કર્ણાટકમાં સત્તા મેળવવા અડધી રાતે સુપ્રીમ કોર્ટ ખોલાવી, જાણો સમગ્ર ઘટનાક્રમ
કર્ણાટક સત્તા સંગ્રામ મામલે સુનાવણી માટે જસ્ટિસ એ કે સીકરી, જસ્ટિસ એસ એ બોબડે અને જસ્ટિસ અશોક ભૂષણ સહિત ત્રણ જજની પેનલ બનાવાઇ છે. રાજ્યપાલના નિર્ણયને કોંગ્રેસે બંધારણનું અપમાન ગણાવતાં આ મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
Trending Photos
નવી દિલ્હી : કર્ણાટક સત્તા સંગ્રામ છેવટે સુપ્રીમ કોર્ટેમાં પહોંચી ગયો છે. કર્ણાટકમાં કોઇ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યો નથી એ સંજોગોમાં રાજ્યપાલ દ્વારા ભાજપને સરકાર બનાવવા લીલી ઝંડી આપતાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અને જેડીએસ છાવણીમાં રોષની લાગણી પ્રસરી હતી.
કર્ણાટક રાજ્યપાલ વજુભાઇ વાળાએ સૌથી મોટી પાર્ટી ભાજપના નેતા યેદિયુરપ્પાને સરકાર માટે આમંત્રણ આપતાં યેદિયુરપ્પાએ ગુરૂવારે સવારે 9 કલાકે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જોકે શપથગ્રહણ અગાઉ બુધવાર-ગુરૂવાર રાતે સુપ્રીમ કોર્ટમાં એક મોટો ઘટનાક્રમ સર્જાયો હતો.
યેદિયુરપ્પાના શપથગ્રહણના અહેવાલ સામે આવતાં કોંગ્રેસે રાતે જ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને આ મામલે સત્વરે સુનાવણી કરવાની માંગ કરી હતી. રજીસ્ટ્રાર સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા અને એમણે કોંગ્રેસ અને જેડીએસની અરજીની તપાસ કરી હતી અને ફરી ચીફ જસ્ટિસ પાસે પહોંચ્યા હતા. રાતે અંદાજે એક વાગે નક્કી થયું કે રાતમાં જ કેસ ચલાવવામાં આવે. ત્રણ કલાક સુધી ચાલેલી સુનાવણી બાદ જોકે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, યેદિયુરપ્પાના શપથગ્રહણ રોકવામાં નહીં આવે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે યેદિયુરપ્પા પાસે બહુમત સાબિત કરવા માટે ધારાસભ્યોનો સંમતિ પત્રની માંગ કરી હતી. કોંગ્રેસ અને જેડીએસએ પોતાના સમર્થન સાથેનો પત્ર કોર્ટને સોંપ્યો હતો. હવે આગામી સુનાવણી શુક્રવારે સવારે 10-30 કલાકે હાથ ધરાશે.
રાતે 11 વાગે કોંગ્રેસ નેતા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા
રાજ્યપાલ વજુભાઇ વાળાના નિર્ણય વિરૂધ્ધ રાતે 11 કલાકે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા અને આ મામલે અરજી દાખલ કરાવી હતી. કોંગ્રેસ નેતા અભિષેક મનુ સંઘવીએ રાતમાં જ સુપ્રીમ કોર્ટના દરવાજા ખોલવાની અને કેસ ચલાવવાની માંગ કરી હતી.
રાતે 12 કલાકે રજીસ્ટ્રાર આવ્યા
બુધવારે અડધી રાતે કોંગ્રેસ અને જેડીએસની અરજીને લઇને સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રાર દિપક મિશ્રાના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના અભિષેક મનુ સંઘવી પણ ચીફ જસ્ટિસના ઘરે પહોંચ્યા હતા. સીજેઆઇએ ત્રણ જજની બેંચને આ કેસની સુનાવણી કરવાની જવાબદારી સોંપી હતી અને કોર્ટ રૂમ નંબર 6માં સુનાવણી માટે કહેવાયું હતું.
