12માંની વિદ્યાર્થીનો શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ, લાશના ટુકડાં પાવડાથી ઉઠાવવા પડ્યા

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ઔરેયા જિલ્લાના દિલ્હી-હાવડા રેલવે ટ્રેક પર 17 વર્ષની છોકરીનો ક્ષત વિક્ષત મૃતદેહ સંદિગ્ધ હાલતમાં મળતા ચકચાર મચી છે.

Updated By: Nov 5, 2019, 03:01 PM IST
12માંની વિદ્યાર્થીનો શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ, લાશના ટુકડાં પાવડાથી ઉઠાવવા પડ્યા
સાંકેતિક તસવીર

કાનપુર: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ઔરેયા જિલ્લાના દિલ્હી-હાવડા રેલવે ટ્રેક પર 17 વર્ષની છોકરીનો ક્ષત વિક્ષત મૃતદેહ સંદિગ્ધ હાલતમાં મળતા ચકચાર મચી છે. કથિત રીતે સોમવારે ચાલુ ટ્રેનની આગળ પડતુ મૂકવાથી છોકરીનું મોત થયું છે.  તેનાથી પણ ચોંકવનારી વાત એ છે કે જીઆરપીના જવાનોએ મૃતદેહના ટુકડાં પાટા પરથી હટાવવા માટે પાવડાનો ઉપયોગ કરવો પડ્યો જેનાથી મૃતદેહની હાલત વધુ બગડી ગઈ. 

જીઆરપીના વરિષ્ઠ અધિકારીઓએ આ મામલે તપાસ અને સોશિયલ મીડિયા પર આ  ઘટના સંબંધિત એક વીડિયો પોસ્ટ થયા બાદ દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. મૃતકનું નામ પૂજા યાદવ હોવાનું કહેવાય છે. જે દિબિયાપુર શહેરના રાનાપુરના નિવાસી મોહન યાદવની પુત્રી છે. 

જુઓ LIVE TV

કહેવાય છે કે મૃતક છોકરી 12માં ધોરણમાં ભણતી હતી અને ઘરેથી કોચિંગ ક્લાસ જવા નીકળી હતી. સ્થાનિક લોકોએ ટ્રેનથી કપાઈને મોતને ભેટેલી છોકરીના મોત અંગેની સૂચના પોલીસને આપી હતી. જીઆરપી ઈન્સ્પેક્ટર અવધેશ પાઠકે કહ્યું કે સ્થાનિક લોકો દ્વારા અમને પાટા પર છોકરીના મૃતદેહ અંગેની માહિતી મળી હતી. અમે ઘટના સ્થળે પહોંચીને આઈડીના આધારે પીડિતાની ઓળખ કરી. મૃતદેહ પાસેથી શાળાની બેગ અને તેનું આધારકાર્ડ પણ મળ્યું. 

પૂજાના પરિવારજનો આ ઘનાટને શકની નજરે જોઈ રહ્યાં છે. પરિજનોનું કહેવું છે કે પૂજા ન તો પરેશાન હતી કે ન તો નિરાશ હતી. તો પછી આત્મહત્યા કેમ કરે? મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. પૂજાના મોત અંગેના કારણોની તપાસ પણ શરૂ કરી દેવાઈ છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...