Election 2021: દક્ષિણમાં શાહે ચૂંટણી રણશિંગુ ફૂંક્યું, ભ્રષ્ટાચાર, રાજકીય હિંસા અને બીમારૂ ભૂમિ બની કેરલ
ચેન્નઈઃ દક્ષિણ ભારતના રાજ્યો કેરલ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેવામાં ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) તમિલનાડુના કન્યાકુમારીમાં આજે એક રોડ શો કર્યો. ત્યારબાદ તેઓ કેરલ પહોંચ્યા હતા. જ્યાં શાહ ત્રિવેન્દ્રમમાં આયોજીત એક ચૂંટણી સભા (Election Rally) માં સામેલ થયા હતા.
Trending Photos
ચેન્નઈઃ દક્ષિણ ભારતના રાજ્યો કેરલ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેવામાં ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) તમિલનાડુના કન્યાકુમારીમાં આજે એક રોડ શો કર્યો. ત્યારબાદ તેઓ કેરલ પહોંચ્યા હતા. જ્યાં શાહ ત્રિવેન્દ્રમમાં આયોજીત એક ચૂંટણી સભા (Election Rally) માં સામેલ થયા હતા.
અહીં તેમણે કહ્યુ કે, ભાજપના ચૂંટણી પ્રચારનો નારો હશે- મોદીની સાથે નવું કેરલ (New Kerala with Modi). શાહે તિરૂવનંતરપુરમમાં શ્રી રામકૃષ્ણ આશ્રમનો પણ પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન શાહે આશ્રમના સંતો સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ શાહ ત્રિવેન્દ્રમની રેલીમાં સામેલ થયા હતા. આ દરમિયાન મંચ પર મેટ્રો મેન શ્રીધરન સહિત કેરલ ભાજપના ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા.
તિરૂવનંતપુરમમાં ભાજપની કેરલ વિકાસ યાત્રા પર શાહે કહ્યુ કે, આજે અમે ચૂંટણી અભિયાનની શરૂઆત કરી રહ્યાં છીએ. આ ભગવાન પદ્મનાભની ભૂમિ છે. અહીં આવીને ખુશ છું. પરંતુ આ ભૂમિ હવે ભ્રષ્ટાચાર, રાજકીય હિંસાની ભૂમિ બની ગઈ છે.
ભાજપની કેરલ વિજય યાત્રાને સંબોધિત કરતા શાહે કહ્યુ કે, કેરલમાં અમારી વિજય યાત્રાએ લગભગ 950 કિલોમીટરની સફર પૂરી કરી છે. આ યાત્રામાં 65 રેલીઓ અને ઘણા પ્રોગ્રામ કરવામાં આવ્યા. આ યાત્રા દરમિયાન ઈ શ્રીધરન, હાઈકોર્ટના જજ અને અન્ય લોકો પાર્ટીમાં સામેલ થયાય
શાહે કહ્યુ કે, શ્રીધરનને દેશમાં પ્રથમ મેટ્રોના નિર્માણ માટે મેટ્રો મેન કહેવામાં આવે છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ કાર્ય કોંકણ રેલવે પ્રોજેક્ટ હતો જે એન્જિનિયરિંગ પ્રમાણે ખુબ સાહસિક કાર્ય હતું. તેમણે કહ્યું કે, ઉંમરમાં પણ ઈ શ્રીધરનને જોયા બાદ મને તેમને સલામ કરવાનું મન કરે છે.
અમિત શાહે આગળ કહ્યુ કે, કેરલ વિકાસ, પર્યટન, સાક્ષરતામાં સૌથી આગળ હતું. પરંતુ હવે એલડીએફ અને યૂડીએફની સાથે અહીં ભ્રષ્ટાચાર અને હિંસાની બોલબાલા છે. એલડીએફ અને યૂડીએફમાં ભ્રષ્ટાચારની સ્વસ્થ પ્રતિસ્પર્ધા છે. શાહે કહ્યુ કે, જ્યારે યૂડીએફ સત્તામાં આવે છે તો સૌર કૌભાંડ થાય છે. અને જ્યારે એલડીએફ સત્તામાં આવે છે તો ડોલર અને સોનાની તસ્કરી થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે