J&K: શ્રીનગરના લાલ ચોકમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, એકનું મોત તથા 22 લોકો ઈજાગ્રસ્ત

જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ શ્રીનગરના લાલ ચોકમાં થયેલા ગ્રેનેડ હુમલામાં 15 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 2ની સ્થિતિ ગંભીર છે. પ્રા

J&K: શ્રીનગરના લાલ ચોકમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, એકનું મોત તથા 22 લોકો ઈજાગ્રસ્ત

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ શ્રીનગરના લાલ ચોક પર થયેલા ગ્રેનેડ હુમલામાં એક બિહારી મુસલમાન માર્યો ગયો હોવાના અહેવાલ છે. મૃતક વ્યક્તિ ચોક પર રમકડાં વેચી રહ્યો હતો. આ હુમલામાં 22 લોકો ઘાયલ થયા છે જેમાંથી 2ની સ્થિતિ ગંભીર છે. પોલીસના જણાવ્યાં મુજબ 3 આતંકીઓ બાઈક પર સવાર થઈને આવ્યાં હતાં.  પ્રાથમિક માહિતી મુજબ ઘાયલ થયેલા લોકો સ્થાનિક રહીશો છે. પોલીસ અને સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે. મળતી માહિતી મુજબ આતંકીઓએ સ્થાનિકોને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંક્યો. આ હુમલો એવા સમયે થયો છે કે જ્યારે હાલમાં જ 31મી ઓક્ટોબરે જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત થઈ ગયું છે. લદાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે. 

— ANI (@ANI) November 4, 2019

જમ્મુ અને કાશ્મીરના પુર્નગઠન બાદ શિયાળાની રાજધાની જમ્મુમાં નવી વ્યવસ્થા વચ્ચે સોમવારે 4 નવેમ્બરથી સરકારી કામકાજ શરૂ થઈ ગયું છે. 25 ઓક્ટોબરના રોજ ઉનાળુ રજાઓની રાજધાની શ્રીનગરમાં 6 મહિનાનો પોતાનો કાર્યકાળ પૂરો કર્યા બાદ સિવિલ સચિવાલય શ્રીનગરમાં સરકારી ઓફિસો બંધ થઈ ગઈ હતી. ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં ગવર્નર સત્યપાલ મલિકના નેતૃત્વમાં રાષ્ટ્રપતિ શાસન હતું. પરંતુ 30-31 ઓક્ટોબરની મધરાતે રાજ્યને 2 કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર, તથા લદાખમાં વહેંચીને તેમને કેન્દ્રશાસિત પ્રદેશો બનાવી દેવામાં આવ્યાં. 

જુઓ LIVE TV

સોમવારે 4 નવેમ્બરે જ્યારે સવારે જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ જગદીશચંદ્ર મુર્મુ રાજધાનીના નાગરિક સચિવાલયમાં પહેલા દિવસે પહોંચ્યા ત્યારે માહોલ ઘણો બદલાયેલો હતો. નેતાઓની ગરમા ગરમીની જગ્યાએ તેમનું સ્વાગત સચિવાલયના કર્મચારીઓ સહિત ચીફ સેક્રેટરી અને પ્રશાસનિક સચિવો તથા પોલીસના ડીજીપી દિલબાગ સિંહે કર્યું. ઉપરાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. જેની કમાન્ડ મહિલા પોલીસ અધિકારી કરી રહી હતી. 

નવા જમ્મુ અને કાશ્મીરની નવી વ્યવસ્થામાં નાગરિક સચિવાલયમાં 2 ઝંડાની જગ્યાએ ફક્ત તિરંગો લહેરાઈ રહ્યો હતો. રાજ્યપાલ જગદીશચંદ્ર મુર્મુની ગાડી પર  તિરંગાની સાથે અશોકની લલાટ પણ હતી. જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા ભંગ કરી દેવાઈ છે. આથી તેમાં પરિસિમન આયોગની રચના બાદ હવે ચૂંટણી યોજાશે. નવા જમ્મુ કાશ્મીરની નવી વ્યવસ્થામાં નાગરિકો માટે ખાસ વ્યવસ્થા છે. જનતા માટે બપોરે એક વાગ્યાથી સાંજે સાડા ચાર વાગ્યા સુધી સરકારના દરવાજા ખુલ્લા રહેશે. લોકો વિઝિટર પાસ બનાવડાવીને સંબંધિત વિભાગના અધિકારીઓ સુધી પોતાની ફરિયાદ પહોંચાડી શકશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news