રાતે 2-11 કલાકે સુનાવણી શરૂ થઇ
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે બુધવારે રાતે 2 કલાકને 11 મિનિટ બંને પક્ષની દલીલ બાજી શરૂ થઇ હતી. કોંગ્રેસ તરફથી અભિષેક મનુ સંઘવી અને ભાજપ તરફથી મુકુલ રોહતગીએ દલીલો કરી હતી.
કોંગ્રેસે ઉભા કર્યા સવાલ
કોર્ટે કર્ણાટકમાં યેદિયુરપ્પા શપથ ગ્રહણ સમારોહ અટકાવવા માટે દાખલ કરેલી અરજીમાં કોંગ્રેસે કેટલાક સવાલો ઉભા કર્યા છે. કોર્ટે અભિષેક મનુ સંઘવી પાસે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોના સમર્થનવાળી ચિઠ્ઠી બતાવવા કહ્યું પરંતુ અભિષેક પાસે એ ચિઠ્ઠી ન હતી. જે મામલે કોર્ટે કહ્યું કે વગર સંમતિએ કોંગ્રેસ જેડીએસની દલીલ કેવી રીતે સાંભળી શકાય.
રાતે 3-23 કલાક સુધી કોંગ્રેસ કરી દલીલ
અભિષેક મનુ સંઘવીએ કોર્ટમાં 1 કલાક સુધી દલીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે નક્કી કરેલ સમય કરતાં વધુ સમય દલીલ કરી ચૂક્યા છે અને એમણે દલીલ પૂરી કરી દેવી જોઇએ. સિંઘવીએ દાવો કર્યો કે એમની પાસે પૂર્ણ સમર્થન છે અને રાજ્યપાલે બંધારણના નિયમો વિરૂધ્ધ નિર્ણય લીધો છે.
રાતે 3-59 કલાકે વરિષ્ઠ વકીલ બોલ્યા
અભિષેક મનુ સિંઘવીની દલીલો પૂર્ણ થતાં રાતે 3-59 કલાકે ભાજપ તરફથી મુકુલ રોહતગીએ કહ્યું કે શપથ આપવા રાજ્યપાલની ફરજ છે. સવારે 4-01 કલાકે મુકુલ રહતોગીએ માંગ કરી કે કોંગ્રેસની અરજી કરવામાં આવે.
સવારે 4-02 કલાકે દલીલ પૂર્ણ
સુપ્રીમ કોર્ટમાં અંદાજે 1 કલાક 50 મિનિટ બાદ બંને પક્ષો તરફથી દલીલ ખતમ કરવામાં આવી. પહેલા કોંગ્રેસ તરફથી મનુ સિંઘવીએ દલીલ કરી અને બાદમાં ભાજપનો મુકુલ રોહતગી અને સરકાર તરફથી વેણુગોપાલે દલીલ કરી હતી જે સવારે 4-02 કલાકે પૂર્ણ થઇ હતી.
સવારે 4-20 પર કોર્ટે આપ્યો નિર્ણય
સુપ્રીમ કોર્ટે કહ્યું કે યેદિયુરપ્પાના શપથ ગ્રહણને નહીં રોકવામાં આવે. બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે ત્રણ જજની બેન્ચને ફેંસલો સંભળાવ્યો હતો.
કોંગ્રેસે ગણાવ્યું બંધારણનું અપમાન
કર્ણાટક મામલાની સુનાવણી માટે ત્રણ જજની બેન્ચ બનાવવામાં આવી છે. જેમાં જસ્ટિસ એકે સીકરી, જસ્ટિસ એસએ બોબડે અને જસ્ટિસ અશોક ભૂષણ સામેલ છે. તમને જણાવી દઇએ કે રાજ્યપાલના નિર્ણય બાદ કોંગ્રેસે આ નિર્ણયને બંધારણના અપમાન સમાન ગણાવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે