PM મોદીએ લદ્દાખને UT બનાવવાનો નિર્ણય લઈને 56 ઈંચની છાતી બતાવી: MP નામગ્યાલ

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના નરેન્દ્ર મોદી સરકારના નિર્ણયથી સમગ્ર લદ્દાખમાં ખુશીનો માહોલ છે. લદ્દાખના બીજેપી સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલે ઝી ન્યૂઝ સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં કહ્યું કે લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય લઈને પીએમ મોદીએ 56 ઈંચની છાતી દેખાડી છે. આ નિર્ણય બીજુ કોઈ લઈ શકે તેમ નહતું. લદ્દાખના લોકો પીએમ મોદીને જલદી લદ્દાખ આવવાનું આમંત્રણ આપવા માટે દિલ્હી જશે અને પીએમ મોદીને લદ્દાખ બોલાવીને જશ્ન મનાવવામાં આવશે.
PM મોદીએ લદ્દાખને UT બનાવવાનો નિર્ણય લઈને 56 ઈંચની છાતી બતાવી: MP નામગ્યાલ

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના નરેન્દ્ર મોદી સરકારના નિર્ણયથી સમગ્ર લદ્દાખમાં ખુશીનો માહોલ છે. લદ્દાખના બીજેપી સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલે ઝી ન્યૂઝ સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં કહ્યું કે લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય લઈને પીએમ મોદીએ 56 ઈંચની છાતી દેખાડી છે. આ નિર્ણય બીજુ કોઈ લઈ શકે તેમ નહતું. લદ્દાખના લોકો પીએમ મોદીને જલદી લદ્દાખ આવવાનું આમંત્રણ આપવા માટે દિલ્હી જશે અને પીએમ મોદીને લદ્દાખ બોલાવીને જશ્ન મનાવવામાં આવશે.

આ બાજુ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આક્રમક પ્રહારો કરતા જામયાંગ સેરિંગે કહ્યું કે પોતાના અંગત અને પરિવારના ફાયદા માટે કોંગ્રેસ કલમ 370 હટાવવાનો વિરોધ કરી રહી છે. કોંગ્રેસે ક્યારેય લદ્દાખના વિકાસ પર ધ્યાન આપ્યું નથી. લદ્દાખની કોઈ પણ માગણીને કોંગ્રેસમાં નહેરુથી લઈને મનમોહન સિંહ સુધી કોઈએ પૂરી કરી નથી. પરંતુ હવે પીએમ મોદીના નેતૃત્વમાં લદ્દાખ પોતાની સંસ્કૃતિ અને ઓળખ ફરીથી મેળવશે. 

તેમણે કહ્યું કે કોંગ્રેસે દેશભક્તિ બતાવવી જોઈએ. છૂપાવવી જોઈએ નહીં. કોંગ્રેસ કાશ્મીર મામલાને UN લઈ જવાની વાત કરે છે, જ્યારે કાશ્મીર તો ભારતનો આંતરિક મામલો છે. કોંગ્રેસે દેશપ્રેમ બતાવવો જોઈએ. સંસદમાં દેશહિતના બિલો પર કોંગ્રેસે વિરોધ કરવો જોઈએ નહીં. 

જુઓ LIVE TV

ભાજપના સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલે કહ્યું કે અત્યાર સુધી  કાશ્મીરની સાથે રહેવાથી લદ્દાખને ખુબ નુકસાન થયું છે. કાશ્મીરના નેતાઓ રાજ્યના ફંડને શ્રીનગર લઈ જતા હતાં, અમારી સંસ્કૃતિ બિલકુલ અલગ છે. અમારા લોકોને પોતાનું નામ બદલવા માટે લદ્દાખથી શ્રીનગર જવું પડતું હતું. લદ્દાખની મહિલાઓ કાશ્મીરમાં પોલીસમાં તહેનાત છે પરંતુ કોઈ પણ કાશ્મીરી મહિલા લદ્દાખમાં પોલીસ દળમાં તહેનાત નથી. 70 વર્ષથી લદ્દાખ સાથે ભેદભાવ કરવામાં આવ્યો. 

જામયાંગ સેરિંગ નામગ્યાલે કહ્યું કે લદ્દાખમાં સ્થાનિક લોકોની જમીન કોઈને આપવામાં આવશે નહીં. જે લોકો અહીં રોકાણ કરશે તેઓ પણ જમીન લીઝ પર મેળવી શકશે. ઉદ્યોગ સ્થાપિત કરનારા લોકોએ અહીં સ્થાનિકોને રોજગારી આપવી જરૂરી બનશે. પીએમ મોદીના નેતૃત્વમાં હવે લદ્દાખનો સંપૂર્ણ વિકાસ થશે. લદ્દાખમાં આઈટી કંપનીઓ આવશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news