વધતો જતો ગરમીનો પારો, AMCએ તૈયાર કર્યો એક્શન પ્લાન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં ગરમીના વિવિધ તબક્કામાં કયા વિભાગ દ્વારા કેવી-કેવી કામગીરી કરવાની રહેશે તેના અંગે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ એક પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું અને રેડ એલર્ટની આગાહી સમયે વિવિધ વિભાગો માટે નક્કી કરાયેલી જવાબદારી દર્શાવાઈ હતી
Trending Photos
અર્પણ કાયદાવાલા/ અમદાવાદઃ અમદાવાદમાં સતત વધતી ગરમીને લઇને મ્યુનિસિપલ કોર્પોરેશને હેલ્થ વિભાગએ તમામ આગોતરી તૈયારી કરી લીધી છે. ગુરુવારે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ વિશેષ પ્રેઝન્ટેશન પણ રજૂ કરાયું હતું. જેમાં 46 ડીગ્રી એટલે કે રેડ એલર્ટની આગાહી સમયે શું કામગીરી કરવાની રહેશે તેની ચર્ચા કરવામાં આવી છે. હેલ્થ વિભાગની પ્રપોઝલને કમિશનરે મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત જરૂર પડ્યે એએમસીના વિવિધ વિભાગો જુદી-જુદી કામગીરી કરશે.
હજી તો ઉનાળાની શરૂઆત માત્ર થઇ છે ત્યાંજ ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધુ છે. હવામાન વિભાગ સમયાંતરે હીટવેવની આગાહી કરતુ રહે છે. અમદાવાદમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સેલ્સીયસે પહોંચી પણ ચૂક્યો છે. ત્યારે આગામી સમયમાં જો તાપમાન 46 ડીગ્રી એટલે કે રેડ એલર્ટની લીમીટે પહોંચે તો શું કાર્યવાહી કરવી તે માટે હેલ્થ વિભાગે વિશેષ તૈયારીઓ કરી લીધી છે.
જૂઓ કયો વિભાગ કઈ કામગીરી કરશે
હેલ્થ વિભાગ
- તમામ અર્બન સેન્ટરમાં ORS કોર્નર બનાવાશે.
- 108 એમ્બ્યુલન્સમાં આઈસ પેક ઉપલબ્ધ હોય તે સુનિશ્ચિત કરવું.
- સમાયાંતરને અખબારોમાં જાહેરાત તેમજ વીડિયો ક્લિપિંગ દ્વારા જાહેરાત કરવી.
- તમામ ઝોનમાં મહત્તમ સંખ્યામાં પાણીની પરબો ચાલુ થાય તે સુનિશ્ચિત કરવું.
- શહેરના તમામ કડીયા નાકા પર પાણીની પરબો ઊભી કરવી.
- એક સ્લમ વિસ્તારમાં કૂલરૂફ પ્રોગ્રામ અંતરગ્ત ચૂનો ચોપડવાની કાર્યવાહી કરવી.
- ખાનગી સાઈટ પર આઈઈસી એક્ટીવિટી અંતર્ગત ડિસ્પ્લેની વ્યવસ્થા કરવી.
- આઈઈસી એક્ટિવિટી અંતર્ગત જાહેર સ્થળોએ હોર્ડિંગ,/ બેનર્સ તેમજ સ્લમ વિસ્તારોમાં પત્રિકાઓનું વિતરણ કરવું.
અનોખો કિસ્સોઃ 14 પાલતુ પ્રાણી સાથે અમદાવાદ ફરવા આવી USની મહિલા
બગીચા વિભાગ
- બપોરના સમયે તમામ બગીચા ખુલ્લા રાખવા અને રાત્રે 11.00 કલાક સુધી બગીચા ખુલ્લા રાખવા.
- બગીચામાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવું.
હોસ્પિટલ વિભાગ
- તમામ હોસ્પિટલ્સમાં આઈસ પેક્સ ઉપલબ્ધ કરાવવા.
- હિટ સ્ટ્રોકના દર્દીઓ માટે તાત્કાલિક તપાસ થાય તેનું આયોજન કરવું.
- હોસ્પિટલમાં દર્દીઓનાં સગાઓને છાશનું વિતરણ કરવાનું સુનિશ્ચિત કરવું.
અલ્પેશ ઠાકોરનો લલકાર, કોંગ્રેસે આપણી સાથે વિશ્વાસઘાત કર્યો છે, તેને જવાબ આપવો છે
પરિવહન વિભાગ
- શહેરમાં AMTS/ BRTSના તમામ ડેપો/બસ સ્ટેન્ડ ખાતે ORS પેકેટનું વિતરણ કરવાની વ્યવસ્થા ગોઠવવી.
સફાઈ વિભાગ
- એએમસીના તમામ સફાઇ કર્મીઓની બપોરની શિફ્ટ બદલવામાં આવશે.
આ ઉપરાંત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય તમામ વિભાગોને પણ ગરમીને લઈને વિવિધ કામગીરી માટે તૈયાર રહેવા માટે જણાવાયું છે.
એએમસીના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડો. ભાવિન સોલંકીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, "AMC પોતાના દ્વારા વિવિધ સંસ્થાઓની મદદથી 550થી વધુ જાહેર સ્થળો પર પાણીની પરબની વ્યવસ્થા કરાઇ છે. AMCના 6 ઝોનમાં મોબાઇલ પાણીની પરબ પણ કાર્યરત કરી દેવાઇ છે. સાથે જ લાલ દરવાજા AMTS ટર્મિનલ ખાતે ORS પાવડરનું વિતરણ પણ શરૂ કરાયું છે. જે આગામી દિવસોમાં દરેક ડેપો પર શરૂ કરાશે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે