે. જેજેપીએ સમર્થન આપ્યા બાદ હવે હરિયાણામાં ભાજપની સરકાર બનવાનું નક્કી થઈ ગયું છે. જો કે આ ગઠબંધનથી કોંગ્રેસ ભડકી છે. દિલ્હીમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ગઠબંધન સરકારની જાહેરાત બાદ હવે સ્પષ્ટ થઈ ગયું કે રાજ્યમાં કોંગ્રેસને સારી બેઠકો મળવા છતાં સરકાર બનવાની કોઈ શક્યતા નથી. જેજેપી નેતા દુષ્યંત ચૌટાલાની દરેક શરત માનવા તૈયાર રહેલી કોંગ્રેસે તાજા ઘટનાક્રમ બાદ હવે જેજેપી પર ભડાશ કાઢી છે અને તેને ભાજપની બી ટીમ ગણાવી દીધી છે. 

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે 'ઢોલ કી પોલ' ખુલી ગઈ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે આખરે ઢોલની પોલ ખુલી જ ગઈ. જેજેપી-લોકદળ ભાજપની બી ટીમ હતાં અને હંમશા રહેશે. જ્યારે ભાજપને સમાજના ભાગલા પાડીને સત્તા મેળવવી હોય તો ક્યારેક રાજકુમાર સૈની અને ક્યારેક જેજેપી-લોકદળ કઠપૂતળી બનીને ઊભા રહી જશે. જનતા હવે તો અસલિયત જાણી છે અને ઓળખી ગઈ છે. 

Image may contain: text

તેમણે કહ્યું કે પ્રદેશની જનતાએ મનોહરલાલ ખટ્ટરની સરકારને મેન્ડેટ આપ્યું નથી. જેજેપી પણ ભાજપ સાથે ગઠબંધન નહીં કરવાના પોતાના વચનથી ફરી ગઈ છે. સચ્ચાઈ એ છે કે ખટ્ટર સરકારને પ્રદેશની જનતાએ મેન્ડેટ નથી આપ્યું અને જેજેપી પણ ભાજપ વિરુદ્ધ સમર્થન માંગી માંગીને 10 સીટો મેળવી ગઈ છે. 

જુઓ LIVE TV

નોંધનીય છે કે ભાજપ અને જેજેપીએ મળીને હરિયાણામાં સરકાર બનાવવાની જાહેરાત કરી છે. આ સરકારમાં ભાજપના સીએમ અને ઉપમુખ્યમંત્રી જેજેપીના રહેશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે તેની જાહેરાત કરતા કહ્યું કે અનેક અપક્ષ ધારાસભ્યોનું પણ સમર્થન મળેલુ છે. શાહે જેજેપી પ્રમુખ દુષ્યંત ચૌટાલાની હાજરીમાં કહ્યું કે શનિવારે  ભાજપ વિધાયક દળના નેતાની પસંદગી બાદ સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news