Farmers Protest Live Updates: સરકાર ઈચ્છે તો પણ કાયદો બનાવી શકે નહીં, જાણો આવું કેમ કહ્યું ભાજપના નેતાએ?

Farmer Protest Latest Updates: ખેડૂતોને રોકવા માટે કાંટાળા તાર અને કન્ટેઈનર પણ તૈયાર રખાયા છે. ખેડૂતોએ મંગળવારે સાંજે ફરીથી કહ્યું કે સવારે તેઓ ફરી દિલ્હીમાં ઘૂસવાની કોશિશ કરશે. જ્યારે કિસાનો પર પોલીસ કાર્યવાહીને લઈને વિપક્ષી દળોએ પણ સરકાર પર નિશાન સાંધ્યુ છે. 

Farmers Protest Live Updates: સરકાર ઈચ્છે તો પણ કાયદો બનાવી શકે નહીં, જાણો આવું કેમ કહ્યું ભાજપના નેતાએ?
LIVE Blog

Kisan Andolan Live Updates: પંજાબ અને હરિયાણાના ખેડૂતો પોતાની માંગણીઓને લઈને દિલ્હી કૂચની તૈયારીઓ કરી રહ્યા છે. ખેડૂતોની દિલ્હી ચલો કૂચને પંજાબ અને હરિયાણાની શંભુ બોર્ડર પર રોકવામાં આવી છે. ખેડૂતોને રોકવા અને તેમને વેર વિખેર કરવા માટે મંગળવારે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. ટીકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર ઉપર પણ ભારે સંખ્યામાં પોલીસફોર્સ તૈનાત છે. આ સરહદો પર સીમેન્ટ અને લોઢાની બેરિકેડિંગ કરાઈ છે. આ ઉપરાંત ખેડૂતોને રોકવા માટે કાંટાળા તાર અને કન્ટેઈનર પણ તૈયાર રખાયા છે. ખેડૂતોએ મંગળવારે સાંજે ફરીથી કહ્યું કે સવારે તેઓ ફરી દિલ્હીમાં ઘૂસવાની કોશિશ કરશે. જ્યારે કિસાનો પર પોલીસ કાર્યવાહીને લઈને વિપક્ષી દળોએ પણ સરકાર પર નિશાન સાંધ્યુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

14 February 2024
16:42 PM

2 DSP સહિત 26 જેટલા પોલીસકર્મી ઘાયલ
હરિયાણાના ડીજીપી શત્રુજીત કપૂરે કહ્યું કે ગઈ કાલે પથ્થરમારામાં બે ડીએસપી સહિત 26 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા. કેટલાક ખેડૂતો પણ ઈજાગ્રસ્ત થયા. હું બધને કાયદો અને વ્યવસ્થાને અનુસરવાની અપીલ કરું છું. અંબાલા-ચંડીગઢ રૂટ મુખ્યત્વે અસર પામ્યો છે. 

15:31 PM

Kisan Andolan Live News: કેન્દ્ર સરકાર આજે ખેડૂતો સાથે બેઠક કરી શકે છે, પંજાબમાં જામ થશે રેલવે

સૂત્રોનું માનીએ તો આજે એટલે કે બુધવારે સાંજે કેન્દ્ર સાથે ખેડૂતોની બેઠક થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકારના મંત્રીઓ ચંદીગઢ આવીને ખેડૂતો સાથે ફરીથી બેઠક કરી શકે છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ખેડૂતોને બેઠક માટે પ્રસ્તાવ મોકલી શકે છે. શંભુ બોર્ડર પર હજુ પણ ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા છે. લોકોને હાલ આગળ ન વધવા અપીલ કરવામાં આવી રહી છે. ખેડૂતો આજે સાંજે 5 વાગ્યા સુધી કેન્દ્ર તરફથી બેઠકના આમંત્રણની રાહ જોશે.

ખેડૂતોના આંદોલન વચ્ચે પંજાબના સૌથી મોટા ખેડૂત સંગઠન ભારતીય કિસાન યુનિયને મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે આવતીકાલે એટલે કે 15 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી સમગ્ર પંજાબમાં રેલવે ટ્રેક જામ કરવામાં આવશે. ભારતીય કિસાન સંઘે આ નિર્ણય દિલ્હી જતા ખેડૂતોને રોકવા, તેમના પર ટીયર ગેસ છોડવા અને લાઠીચાર્જ કરવાના વિરોધમાં લીધો છે. ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ જોગેન્દ્ર સિંહ ઉગ્રહાને આ જાહેરાત કરી છે. જો કે, ભારતીય કિસાન યુનિયન ખેડૂતોની દિલ્હી સુધીની કૂચનો ભાગ નથી.

