Coronavirus: ચોંકાવનારી વાત આવી સામે, લાંબા સમય સુધી માસ્ક પહેરવાનું જોખમી
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ની સામે માસ્ક તે હથિયાર છે જે તમારી પાસે હોય તો સંક્રમણનો ખતરો ઘણો ઓછો થઈ જાય છે. એટલા માટે હવે ફેસ માસ્કને ભારતમાં જ અનિવાર્ય કરવામાં આવ્યું છે. જો તમે ઘરથી બહાર નીકળો છો તો જરૂરી છે કે, તમારે ફેસ માસ્ક લગાવીને જ ઘરની બહાર નીકળું જોઇએ. પરંતુ હવે ફેસ માસ્કને લઇને એક નવી વાત સામે આવી છે.
સોશિયલ મીડિયા પર પણ સતત આ પ્રકારની પોસ્ટ શેર કરવામાં આવી રહી છે કે, લાંબા સમય સુધી માસ્ક પહેરવાના કારણે શરીરમાં ઓક્સીજનની અછત ઉભી થયા છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ બ્લડમાં વધી જાય છે. પરંતુ શું ખરેખરમાં માસ્કના વધારે ઉપયોગથી શરીરમાં ઓક્સીજનની અછત થઇ શકે છે કે, પછી આ પ્રકારની પોસ્ટ માત્ર લોકોને ડરાવવા માટે સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે.
તેના પર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાનું કહેવું છે કે, ઘણા કેસમાં લાંબા સમય સુધી માસ્કનો ઉપયોગ ખતરનાક સાબીત થઈ શકે છે. સ્વાસ્થ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર કાર્બન ડાયોક્સાઇડનું હાઈ લેવલનો શ્વાસ જીવલેણ સાબીત થઈ શકે છે. કાર્બન ડાયોક્સાઇડમાં રહેલા હાઈપરકેનિયાના કારણે માથાનો દુખાવો, ચક્કર, જોવામાં મુશ્કેલી પડવી, ફોકસ કરવામાં તકલીફ પડવી, કાનમાં અવાજ આવવો અને આંચકી જેવી સમસ્યા આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે