ગુજરાતીઓનો પ્રિય તહેવાર ઉત્તરાયણ બગડે તેવી શક્યતા, અંબાલાલ પટેલે કરી આગાહી

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વાતાવરણમાં અનેક પલટા આવ્યા છે. દિવાળીથી લઈને ડિસેમ્બર સુધીના અનેક તહેવારોમાં વરસાદી અસર જોવા મળી હતી. ત્યારે હવે ગુજરાતીઓનો પ્રિય તહેવાર ઉત્તરાયણ પણ બગડે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ (Ambalal Patel) ની આગાહી મુજબ, ઉત્તરાયણ (Uttarayan) ના દિવસે રાજ્યના કેટલાક ભાગવમાં વરસાદની શક્યતા છે. 

Updated By: Jan 6, 2020, 07:52 PM IST
ગુજરાતીઓનો પ્રિય તહેવાર ઉત્તરાયણ બગડે તેવી શક્યતા, અંબાલાલ પટેલે કરી આગાહી

અતુલ તિવારી/અમદાવાદ :છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વાતાવરણમાં અનેક પલટા આવ્યા છે. દિવાળીથી લઈને ડિસેમ્બર સુધીના અનેક તહેવારોમાં વરસાદી અસર જોવા મળી હતી. ત્યારે હવે ગુજરાતીઓનો પ્રિય તહેવાર ઉત્તરાયણ પણ બગડે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ (Ambalal Patel) ની આગાહી મુજબ, ઉત્તરાયણ (Uttarayan) ના દિવસે રાજ્યના કેટલાક ભાગવમાં વરસાદની શક્યતા છે. 

મહેસાણા : હત્યારી પત્નીનો ભાંડો ફૂટ્યો, પતિની હત્યા છુપાવવા 5 દિવસ સામાન્ય રહેવાનો ડોળ કર્યો, પણ...

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ, આવતીકાલે 7 જાન્યુઆરીથી 10 તારીખ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે. આ દિવસોમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ સહિતના ભાગોમાં ઠંડી વધશે. તો 9, 10 અને 11 તારીખે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી પણ નીચું જાય તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાત અને બનાસકાંઠામાં પણ સખત ઠંડીની આગાહી કરાઈ છે. 

કાળજાના કટકાને પિતાએ 5000માં વેચી, અને પછી તરુણી એક પછી એક પથારીમાં ફરતી રહી...

વર્ષનો સૌથી પહેલો તહેવાર બગડવાના એંધાણ છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરાઈ છે. તેમણે જણાવ્યું કે, ઉતરાયણના દિવસે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા છે. 14મી જાન્યુઆરીએ વાદળો રહેશે. તો પવન પણ મધ્યમ રહેશે. આ કારણે પતંગરસિકો નિરાશ થશે. તો 15મી જાન્યુઆરીએ પવન સારો રહેશે. 

હવામાન શાસ્ત્રીએ જણાવ્યું કે, 12 અને 13 તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદ પડશે. કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 12 અને 13 તારીખે વરસાદની આગાહી છે. વરસાદને કારણે ઉતરાયણના દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદ પતંગરસિયાઓની મજા બગાડે તેવી શક્યતા છે. ઉતરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પવન રહેશે. ઉત્તર-પશ્ચિમી પવન 14 અને 15 જાન્યુઆરીના રોજ હશે. 9, 10, 11, 12 અને 13 જાન્યુઆરીએ ઉત્તર ભારતના રાજ્યોમાં કરા સાથે વરસાદ પડતા ઠંડી વધશે. 

અંબાલાલ પટેલે હવામાનમાં થનાર ફેરફાર વિશે કહ્યું કે, સખત ઠંડી પડવાની શક્યતા છે. 10 ડિગ્રીથી ઓછું રહેશે. આ કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સખત ઠંડી પડી શકે છે. કચ્છ-ભૂજમાં સખત ઠંડી પડી શકે છે. 7, 8 અને 9 દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. 12થી 14 સુધી કચ્છના ભાગમાં વરસાદ વરસી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....