નફ્ફટ પાકિસ્તાનઃ કરતારપુર કોરિડોરની મુલાકાત લેનારા દરેક શ્રદ્ધાળુ પાસેથી વસુલશે 20 ડોલર ફી
આ અગાઉ 1 નવેમ્બરના રોજ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે, કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન થઈ ગયા પછી તેની મુલાકાત લેનારા શ્રદ્ધાળુ પાસેથી કોઈ પણ પ્રકારની ફી વસુલવામાં આવશે નહીં.
Trending Photos
નવી દિલ્હીઃ શુક્રવારે વધુ એક યુ ટર્ન લેતાં પાકિસ્તાને જાહેરાત કરી છે કે કરતારપુર કોરિડોરની મુલાકાત લેનારા દરેક શ્રદ્ધાળુ પાસેથી તે ફી તરીકે 20 ડોલર (રૂ.1450) વસુલશે. આ અગાઉ 1 નવેમ્બરના રોજ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે, કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન થઈ ગયા પછી તેની મુલાકાત લેનારા શ્રદ્ધાળુ પાસેથી કોઈ પણ પ્રકારની ફી વસુલવામાં આવશે નહીં.
આ સાથે જ ઈમરાન ખાને કરતારપુરની મુલાકાત લેનારા શ્રદ્ધાળુઓને પાસપોર્ટ સાથે રાખવામાંથી મુક્તી અને 10 દિવસ પહેલા એડવાન્સ નોંધણી કરાવવામાંથી પણ મુક્તી આપવાની જાહેરાત કરી હતી. જોકે, ગુરૂવારે વડાપ્રધાનની અગાઉની ઉપરોક્ત જાહેરાત બાબતે પણ પાકિસ્તાન સરકારે હાથ ખંખેરી લીધા હતા.
જેના કારણે કરતારપુર જનારા ભારતીય શિખ શ્રદ્ધાળુઓમાં મોટી ગુંચવણી ઉભી થઈ હતી. ત્યાર પછી ભારતના વિદેશ મંત્રાલયને વિવિધ સ્પષ્ટતા કરવી પડી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે ગુરૂવારે જણાવ્યું હતું કે, "પાકિસ્તાન સાથે થયેલા એમઓયુ અનુસાર ભારતીય શ્રદ્ધાળુએ કાયદેસરનો પાસપોર્ટ સાથે રાખવાનો રહેશે. ભારત એક પક્ષીય રીતે એમઓયુમાં ફેરફાર કરી શકે નહીં. તેના માટે બંને પક્ષોની સહમતિ હોવી જરૂરી છે. પાકિસ્તાનના તંત્રમાં ઘણું જ કન્ફ્યુઝન છે. ક્યારેક તેઓ કહે છે કે પાસપોર્ટ જરૂરી છે અને ક્યારેક કહે છે કે જરૂરી નથી. અમને લાગે છે કે તેમના વિદેશ મંત્રાલય અને અન્ય એજન્સીઓ વચ્ચે કોઈ તાલમેલ નથી."
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ભારત સરકારે પાકિસ્તાનને સર્વિસ ફી તરીકે શિખ શ્રદ્ધાળુઓ પાસેથી સર્વિસ ફી તરીકે 20 ડોલર ન લેવા માએ અનેક વખત અનુરોધ કર્યો હતો, પરંતુ પાકિસ્તાન અવળચંડાઈ કરવાનું છોડતું નથી.
જુઓ LIVE TV....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે