ટિકિટ ન કપાય તો રાજકોટ બેઠકથી રૂપાલાને હરાવવા માટે ક્ષત્રિય સમાજ ખેલી શકે છે આ મોટો દાંવ!

Parshottam Rupala: ક્ષત્રિય સમાજ જે રીતે બાંયો ચડાવીને તેમની સામે પડ્યો છે તે જોતા વિવાદ પણ હવે વકરી રહ્યો છે. આ બધા વચ્ચે ક્ષત્રિય સમાજે હવે આ મુદ્દે જોરદાર તૈયારીઓ પણ કરવા માંડી છે. રૂપાલાની ઉમેદવારી રદ કરાવવાની મક્કમ માંગણી કરી રહ્યા છે. પરંતુ જો રૂપાલાની ટિકિટ ન કપાય તો તેની સામે હવે ક્ષત્રિય સમાજની મહિલાઓની ચૂંટણી લડાવવાની તૈયારીઓ પણ છે.

ટિકિટ ન કપાય તો રાજકોટ બેઠકથી રૂપાલાને હરાવવા માટે ક્ષત્રિય સમાજ ખેલી શકે છે આ મોટો દાંવ!

રાજકોટ બેઠકથી ચૂંટણીના મેદાનમાં ઉતરેલા ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની મુસીબતો દિન પ્રતિદિન વધી રહી છે. ક્ષત્રિય સમાજ જે રીતે બાંયો ચડાવીને તેમની સામે પડ્યો છે તે જોતા વિવાદ પણ હવે વકરી રહ્યો છે. આ બધા વચ્ચે ક્ષત્રિય સમાજે હવે આ મુદ્દે જોરદાર તૈયારીઓ પણ કરવા માંડી છે. રૂપાલાની ઉમેદવારી રદ કરાવવાની મક્કમ માંગણી કરી રહ્યા છે. પરંતુ જો રૂપાલાની ટિકિટ ન કપાય તો તેની સામે હવે ક્ષત્રિય સમાજની મહિલાઓની ચૂંટણી લડાવવાની તૈયારીઓ પણ છે. જેના ભાગ રૂપે નામાંકન દાખલ કરવાના પહેલા જ દિવસે ક્ષત્રિય સમાજની મહિલાઓએ 100થી વધુ જેટલા ઉમેદવારી ફોર્મ લીધા છે. 

મહિલાઓ લડશે ચૂંટણી?
આ જોતા એવું લાગી રહ્યું છે કે રૂપાલાને ભાજપ બાજૂમાં ન મૂકે તો મહિલાઓ ચૂંટણીના મેદાનમાં ઉતરશે. મળતી માહિતી મુજબ ક્ષત્રિય સમાજની 400થી વધુ મહિલાઓ વિરોધ પ્રદર્શિત કરવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે છે. જો આવી સ્થિતિ બને તો એવું પણ શક્ય બને કે રાજકોટમાં બેલેટ પેપરથી ચૂંટણી કરાવવામાં આવે. રિપોર્ટ મુજબ ઉમેદવારોની સંખ્યા જો 385 થાય તો ચૂંટણી ઈવીએમ મશીનથી થશે નહીં પરંતુ  બેલેટ પેપરથી કરાવવી પડે. કલેક્ટ્રેટમાં નામાંકન ફોર્મ લેનારી મહિલાઓએ કહ્યું કે તેમનો વિરોધ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે જે ટિપ્પણી કરી તેની સામે છે. આવામાં તેમની માંગણી છે કે રૂપાલા ઉમેદવારીમાંથી હટી જાય. ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા 16 એપ્રિલે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે. 

No description available.

મહાસંમેલન
રૂપાલાની ઉમેદવારીના વિરોધમાં ક્ષત્રિય સમાજે 14મી એપ્રિલે મહાસંમેલન પણ બોલાવેલું છે. જેને ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન નામ અપાયું છે. આ સંમેલનમાં તમામ ક્ષત્રિયોને હાજર રહેવાની અપીલ કરાઈ છે. રાજપૂત સંકલન સમિતિના પ્રમુખ કરણ સિંહ ચાવડાના જણાવ્યાં મુજબ જો ભાજપ તરફથી રાજકોટમાં રૂપાલાની ઉમેદવારી યથાવત રહેશે તો અમે ગુજરાતની તમામ 26 બેઠકો પર ઓપરેશન રૂપાલા ચલાવીશું. ચાવડાએ પરશોત્તમ રૂપાલાના એ નિવેદન ઉપર પણ વિરોધ જતાવ્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે હવાએ ઉસ ચિરાગ કા ક્યાં બિગાડેગી જેસકી હિફાઝત ખુદા કરે. ચાવડાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે રૂપાલા શેર શાયરી બોલવાનું બંધ કરે. 

No description available.

મોટો દાવ ખેલવાની તૈયારીમાં
બીજી બાજુ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ રાજકોટ બેઠક પરથી તેમના કદાવર નેતા પરેશ ધાનાણીને ઉતારે તેવી શક્યતા છે. પરંતુ આ બધા વચ્ચે ક્ષત્રિય સમાજ તરફથી મહિલાઓને ચૂંટણીના મેદાનમાં ઉતારવાની વાતોએ રાજકીય ખળભળાટ મચાવ્યો છે. પહેલા 100 મહિલાઓ અને પછી 400 મહિલાઓ...100 મહિલાઓનો પ્લાન તૈયાર કરવા પાછળનો હેતુ એ હતો કે આવી સ્થિતિ ઊભી થાય તો ચૂંટણી પંચે ચાર ઈવીએમ મૂકવા પડે. ઉમેદવારોની પસંદગીમાં સમય જતા મતદાન પણ ઓછું થાય તેવી શક્યતા રહે. ઉમેદવારો વધવાની સ્થિતિમાં બેલેટથી ચૂંટણીની કોશિશ અંગેની ચર્ચા પણ હવે તો છેડાઈ છે. ક્ષત્રિય મહિલાઓનું એવું કહેવું છે કે રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ જેથી કરીને ઉમેદવારી નોંધાવવાની સ્થિતિ ઊભી ન થાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news