નહીં જોઇ હોય આવી પાઠશાળા, અહીં ગુલાબી સાડી અને ખભે દફતર લટકાવી શાળાએ જાય છે દાદીઓ

Grandma Stories: મુબંઈથી 125 કિમી દૂર ફંગાની ગામમાં શાળા આવેલી છે અને આ શાળાની સ્ટુડન્ટ છે દાદીઓ. પીન્ક કલરની સાડી પહેરેલી બેગ લટકાવીને આ દાદીઓ જઈ રહી છે શાળાએ અને અહી શોખથી ભણી રહી છે  દાદી. આ જગ્યા તેમની ફેવરીટ જગ્યા પણ બની ગઈ છે. જી હા આજીબાઈજી પાઠશાળા સ્પેશિયલ દાદીઓ માટે છે.

નહીં જોઇ હોય આવી પાઠશાળા, અહીં ગુલાબી સાડી અને ખભે દફતર લટકાવી શાળાએ જાય છે દાદીઓ

Ajibainchi Shala: તમે આ સાંભળશો તો ચોંકી જશો. આજે અમે એક એવા ગામની શાળાની જે ગામની શાળામાં એકપણ બાળક અભ્યાસ નથી કરતા... કેમ કે તે  શાળામાં એડમિશન લેવાની મીનીમમ એજ છે 60 વર્ષ. આ સાંભળીને આશ્ચર્ય તો થયું જ  હશે અને શાળા ક્યા આવેલી છે કઈ જગ્યા  પર છે તે જાણવાની ઉત્સુકતા પણ વધી ગઈ હશે. તો ચાલો એ શાળાની સફર પર જઈએ. 

મુબંઈથી 125 કિમી દૂર ફંગાની ગામમાં શાળા આવેલી છે અને આ શાળાની સ્ટુડન્ટ છે દાદીઓ. પીન્ક કલરની સાડી પહેરેલી બેગ લટકાવીને આ દાદીઓ જઈ રહી છે શાળાએ અને અહી શોખથી ભણી રહી છે  દાદી. આ જગ્યા તેમની ફેવરીટ જગ્યા પણ બની ગઈ છે. જી હા આજીબાઈજી પાઠશાળા સ્પેશિયલ દાદીઓ માટે છે.

મહારાષ્ટ્રમાં દાદીને આજીબાઈ કહેવામાં આવે છે અને દાદીઓની આ ગેંગ ડેઈલી ઈવનિંગ શાળાએ જાય છે. આ શાળામાં ડ્રેસ કોડ પીન્ક સાડી આપવામાં આવ્યો છે. દરરોજ સાજે આ દાદીઓની ગેંગ 4 થી 6 નીકળી પડે છે શાળાએ જવા.

ચાલો તો જાણીયે કે દાદીઓની આ સ્કૂલની શરૂઆત કેવી રીતે થઈ 
8 માર્ચે મહિલા દિવસ હોય છે અને આ દિવસે આ શાળાની શરૂઆત કરવામાં આવી હતી. આ ગામમાં 28 જેટલા દાદીઓ હતા જેમણે  કોઈ દિવસ સ્કુલ નહોતી જોઈ અને જ્ઞાનની પૂજા તેમની સાથે કરવા માટે આ સ્કુલની શરૂઆત કરવામાં આવી હતી. પોતાના ગામ ફંગાનીને 100 ટકા શિક્ષિત બનાવાના સપના સાથે મોતીરામ દલાલ ચેરિટેબલ ટ્રસ્ટની હેલ્પથી યોગેન્દ્રજીએ આજીબાઈજી શાળાની શરૂઆત કરી હતી. જેનો મુખ્ય હેતુ ગામમાં રહેલી વૃધ્ધ મહિલાઓને આત્મનિર્ભર બનાવાનો છે.

ફંગાની ગામમાં પુરુષોને પોતાનું નામ લખતા વાંચતા આવડે છે અને ગામની સિનિયર મહિલાઓ પણ આ લેવલ પર પહોંચે તે સપનાને લઈને આજીબાઈજી શાળા ખોલવામાં આવી અને ધીરે ધીરે તેમનું સપનું સાકાર થઈ રહ્યું છે. ગામની વૃધ્ધ મહિલાઓને આ શાળાએ આવવું ગમી રહ્યું છે.

દાદીઓનું એવું કહેવું છે કે શાળામાં પ્રવેશ મેળવ્યા પછી તેઓને લખતા વાંચતા આવડ્યું છે એ તેમના માટે ધણા ગર્વની વાત છે અને ગામના લોકોએ પણ આ દાદીઓને પ્રોત્સાહન પૂરુ પાડ્યુ છે. દાદીઓનું એવું કહેવું છે કે અમે નાનપણમાં શિક્ષણથી વંચિત રહ્યા છે પણ અમેને આ એક તક મળી છે અને તેનો પૂરે પૂરો ઉપયોગ કરવા માંગીયે છે. આ શાળા શરૂ થવાથી દાદીઓના શિડીયુલ પણ બદલાઈ ગયા છે. તેઓ બે કલાક શાળામાં જાય છે અને બાકીના કલાક તેઓ પોતાના પૌત્ર અને પૌત્રીઓ સાથે હોમવર્ક કરે છે અને લોકો તમને મદદ પણ કરે છે. જાગ્યા ત્યારથી સવાર જો તમારે કઈ શીખવું છે ઉંમર તમને એમાં કોઈ અડચણ ઉભી નહી કરે. ફંગાની ગામની આ સ્કુલ અને આ દાદીઓ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news