Karnataka Election 2023: પીએમ મોદીનો કોંગ્રેસ પર વાર, 'જ્યારે પોલિંગ બૂથ પર બટન દબાવો તો જય બજરંગબલી બોલીને સજા આપો'

PM Modi In Karnataka: કર્ણાટકમાં એક રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે ભાજપનું એક લક્ષ્ય છે કર્ણાટકને નંબર વન બનાવવાનું. તે માટે અમારી પાસે રોડમેપ છે, યોજના છે. 

Karnataka Election 2023: પીએમ મોદીનો કોંગ્રેસ પર વાર, 'જ્યારે પોલિંગ બૂથ પર બટન દબાવો તો જય બજરંગબલી બોલીને સજા આપો'

બેંગલુરૂઃ PM Modi Karnataka Visit: પ્રધાનમંત્રી મોદીએ બુધવાર (3 મે) એ અંકોલામાં એક રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો છે. તેમણે કહ્યું- મત માંગવાની બીજી રીત શું છે? મોદીને ગાળો આપો. જેને મરજી થાય તે ગાળો આપે છે. શું કર્ણાટક ગાળોની સંસ્કૃતિને સ્વીકાર કરે છે? કોઈ ગાળો પસંદ કરે છે શું? કર્ણાટક ગાળો આપનારને માફ કરે છે શું? આ વખતે કરશો?

પીએમ મોદીએ આગળ કહ્યુ- ગાળો આપનારને સજા આપશો? ખુબ સજા કરશો. જ્યારે પોલિંગ બૂથમાં બટન દબાવો તો જય બજરંગબલી બોલીને સજા આપી દેવી. આપશો ને? ભાજપનું એક જ લક્ષ્ય છે કર્ણાટકને નંબર વન બનાવવાનું. તે માટે અમારી પાસે રોડમેપ છે, યોજના છે. હકીકતમાં ભાજપે બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવા સંબંધી કોંગ્રેસના ચૂંટણી ઘોષણાપત્રના વાયદાને લઈને વિપક્ષી દળ પર જોરદાર હુમલો શરૂ કરી દીધો છે. 

જય બજરંગબલીના લગાવ્યા નારા
જનસભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યુ કે કોંગ્રેસ અને તેના નેતા તેમને નફરત કરે છે અને ગાળો આપે છે કારણ કે તેમણે તેની ભ્રષ્ટ વ્યવસ્થાને ધ્વસ્ત કરી દીધી છે. પ્રધાનમંત્રી મોદીએ બુધવારે કર્ણાટકમાં પોતાની ત્રણેય જનસભાઓ દરમિયાન જય બજરંગબલીના નારા લગાવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે એકતા જ કર્ણાટકના વિકાસનું સૌથી મોટું સૂત્ર છે. આજે કર્ણાટક વિરુદ્ધ જે પ્રકારનું ષડયંત્ર થઈ રહ્યું છે, જે રીતે કોંગ્રેસે પુષ્ટિકરણને સૌથી મોટો આધાર બનાવ્યો છે. કર્ણાટકના લોકોએ તેનાથી સતર્ક રહેવાનું છે. 

ભગવાન હનુમાનનું અપમાન કરવાનો લગાવ્યો આરોપ
આ પહેલા હોસ્પીટમાં પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસે તેના મેનિફેસ્ટોમાં બજરંગબલીને તાળા મારવાનો નિર્ણય કર્યો છે. પહેલા તેઓએ ભગવાન શ્રી રામને તાળા માર્યા અને હવે તેઓએ જય બજરંગબલીનો નારા લગાવનારાઓને તાળા મારવાની પ્રતિજ્ઞા લીધી છે. ભાજપે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે તેણે પોતાના ઘોષણાપત્રમાં બજરંગ દળ વિરુદ્ધ કડક કાર્યવાહીનું વચન આપી ભગવાન હનુમાનનું અપમાન કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news