પીએમ મોદીની છાતી 56ની નહીં પરંતુ 156 ઈંચની છે: રામવિલાસ પાસવાન

બિહારના પાટનગર પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આજે એનડીએની સંકલ્પ રેલી યોજાઈ. એનડીએની સંકલ્પ રેલીમાં 10 વર્ષ બાદ પીએમ મોદી અને સીએમ નીતિશકુમાર એક મંચ પર જોવા મળ્યાં. આ મંચ પર એલજેપી પ્રમુખ રામ વિલાસ પાસવાન પણ હાજર હતાં.

પીએમ મોદીની છાતી 56ની નહીં પરંતુ 156 ઈંચની છે: રામવિલાસ પાસવાન

પટણા: બિહારના પાટનગર પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આજે એનડીએની સંકલ્પ રેલી યોજાઈ. એનડીએની સંકલ્પ રેલીમાં 10 વર્ષ બાદ પીએમ મોદી અને સીએમ નીતિશકુમાર એક મંચ પર જોવા મળ્યાં. આ મંચ પર એલજેપી પ્રમુખ રામ વિલાસ પાસવાન પણ હાજર હતાં. સંકલ્પ રેલીમાં સંબોધન દરમિયાન રામ વિલાસ પાસવાને પીએમ મોદીના કામોના ખુબ વખાણ કર્યાં. આતંકીઓ અને આતંક વિરુદ્ધ ઉઠાવેલા પગલાને લઈને તેમણે કહ્યું કે 'પીએમ મોદીની છાતી 56ની નહીં પરંતુ 156 ઈંચની' છે. એ વાતને સાબિત કરી દીધી છે. 

સંકલ્પ રેલીમાં એલજેપી પ્રમખ રામ વિલાસ પાસવાને પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે  "તેમણે 5 વર્ષમાં દેશને જે રીતે વિકાસનો રસ્તો દેખાડ્યો છે તે અદભૂત છે. તેમણે મોદી સરકારના વિકાસ કાર્યોની ગણતરી કરાવતા કહ્યું કે સરકારે ગરીબોને જે રીતે ઘર, ગેસ કનેક્શન, વીજળી વ્યવસ્થા આપી છે તે સરળ કામ નથી." 

આ બાજુ પાસવાને નીતિશકુમારનો પણ આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે "નીતિશકુમારે પોતાના કાર્યોથી બિહારને સતત આગળ ધપાવવાનું કામ કર્યું છે." તેમણે મોદી સરકારની આયુષ્યમાન યોજનાનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે તે ગરીબો માટે સૌથી મોટી કામગીરી છે. 

રામવિલાસ પાસવાને દલિત અનામત અને સવર્ણ અનામતનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે વિપક્ષ સતત તેનો વિરોધ કરતા રહ્યાં પરંતુ પીએમ મોદીએ સવર્ણોને અનામત આપવાનું કામ કર્યું છે જ્યારે વિપક્ષ સતત તેના પર રાજકારણ રમતા રહ્યાં. 

તેમણે કહ્યું કે "કુંભમાં સ્નાન કરવા ગયા હતાં ત્યારે તેમણે કુંભમાં સ્નાન કર્યા બાદ પહેલા મંદિરમાં ન ગયા પરંતુ સફાઈ કર્મચારીઓના પગ ધોવાનું કામ કર્યું. આ કામ જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા હતાં. તેમણે તે વર્ગને એવું સન્માન આપ્યું છે જે કોઈએ આપ્યું નથી." 

રામવિલાસ પાસવાને સીએમ નીતિશકુમારના કામોના પણ ખુબ જ વખાણ કર્યાં. તેમણે કહ્યું કે નીતિશકુમારે જેવા મુખ્યમંત્રી બિહારના વિકાસમાં સતત કામ કરી રહ્યાં છે. નીતિશકુમારે દરેક રસ્તાઓને પટણા સાથે જોડવાનું વચન આપ્યું હતું. જેને પૂરું કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news