ખેડૂતોના વિરોધને લઈને પોલીસ અને સુરક્ષા એજન્સીઓ કડક બની છે. આ વખતે વહીવટીતંત્રે હરિયાણા અને દિલ્હીમાં ખેડૂતોને કોઈપણ માર્ગ પર વિરોધ પ્રદર્શન કરવાની સત્તાવાર પરવાનગી આપી નથી. જ્યારે ગત વખતે પસંદગીના માર્ગો પર પ્રદર્શનની મંજૂરી આપવામાં આવી હતી અને ખેડૂત સંગઠનોએ તેનું ઉલ્લંઘન કર્યું હતું. ખેડૂત વિરોધીઓને કાયદો અને વ્યવસ્થા સંબંધિત તમામ પાસાઓ વિશે પહેલાથી જ જાણ કરવામાં આવી છે. આમ છતાં જો અલગ-અલગ વિરોધ કરી રહેલા લોકો પરવાનગી વગર રૂટ પર આવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

15:27 PM

Farmer Protest Latest News : રાહુલ ગાંધીએ કહ્યું- હું તમારી સાથે ઉભો છું, ઈજાગ્રસ્ત ખેડૂતો સાથે કરી વાત

દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતો સામે હરિયાણા પોલીસની કાર્યવાહી ચાલુ છે. આ દરમિયાન કેટલાક ખેડૂતો ઘાયલ થયાના સમાચાર પણ સામે આવ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે આ ઘાયલ ખેડૂતો સાથે ફોન પર વાત કરી હતી. ખેડૂતોના આંદોલનમાં ભાગ લેતી વખતે ઘાયલ થયેલા પૂર્વ સૈનિક ગુરમીત સિંહ સાથે વાત કરતા રાહુલે તેમની હાલત વિશે પૂછ્યું.

 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખેડૂત ગુરમીતને પૂછ્યું કે તેમને ક્યાં ઈજા થઈ છે અને હવે તેમની હાલત કેવી છે. તેના પર ગુરમીતે કહ્યું કે તેના બંને હાથ પર, તેની આંખોના પોપચા પર અને બગલમાં પોલીસકર્મીઓની ગોળીઓના છરા હતા. આ પછી રાહુલે પૂછ્યું કે કુલ કેટલા ખેડૂતો ઘાયલ થયા છે. તેના પર ગુરમીતે કહ્યું કે અત્યાર સુધીમાં 100થી વધુ ખેડૂતો ઘાયલ થયા છે, જેમાંથી 3-4ની હાલત ગંભીર છે. એક ખેડૂતે પોતાની બંને આંખો ગુમાવી છે.

તમે પહેલા પણ દેશ માટે લડ્યા છો અને હજુ પણ દેશ માટે લડી રહ્યા છો

પોતાની દુર્દશા જણાવતા ખેડૂત ગુરમીતે રાહુલ ગાંધીને કહ્યું, 'હું 17 વર્ષ સુધી સેનામાં રહ્યો. પરંતુ હજુ પણ મને એ સમજાતું નથી કે વિરોધીઓને સીધો માર ક્યાં પડે છે. જમ્મુ-કાશ્મીરમાં પણ આવું થતું નથી. વિરોધીઓના પગ પર ગોળીઓ ચલાવવામાં આવે છે. દિલ્હી માર્ચમાં વિરોધ કરનારાઓ આતંકવાદી નથી. તે દેશનો ખેડૂત છે. તેના પર રાહુલે ખેડૂત ગુરમીતને કહ્યું કે તમે પહેલા પણ દેશ માટે લડ્યા છો અને હજુ પણ દેશ માટે લડી રહ્યા છો. અમે તમારી સાથે છીએ.

15:24 PM

Farmer Protest Live Updates: ખેડૂતો પર છોડાઈ રહ્યાં છે સતત ટીયર ગેસના શેલ 

પંજાબ અને હરિયાણાના ખેડૂતો તેમની માંગણીઓ સાથે દિલ્હી સુધી કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. પંજાબ અને હરિયાણાની શંભુ બોર્ડર પર ખેડૂતોની 'દિલ્હી ચલો' કૂચ રોકી દેવામાં આવી છે. મંગળવારે પોલીસ દ્વારા ખેડૂતોને રોકવા અને વિખેરવા માટે ટીયર ગેસ છોડવામાં આવ્યો હતો. સિંઘુ બોર્ડર, ટિકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત છે. આ સરહદો પર સિમેન્ટ અને લોખંડનું બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખેડૂતોને રોકવા માટે કાંટાળા તાર અને કન્ટેનર પણ મુકવામાં આવ્યા છે. ખેડૂતોએ મંગળવારે સાંજે ફરી કહ્યું કે તેઓ સવારે ફરી દિલ્હીમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે. આ સાથે જ વિપક્ષી પાર્ટીઓએ ખેડૂતો પર પોલીસ કાર્યવાહીને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે.

