ચૂંટણી પરિણામોથી કોંગ્રેસ ગેલમાં, રાહુલ ગાંધીને રિલોન્ચ કરવાની તૈયારી, દિગ્ગજ નેતાએ આપ્યા સંકેત
એવું લાગે છે કે કોંગ્રેસ (Congress) રાહુલ ગાંધી (Rahul Gandhi)ને ફરીથી લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ વાત એટલા માટે ચર્ચામાં છે કારણ કે પાર્ટીના વરિષ્ઠ નેતા એ કે એન્ટોનીએ આવા જ કઈક સંકેત આપ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: એવું લાગે છે કે કોંગ્રેસ (Congress) રાહુલ ગાંધી (Rahul Gandhi)ને ફરીથી લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ વાત એટલા માટે ચર્ચામાં છે કારણ કે પાર્ટીના વરિષ્ઠ નેતા એ કે એન્ટોનીએ આવા જ કઈક સંકેત આપ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા એ કે એન્ટોનીએ કહ્યું કે સોનિયા ગાંધી સુપ્રીમ લીડર છે અને તેઓ પાર્ટી અધ્યક્ષ તરીકે જ્યાં સુધી પાર્ટી ઈચ્છશે ત્યાં સુધી રહેશે. એન્ટોનીએ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં નીતિ સમૂહની બેઠક અંગે દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા આ વાત કરી હતી. રાહુલ ગાંધી અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો એન્ટોનીએ કહ્યું કે રાહુલ ગાંધી વધુ મજબુતાઈ સાથે વાપસી કરશે.
સોનિયા ગાંધી પર સવાલ ઉઠી રહ્યાં છે કારણ કે હાલની વિધાનસભા ચૂંટણીઓમાં તેઓ પ્રચાર કરવા માટે સક્ષમ રહ્યાં નહતાં. હરિયાણાના મહેન્દ્રગઢમાં તેઓ એકમાત્ર રેલી સંબોધવાના હતાં પરંતુ તેમના સ્વાસ્થ્ય કારણોને લઈને તેને રદ કરવામાં આવી અને છેલ્લી ઘડીએ રાહુલ ગાંધીએ મોરચો સંભાળવો પડ્યો હતો.
જુઓ LIVE TV
આ બધા વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ટ્વીટ કરી કે દરેક વ્યક્તિ હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપની શાનદાર જીતની ભવિષ્યવાણી કરી રહી હતી. પરંતુ કોંગ્રેસના કાર્યકરોના જુસ્સાએ તેને ખોટી સાબિત કરી. અમે પેટાચૂંટણીઓમાં પણ અપ્રત્યાશિત રીતે સારું કર્યું છે. ખુબ સરસ. કોંગ્રેસ પાર્ટી જિન્દાબાદ. સોનિયા ગાંધી જિંદાબાદ.
કોંગ્રેસે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામોને ઉત્સાહજનક ગણાવ્યાં છે. કારણ કે ગત વખત કરતા આ વખતે સીટો વધી છે. પાર્ટીએ આગામી ત્રણ મહિનાઓમાં બે વધુ વિધાનસભા ચૂંટણીઓનો સામનો કરવાનો છે કારણ કે ઝારખંડ અને દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે