Rahul Gandhi એ વાયનાડ સીટ કેમ છોડી, રાયબરેલી પસંદ કરવા પાછળનું કારણ પણ જાણો

Why Rahul Gandhi chose Raebareli: રાહુલ ગાંધી બે સીટ પરથી લોકસભા ચૂંટણી લડ્યા અને બંને સીટ પરથી જંગી લીડથી જીત્યા. કેરળની વાયનાડ સીટ અને ઉત્તર પ્રદેશની રાયબરેલી સીટથી તેઓ ચૂંટણી જીત્યા. હવે બેમાંથી એક સીટ  છોડવાની સ્થિતિમાં તેમણે વાયનાડ સીટ છોડવાનું અને રાબરેલી સીટ પરથી સાંસદ પદ રાખવાનું પસંદ કર્યું. પ્રિયંકા ગાંધી હવે વાયનાડ સીટથી પેટાચૂંટણી લડીને રાજકારણમાં ડેબ્યૂ કરશે

Rahul Gandhi એ વાયનાડ સીટ કેમ છોડી, રાયબરેલી પસંદ કરવા પાછળનું કારણ પણ જાણો

Why Rahul Gandhi chose Raebareli: રાહુલ ગાંધી બે સીટ પરથી લોકસભા ચૂંટણી લડ્યા અને બંને સીટ પરથી જંગી લીડથી જીત્યા. કેરળની વાયનાડ સીટ અને ઉત્તર પ્રદેશની રાયબરેલી સીટથી તેઓ ચૂંટણી જીત્યા. હવે બેમાંથી એક સીટ  છોડવાની સ્થિતિમાં તેમણે વાયનાડ સીટ છોડવાનું અને રાબરેલી સીટ પરથી સાંસદ પદ રાખવાનું પસંદ કર્યું. પ્રિયંકા ગાંધી હવે વાયનાડ સીટથી પેટાચૂંટણી લડીને રાજકારણમાં ડેબ્યૂ કરશે. જો પ્રિયંકા ગાંધી જીતે તો તેઓ પહેલીવાર કોંગ્રેસ પહોંચશે અને આવું પહેલીવાર બનશે કે નહેરુ ગાંધી પરિવારના ત્રણ સભ્યો એક સાથે સંસદમાં જોવા મળશે. સોનિયા ગાંઘી રાજ્યસભા સાંસદ છે. જો કે હવે વંશવાદના રાજકારણ મુદ્દે વધુ ટીકાનો પણ પાર્ટીએ સામનો કરવો પડી શકે છે. 

વાયનાડ સીટ કેમ છોડી રાહુલ ગાંધીએ?
ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ રાહુલ ગાંધીના વાયનાડ સીટ છોડવા પાછળનું એક કારણ એ છે કે પાર્ટી ઉત્તર પ્રદેશમાં લડત ચાલુ રાખવા માંગે છે. રાહુલે વાયનાડના લોકોને આપેલા સંદેશમાં કહ્યું કે હવે તમારી પાસે બે સાંસદ હશે, હું સતત આવતો રહીશ, વાયનાડના લોકોએ મને સમર્થન આપ્યું,  ખુબ મુશ્કેલ સમયમાં લડવાની ઉર્જા આપી. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યું કે હું વાયનાડના લોકોને રાહુલ ગાંધીની કમી મહેસૂસ થવા દઈશ નહીં. હું આકરી મહેનત કરીશ. વાયનાડમાં તમામને ખુશ રાખવાની પૂરી કોશિશ કરીશ અને એક સારા પ્રતિનિધી બનીશ.

યુપીમાં કોંગ્રેસની શાનદાર લડત
હાલમાં જ પૂરી થયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે યુપીમાં છ સીટ જીતીને કઈક હદે સારું કહી શકાય તેવું પ્રદર્શન કર્યું છે. કારણ કે 2019માં રાયબરેલી છોડીને પાર્ટીએ તમામ સીટ ગુમાવી હતી. જેમાં અમેઠી પણ સામેલ હતી. જ્યાંથી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવ્યા હતા. પાર્ટી 2019માં યુપીમાં પોતાના સૌથી નીચલા સ્તર પર પહોંચી હહતી. રાજ્યમાં તેનો વોટશેર ફક્ત 6.36 ટકા જોવા મળ્યો હતો. 

2014માં પણ સ્થિતિ કઈ બહુ સારી નહતી. પાર્ટી ફક્ત રાયબરેલી અને અમેઠી સીટ જ જીતી હતી. ત્યારે યુપીમાં કોંગ્રેસનો વોટશેર 7.53 ટકા હતો. જો કે પાર્ટી આ વખતે 17 સીટો પર ચૂંટણી લડી અને બાકીની સીટો ઈન્ડિયા બ્લોકના સહયોગીઓ માટે છોડી. જેમાંથી કોંગ્રેસે 6 સીટ જીતી અને મર્યાદીત સીટો પર ચૂંટણી લડવા છતાં તેનો વોટશેર વધીને 9.46 ટકા થયો. 

