વિકાસ દુબે એન્કાઉન્ટર: અંતિમ સંસ્કાર પહેલા કોઇ બોડી લેવા નહોતું તૈયાર, પોલીસે બનેવીને મનાવ્યા
પોલીસ ઘર્ષણમાં ઠાર મરાયેલા અપરાધી વિકાસ દુબેનું શુક્રવારે કાનપુરનગરનાં ભૈરવ ઘાટ વિદ્યુત શબદાહ ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. લાંબો સમય થયા છતા જ્યારે કોઇ વિકાસનું બોડી લેવા નહી આવતા આખરે પોલીસે તેના બનેવીને ગુપ્ત રીતે લાવી હતી,જે એમ્બ્યુલન્સની સાથે જ ભૈરવ ઘાટ પહોંચ્યો હતો.
Trending Photos
કાનપુર : પોલીસ ઘર્ષણમાં ઠાર મરાયેલા અપરાધી વિકાસ દુબેનું શુક્રવારે કાનપુરનગરનાં ભૈરવ ઘાટ વિદ્યુત શબદાહ ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. લાંબો સમય થયા છતા જ્યારે કોઇ વિકાસનું બોડી લેવા નહી આવતા આખરે પોલીસે તેના બનેવીને ગુપ્ત રીતે લાવી હતી,જે એમ્બ્યુલન્સની સાથે જ ભૈરવ ઘાટ પહોંચ્યો હતો.
ભૈરવ ઘાટ પર અનેક મહિલાઓ પણ આવી હતી. પોલીસે વિકાસની પત્ની અને પુત્રને પણ લઇને આવી હતી. વિકાસના માં પહેલા પોસ્ટમોર્ટમ કેન્દ્ર પર આવવાનો ઇન્કાર કરી દીધો હતો જો કે, અંતિમ સંસ્કાર સમયે હાજર રહ્યા હતા. જો કે પરિવારનાં અન્ય કોઇ સભ્યએ નિવેદન આપવાનું ટાળ્યું હતું. તમામ લોકોના ચહેરાઓ ઢંકાયેલા હતા. વિકાસનો અંતિમ સંસ્કાર ખુબ જ ટુંકમાં પતાવી દેવાયો હતો અને એટલે જ વિદ્યુત શબગૃહની પસંદગી કરવામાં આવી હતી. વિકાસને અંતિમ દાહ તેના બનેવીએ આપી હતી જે ચોબેપુરના શિવાલી ગામનો રહેવાસી છે. વિકાસનાં પુત્રએ મુખાગ્ની નહોતી આપી. પોલીસે પણ આ અંગે કોઇ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાનપુરમાં આઠ પોલીસ કર્મચારીઓની હત્યાનો મુખ્ય આરોપી વિકાસ દુબેને મધ્યપ્રદેશનાં ઉજ્જૈનથી કાનપુર લઇને આવી રહેલી યુપી પોલીસની એસટીએફ ટીમ શહેરથી લગભગ 18 કિલોમીટર દુર બારા પોલીસ સર્કલમાં ભૌતી પાસે ઠાર મરાયો હતો. વિકાસ માર્ગ દુર્ઘટનાનો ફાયદો ઉઠાવીને પોલીસની પિસ્ટલ છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
કાનપુર ગ્રામીણ એસપી બ્રજેશ કુમાર શ્રીવાસ્તવે કહ્યું કે, વિકાસ દુબેનું શબ પોસ્ટમોર્ટમ બાદ કાયદાકીય રીતે પરિવારને સોંપી દેવાયું છે. જો કે તેમાં ગ્રામીણ અને પરિવારજનોને પોસ્ટમોર્ટમ સમયે હાજર રહેવા માટે બોલાવાયા હતા. જો કે કોઇ આવ્યું નહોતું. તેનું કારણ હતું કે લોકો વિકાસથી ડરતા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે