LOCKDOWN : સૈનિકો માટે ચલાવાશે સ્પેશ્યલ ટ્રેન, આ કારણે રેલવે કરશે ખાસ વ્યવસ્થા

સમગ્ર દેશણાં લોકડાઉનનાં (Lockdown) કારણે ટ્રેનનું સંચાલન સંપુર્ણ રીતે બંધ છે. આ તરફ સેના સંવેદનશીલ ઉત્તરી અને પૂર્વી સીમાઓ પર રહેલા સૈનિકોને મોકલવા માટે સ્પેશ્યલ મિલેટ્રી ટ્રેન ચલાવી રહી છે. આ ટ્રેનમાં તે સૈનિકોને પોતાની ડ્યુટી ખાતે મોકલવામાં આવશે જે ટ્રેનિંગ પર હતા અથવા અન્ય સ્થળોએ ફરજ પર હતા. બે સ્પેશ્યલ મિલેટ્રી ટ્રેન દક્ષિણ ભારતથી જમ્મુ અને ગુવાહાટી માટે જશે.
LOCKDOWN : સૈનિકો માટે ચલાવાશે સ્પેશ્યલ ટ્રેન, આ કારણે રેલવે કરશે ખાસ વ્યવસ્થા

નવી દિલ્હી : સમગ્ર દેશણાં લોકડાઉનનાં (Lockdown) કારણે ટ્રેનનું સંચાલન સંપુર્ણ રીતે બંધ છે. આ તરફ સેના સંવેદનશીલ ઉત્તરી અને પૂર્વી સીમાઓ પર રહેલા સૈનિકોને મોકલવા માટે સ્પેશ્યલ મિલેટ્રી ટ્રેન ચલાવી રહી છે. આ ટ્રેનમાં તે સૈનિકોને પોતાની ડ્યુટી ખાતે મોકલવામાં આવશે જે ટ્રેનિંગ પર હતા અથવા અન્ય સ્થળોએ ફરજ પર હતા. બે સ્પેશ્યલ મિલેટ્રી ટ્રેન દક્ષિણ ભારતથી જમ્મુ અને ગુવાહાટી માટે જશે.

પહેલી ટ્રેન બેંગ્લુરૂથી બેલગામ, સિકંદરાબાદ, ગોપાલપુર, હાવડાથી થઇને 18 એપ્રીલે ગુવાહાટી ખાતે પહોંચશે. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, તેના કારણે બેંગ્લુરૂ, બેલગામ, સિકંદરાબાદ અને ગોપાલપુરમાં ટ્રેનિંગ ઇંસ્ટીટ્યુટ ખાટે લોકો ઓછા હશે. આ તમામ સ્થળો પર નિયમિત રીતે સૈનિકોની ટ્રેનિંગ થતી રહે છે, જો કે જેમની ટ્રેનિંગ પુર્ણ થઇ ચુકી છે તેઓ પણ લોકડાઉનનાં કારણે ઇંસ્ટીટ્યુમાં ફસાઇ ગયા છે.

આ ઉપરાંત પાકિસ્તાન અને ચીન પર રહેલી સીમા પર ઉનાળાને કારણે નવેસરથી વધારે સૈનિકોને ફરજ પર મોકલવા જરૂરી છે. આ ટ્રેનમાં માત્ર એ સૈનિકે જ સ્થાન મળશે જેને ઉત્તર અથવા પૂર્વ સીમા પર રહેવા માટેનો આદેશ મળી ચુક્યો છે. સાથે જ આ તમામ સૈનિકોને પોતાના ક્વોરન્ટીનની અવધિ પુર્ણ કર્યા બાદ યાત્રાની તક મળશે. સેના રેલવેની સાથે મળનારા અઠવાડીયામાં કંઇક અને મિલિટ્રી સ્પેશ્યલ ટ્રેન ચલાવવાની તૈયારી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news