મંગળવારે, વિરોધ કરી રહેલા ખેડૂતોએ શંભુ બોર્ડર પર બેરિકેડ્સ તોડવાનો પ્રયાસ કર્યો અને હરિયાણા પોલીસ કર્મચારીઓ પર પણ પથ્થરમારો કર્યો, જેના જવાબમાં પોલીસે પાણીની વોટર કેનન અને અશ્રું ગેસનો ઉપયોગ કરીને પરિસ્થિતિને નિયંત્રિત કરી. હરિયાણા પોલીસના પ્રવક્તાએ કહ્યું કે, પ્રદર્શનની આડમાં અશાંતિ ફેલાવવાની પરવાનગી આપવામાં આવશે નહીં. ખેડૂતોએ દિલ્હી જવું હોય તો બસ કે ટ્રેન કે પગપાળા જવું જોઈએ, અમે તેમને ટ્રેક્ટરથી દિલ્હી નહીં જવા દઈએ.

હરિયાણાની શંભુ બોર્ડર પર સ્થિતિ વણસી રહી છે. એક તરફ સૈનિકો ઉભા છે અને બીજી બાજુ ખેડૂતો ઉભા છે. ખેડૂતો આગળ વધવાનો પ્રયાસ કરે છે કે તરત જ પોલીસ અને અર્ધલશ્કરી દળો દ્વારા ટીયર ગેસના શેલ છોડવામાં આવે છે.

13:39 PM

Farmer Protest Live Updates: ભાજપ નેતા સુધાંશુ ત્રિવેદીનું નિવેદન
ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે સરકાર પૂરી સંવેદનશીલતા અને સતર્કતા સાથે ખેડૂતોના મુદ્દે કામ કરી રહી છે. તેમની મોટાભાગની માંગણીઓ સ્વીકારી લેવાઈ છે અને આગળ પણ સરકાર સંવેદનશીલતા સાથે કામ કરશે. હાલ કાનૂનની માંગણી ટેક્નિકલ દ્રષ્ટિએ થોડી વિચિત્ર છે. હવે ચૂંટણીનું નોટિફિકેશન જાહેર થશે તો સરકાર ઈચ્છે તો પણ કાયદો બનાવી શકે નહીં. 

11:19 AM

Farmer Protest Latest News: 15 ફેબ્રુઆરી સુધી હરિયાણાના 7 જિલ્લામાં નેટ બંધ
ખેડૂતોના આંદોલનના પગલે હરિયાણાના સાત જિલ્લાઓમાં 15મી ફેબ્રુઆરી મધરાત સુધી ઈન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવશે. અત્રે જણાવવાનું કે અગાઉ 11 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી મધરાત સુધી ઈન્ટરનેટ સેવા બંધ રાખવાની જાહેરાત થઈ હતી. આ સાત જિલ્લાઓમાં અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જિંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસા સામેલ છે. 

11:16 AM

Farmer Protest Latest News: શંભુ બોર્ડર પર ફરી છોડાયો ટીયર ગેસ
શંભુ બોર્ડર પર ખેડૂતો બેરિકેડિંગ પાસે પહોંચ્યા તો પોલીસ તરફથી ફરીથી ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. પોલીસ તરફથી ચેતવણી પણ અપાઈ છે કે તેઓ બેરિકેડ પાસે ન આવે. 

08:06 AM

Farmer Protest Live Updates: ટિકરી બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા
દિલ્હીમાં ઘૂસવાની કોશિશ કરી રહેલા ખેડૂતોને રોકવા માટે ટિકરી બોર્ડર પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. 

07:55 AM

Farmer Protest Live Updates: ખેડૂતોના પ્રદર્શન પર હાઈકોર્ટનો હસ્તક્ષેપ
આ મામલે પંજાબ હરિયાણા હાઈકોર્ટે પણ હસ્તક્ષેપ કર્યો છે. કોર્ટે કહ્યું કે કાયદો વ્યવસ્થા જાળવવામાં આવે. બળ પ્રયોગ એ અંતિમ ઉપાય હોય. હાઈકોર્ટે કહ્યું કે કાયદો વ્યવસ્થા જાળવી રાખવી. તમામ મુદ્દાઓનો સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલ કાઢવામાં આવે. તમામ પક્ષોએ બેસીને આ મામલે સમાધાન કાઢવું જોઈએ. 

07:55 AM

Farmer Protest Latest News: રાહુલ ગાંધીની ગેરંટી
ખેડૂતોના પ્રદર્શન પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ખેડૂત ભાઈઓ, આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. કોંગ્રેસે દરેક ખેડૂતને પાક પર સ્વામીનાથન કમિશન મુજબ MSP ની કાનૂની ગેરંટી આપવાનો નિર્ણય કર્યો છે. આ પગલું 15 કરોડ ખેડૂત પરિવારોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરીને તેમનું જીવન બદલી નાખશે. ન્યાયના પથ પર કોંગ્રેસની આ પ્રથમ ગેરંટી છે. 

Trending news