રાહુલનો આ નિર્ણય શું સૂચવે છે
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે યુપીમાં સપા સાથે મળીને ચૂંટણી લડી હતી. પાર્ટીને સકારાત્મક પરિણામો મળવાની સાથે જ રાજ્યમાં માહોલ  ભાજપ વિરુદ્ધ જોવા મળ્યો. ભાજપને ફક્ત 33 સીટ મળી. જ્યારે 2019માં 62 સીટો જીતી હતી. લોકસભામાં સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતા યુપી રાજ્યથી મળેલા સકારાત્મક પરિણામો સાથે કોંગ્રેસ પાર્ટી એ સંદેશો પણ આપવા માંગશે કે રાહુલ ગાંધી તે સીટ અને રાજ્યને  છોડી રહ્યા નથી જેણે તેમને અને પાર્ટીને ચૂંટણીમાં સૌથી સારું પરિણામ આપ્યું. 

રાહુલે રાયબરેલી સીટ પર રહેવાનો નિર્ણય કરીને પાર્ટીને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે  તેઓ યુપી અને હિન્દી પટ્ટામાં પોતાની લડત ચાલુ રાખશે. આ સાથે જ યુપીથી મળેલા સકારાત્મક પરિણામોથી ભાજપનો મુકાબલો કરશે.

વાયનાડથી પ્રિયંકા કેમ
રાહુલે વારંવાર દાવો કર્યો છે કે વાયનાડથી તેમનો ભાવનાત્મક જોડાણ છે. આ મતવિસ્તાર રાહુલ માટે ત્યારે મદદગાર સાબિત થયું જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના નીચલા સ્તરે પહોંચી ગઈ હતી અને યુપીમાં લગભગ સંપૂર્ણ રીતે ખતમ થઈ ગઈ હતી. તે સમયે કોંગ્રેસ નેતાએ પોતાનો કોટુંબિક ગઢ અમેઠીને પણ ગુમાવ્યો હતો. જ્યાંથી રાહુલે હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે કેરળના કેટલાક કોંગ્રેસ નેતાઓએ પણ રાજ્યમાં સંસદીય ચૂંટણીમાં પાર્ટીના નેતૃત્વવાળા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટ (UDF)ની લગભગ જીત માટે રાહુલના રાજ્યથી ચૂંટણી લડવાના નિર્ણયને જવાબદાર ઠેરવ્યો હ તો. 

આ ઉપરાંત પાર્ટીને બે વર્ષ બાદ 2021માં વિધાનસભા ચૂંટણીમાં મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે કેરળના લોકોએ પિનારઈ વિજયનને બીજીવાર કાર્યકાળ સોંપ્યો. કોંગ્રેસની કેરળ શાખા માને છે કે વિજયન સરકાર વિરુદ્ધ સત્તા વિરોધી ભાવના વધી રહી છે અને ચાહતી હતી કે રાહુલ ગાંધી સીટ જાળવી રાખે. જેથી કરીને સીપીઆઈ(એમ) આ મુદ્દાને ઉઠાવી ન શકે કે રાહુલ ગાંધી યુપીમાં રાજકીય  લાભની શોધમાં કેરળ ભાગી ગયા. આથી પ્રિયંકાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવાયો. જેથી કરીને સંદેશ આપવામાં આવે કે વાયનાડ અને કેરળથી ગાંધી પરિવારે પોતાને દૂર કર્યા નથી. 

પ્રિયંકાને ઉતારવાથી નુકસાન થઈ શકે ખરૂં?
પ્રિયંકા ગાંધીના વાયનાડ સીટથી ઉતાર્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ ટીકાો પણ સામનો કરવો પડી શકે. કદાચ આ જ કારણ છે કે લોકસભા ચૂંટણી દરમિયાન પ્રિયંકા ગાંધી અમેઠીથી ચૂંટણી લડવામાં ખચકાતા હતા. પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં એ સોચ હતી કે પ્રિયંકા ચૂંટણી લડે કે ન લડે, ભાજપ વંશવાદના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતો રહેશે. અને હવે કદાચ વધશે. પાર્ટીના કેટલાક નેતાઓનું કહેવું છે કે જો ભાજપ ફરીથી 300થી વધુ સીટ જીતી જાત તો કદાચ પ્રિયંકા ચૂંટણી ન લડત. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news