પૂણે અને થાણે 10 દિવસ માટે Lockdown, નાંદેડમાં કર્ફ્યૂં, જાણો શું ખુલશે, શું બંધ રહેશે

અત્રે ઉલ્લેખનીય છે કે પુણેમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. પુણેમાં કોવિડ 19 સંક્રમણનો આંકડો વધીને 28 હજાર પર પહોંચી ચુક્યો છે. જ્યારે 872 લોકોનાં મોત નિપજ્યાં છે.

પૂણે અને થાણે 10 દિવસ માટે Lockdown, નાંદેડમાં કર્ફ્યૂં, જાણો શું ખુલશે, શું બંધ રહેશે

મુંબઇ : કોરોના વાયરસનાં સતત વધી રહેલા પ્રકોપ વચ્ચે પુણેમાં એકવાર ફરીથી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ચુકી છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે પૂણેમાં 13 જુલાઇથી 23 જુલાઇ સુધી લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન જરૂરી સામાન છોડીને અન્ય તમામ ગતિવિધિઓ પર સંપુર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પૂણે શહેરી અને ગ્રામીણ વિસ્તારોનાં પિપરી અને ચિંચવાડા વિસ્તારમાં લોકડાઉનના નિયમો લાગુ પડશે.

પૂણે તંત્રના અનુસાર આ દરમિયાન તમામ પ્રકારના પ્રાઇવેટ અને સરકારી ઓફીસો બંધ રહેશે. જીવન જરૂરી વસ્તુઓ સિવાય માર્કેટ અને અવર જવર પર પણ પ્રતિબંધ રહેશે. લોકડાઉન દરમિયાન માત્ર મેડિકલ સ્ટોર્સ, હોસ્પિટલ, ડેરી પ્રોડક્ટ, શાકભાજીની દુકાનો સિવાયની અન્ય તમામ દુકાનો પણ બંધ રહેશે. 

જિલ્લાધિકારી નવલ કિશોર રામે કહ્યું કે આ વાયરસની ચેનને તોડવા માટે લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઠાણેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઠાણે નગર નિગમના ઇન્ચાર્જ કમિશ્નર ગણેશ દેશમુખે શહેરમાં 19 જુલાઇ સુધી વધારવાનો આદેશ જાહેર કર્યો છે. શહેરમાં બે જુલાઇના રોજ દસ દિવસ માટે પૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જેના હેઠળ મોટાભાગની દુકાનો બંધ છે તથા જરૂરી વસ્તુઓ ઘરે જ પહોંચી જશે.

તમને જણાવી દઇએ કે ગુરૂવારે થાણેમાં કોવિડના કુલ 12,053 કેસ જ્યારે જિલ્લામાં 48,856 કેસ થઇ ગયા છે. બીજી તરફ નાંદેડ જિલ્લામાં 12 જુલાઇથી 20 જુલાઇ સુધી લાગૂ રહેશે. જિલ્લા વહિવટીતંત્રના દિશાનિર્દેશોના અનુસાર કર્ફ્યૂ દરમિયાન દવાની દુકાનો અને સરકારી કાર્યાલય સામાન્ય રેતે ખુલ્લા રહેશે જ્યારે રાશનની દુકાનો, શાકભાજીની દુકાનો, દૂધની દુકાનો અને રસોઇ ગેસની દુકાનો નિર્ધારિત સમય માટે ખુલ્લી રહેશે. જિલ્લામાં શુક્રવારે સવારે સુધી કોરોનાના કુલ 558 કેસ થઇ ગયા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે પુણેમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. પુણેમાં કોવિડ 19 સંક્રમણનો આંકડો વધીને 28 હજાર પર પહોંચી ચુક્યો છે. જ્યારે 872 લોકોનાં મોત નિપજ્યાં છે. જો કે રાહતની વાત છે કે, અત્યાર સુધી કોરોનાથી કુલ 13 હજાર લોકો રિકવર પણ થઇ ચુક્યા છે. જો મહારાષ્ટ્રનીવાત કરીએ તો માત્ર આ રાજ્યમાં જ કોરોનાના સવા બે લાખથી વધારે કેસ છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા પણ ખુબ જ ઝડપથી વધી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news