દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું

છેલ્લા કેટલાક દિવસથી ભાજપ અને શિવસેના વચ્ચે સરકારની રચનાને લઈને ખેંચતાણ ચાલી રહી છે.મહારાષ્ટ્રમાં 9 નવેમ્બરના રોજ વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થતો હોવાના કારણે દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપ્યું છે.

દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું

મુંબઈઃ દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાક દિવસથી ભાજપ અને શિવસેના વચ્ચે સરકારની રચનાને લઈને ખેંચતાણ ચાલી રહી છે.મહારાષ્ટ્રમાં 9 નવેમ્બરના રોજ વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થતો હોવાના કારણે દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપ્યું છે.

— ANI (@ANI) November 8, 2019

રાજીનામું આપ્યા પછી પત્રકાર પરિષદને સંબોધતાં દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, "અમે મહારાષ્ટ્રમાં એક ભ્રષ્ટાચાર મુક્ત સરકાર આપી છે. દુષ્કાળના સમયમાં રાજ્ય સરકાર ખેડૂતોની પડકે ઉભી રહી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકેના મારા કાર્યકાળમાં અમે રાજ્યમાં કેટલીક સિંચાઈ યોજનાઓ શરૂ કરી હતી અને સાથે જ કલ્યાકારી યોજનાઓ પણ અમલમાં મુકી હતી. મહારાષ્ટ્રમાં સરકાર ચલાવવા માટે મારામાં વિશ્વાસ મુકવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો આભાર માનું છું. સાથે જ મને 5 વર્ષ સુધી સેવા કરવાની તક આપવા બદલ મહારાષ્ટ્રની જનતાનો પણ હું આભાર માનું છું." 

ફડણવીસે વધુમાં કહ્યું કે, "વિધાનસભામાં અમે મહાયુતી બનાવ્યા પછી ચૂંટણી લડી હતી. શિવસેના-ભાજપના સહયોગી દલ તરીકે તેમાં સફળતા મળી છે. ભાજપ-શિવસેના ગઠબંધનને 160થી વધુસીટ મળી છે. ભાજપને 105 સીટ મળી છે અને અમે જેટલી સીટ લડ્યા તેમાંથી 70 સીટ જીતી હતી."

ઉદ્ધવ ઠાકરેને આડે હાથ લેતા ફડણવીસે કહ્યું કે, "ઉદ્ધવ ઠાકરેએ પ્રથમ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, અમે મહાયુતી ગઠબંધન હેઠળ જીત્યા છીએ. હવે તેઓ જ આ મહાયુતી તોડીને બીજા પક્ષો તરફ નજર દોડાવી રહ્યા છે. 50-50 ફોર્મ્યુલાની મારી સામે ક્યારેય વાત થઈ નથી. ઉદ્ધવ પાસે એનસીપી અને કોંગ્રેસ સાથે વાત કરવાનો સમય છે, પરંતુ ભાજપ સાથે વાત કરવાનો સમય નથી. જે કોઈ મુદ્દાઓ છે તેનો સાથે બેસીને ઉકેલ લાવી શકાય એમ છે, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ ક્યારેય ફોન કર્યો નથી."

આ બાજુ શિવસેનાએ પોતાનાં ધારાસભ્યોને સાચવી રાખવા માટે ગુરૂવારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. 'સામના'માં પ્રકાશિત રિપોર્ટ અનુસાર તેમનાં ધારાસભ્યોને નાણાંની ઓફર કરવામાં આવી રહી છે. માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે સાથે મીટિંગ પછી શિવસેનાએ તેનાં ધારાસભ્યો અને ટેકો આપનારા અપક્ષ ધારાસબ્યોને મલાડ વેસ્ટમાં આવેલી હોટલ રીટ્રીટ માધમાં ખસેડ્યા છે. આ સાથે જ તેણ મુંબઈના પોલીસ કમિશનરને એક પત્ર લખીને 15 નવેમ્બર સુધી આ હોટલમાં સુરક્ષા પુરી પાડવા વિનંતી કરી છે. 

શિવસેનાના નેતા સંજય રાઉત સાંજે 4.30 કલાક પછી એનસીપીના વડા શરદ પવારની મુલાકાત કરે તેવી સંભાવના છે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news