ભાજપ જોઇન કર્યા બાદ ગંભીર બોલ્યા PM મોદીથી પ્રભાવીત થઇ પાર્ટીમાં જોડાયો

પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ગૌતમ ગંભીરે શુક્રવારે કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી તથા રવિશંકર પ્રસાદની હાજરીમાં પાર્ટી જોઇન કરી લીધી

ભાજપ જોઇન કર્યા બાદ ગંભીર બોલ્યા PM મોદીથી પ્રભાવીત થઇ પાર્ટીમાં જોડાયો

નવી દિલ્હી : પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ગૌતમ ગંભીર શુક્રવારે કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી તથા રવિશંકર પ્રસાદની હાજરીમાં ભાજપમાં જોડાયો હતો. તેણે નવી દિલ્હી લોકસભા સીટથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. આ અંગે ગંભીરનું કહેવું છે કે પાર્ટી જે જવાબદારી સોંપશે, તેને તે નિભાવશે. ગંભીર દિલ્હીના રાજેન્દ્ર નગરમાં રહે છે. તેણે 2014માં લોકસભા ચૂંટણી દરમિયાન અમૃતસર સીટ પરથી ભાજપના ઉમેદાર અરૂણ જેટલી માટે પ્રચાર પણ કર્યો હતો. જો કે જેટલી તે ચૂંટણી હારી ગયા હતા. 

ગંભીરે ભાજપમાં જોડાયા બાદ મીડિયાને કહ્યું કે, મે આ પાર્ટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટીકોણથી પ્રભાવિત થઇને જોડાઇ રહ્યો છું. આ તક મેળવીને સન્માનિત અનુભવી રહ્યો છું. ગંભીરે ભાજપમાં જોડાયા બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે પણ મુલાકાત કરી. જેટલીએ ગંભીરના ભાજપમાં જોડાવાને મહત્વપુર્ણ ગણાવતા કહ્યું કે, તેમને લોકસભા ચૂંટણીમાં ઉતારવા મુદ્દે પાર્ટી યોગ્ય સમયે નિર્ણય લેશે. સુત્રો અનુસાર ગંભીરને નવી દિલ્હી સીટથી ટીકિટ આપવામાં આવી શકે છે. હાલ અહીંથી મીનાક્ષી લેખી ભાજપના સાંસદ છે. જો કે અત્યારે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. 

આમ તો ગૌતમ ગંભીર રાષ્ટ્રીય મહત્વનાં વિષયોને સમયાંતરે ઉઠાવતા રહે છે. અનેક વખત દિલ્હીના મુદ્દો ઉઠાવવા અંગે તેમની આમ આદમી પાર્ટી પાર્ટીએ ટ્વીટર પર સમયાંતરે ઉઠાવતા રહે છે. અનેક વખત દિલ્હીના મુદ્દે ઉઠાવવા અંગે તેમની આમ આદમી પાર્ટી સાથે ટ્વીટર વોર કરી ચુક્યા છે. ગત્ત અઠવાડીયે જ દિલ્હી એકના વરિષ્ઠ નેતાએ દાવો કર્યો કે ગંભીર પાર્ટીની બેઠકમાં ભાગ લઇ રહ્યા છે. જો કે ગંભીરે આ સમાચારોને અફવા ગણાવી હતી. તેમના સાથી વીરેન્દ્ર સેહવાગ અંગે સમાચાર આવ્યા હતા. સહેવાગે રાજનીતિમાં કોઇ રસ નહી હોવાની વાત કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news