PM મોદીએ નીતિશકુમાર માટે NDA નો 'દરવાજો' કેમ ખોલ્યો? આ એક ઉદાહરણમાં છૂપાયેલો છે જવાબ
ગઠબંધન બદલવાની આદતથી મજબૂર નીતિશકુમાર હવે I.N.D.I.A. ગઠબંધન સાથે છેડો ફાડીને એનડીએ ગઠબંધનમાં જોડાઈ ચૂક્યા છે. 6 દિવસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નીતિશકુમાર બિહારમાં એક જ મંચ પર જોવા મળશે. પરંતુ પરીક્ષા પે ચર્ચા દરમિયાન મિત્રતા અને અભ્યાસ સંલગ્ન એક સવાલ પર પીએમનો જવાબ કઈક એવો હતો કે લાગ્યે ક્યાંક નીતિશકુમાર માટે ભાજપનું દરવાજો ખોલવાનું કારણ તેમની એ જ સોચ તો નહતી ને.
Trending Photos
Modi Nitish Friendship: રામ મંદિર અને જ્ઞાનવાપી આ બે એવા વિષય છે જે ફક્ત રાજ્ય જ નહીં પરંતુ દેશના રાજકારણને બદલવાની તાકાત ધરાવે છે. આ બંને વિષય ભાજપની ખુબ નજીક છે. પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસમાં એક વધુ મોટા નેતા ભાજપની ખુબ નજીક આવી ગયા અને તે છે નીતિશકુમાર. ગઠબંધન બદલવાની આદતથી મજબૂર નીતિશકુમાર હવે I.N.D.I.A. ગઠબંધન સાથે છેડો ફાડીને એનડીએ ગઠબંધનમાં જોડાઈ ચૂક્યા છે. 6 દિવસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નીતિશકુમાર બિહારમાં એક જ મંચ પર જોવા મળશે. પરંતુ પરીક્ષા પે ચર્ચા દરમિયાન મિત્રતા અને અભ્યાસ સંલગ્ન એક સવાલ પર પીએમનો જવાબ કઈક એવો હતો કે લાગ્યે ક્યાંક નીતિશકુમાર માટે ભાજપનું દરવાજો ખોલવાનું કારણ તેમની એ જ સોચ તો નહતી ને.
એક બાજુ દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરીક્ષા પે ચર્ચા ચાલુ હતી અને બીજી બાજુ પટણામાં નીતિશકુમારના નેતૃત્વવાળી નવી એનડીએ સરકારની પહેલી કેબિનેટ બેઠક થઈ રહી હતી. આ બંને કાર્યક્રમોનું આમ જોઈએ તો એકબીજા સાથે કોઈ કનેક્શન નથી પરંતુ પરીક્ષા પે ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીનો એક જવાબ એવો હતો કે જેનાથી રાજકીય તારણો જો કાઢવામાં આવે તો તમને જાણવા મળશે કે તેમણે નીતિશકુમારની પાર્ટી સાથે ભાજપના નવા ગઠબંધન પર મહોર કેમ લગાવી.
પીએમ મોદીને કેમ જોઈએ છે નીતિશકુમારનો સાથ
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દરમિયાન એક વિદ્યાર્થીના સવાલનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે "જો લેંગ્વેજમાં તે વીક હોય, હું મજબૂત હોઉ તો તેની મદદ કરીશ તો અમને બંનેને તેની તાકાત જોડશે અને અમે વધુ સામર્થ્યવાન બનીશું." જો તમે બિહારને મગજમાં રાખીને આ જવાબનું રાજકીય તારણ કાઢો તો વાત મહદ અંશે સ્પષ્ટ થાય છે. મોદીના સમયમાં હાલ ભાજપ ખુબ જ મજબૂત છે અને નીતિશકુમારની પાર્ટી એકલા હોવાના કારણે થોડી નબળી. પરંતુ જ્યારે આ જ નીતિશ આરજેડી, અને કોંગ્રેસ સાથે મહાગઠબંધનમાં હોય છે તો ભાજપ નબળું દેખાય છે. જ્યારે નીતિશ ભાજપ સાથે આવે છે તો એનડીએ ગઠબંધન બિહારમાં અત્યંત શક્તિશાળી થઈ જાય છે.
આ આંકડા છે મોટો પુરાવો
લોકસભા ચૂંટણી 2019માં ભાજપ અને જેડીયુનું ગઠબંધન હતું. મળીને ચૂંટણી લડવાથી એનડીએને બિહારમાં 97 ટકા સીટો મળી હતી. 40માંથી 39 બેઠકો એનડીએને ફાળે ગઈ હતી. પરંતુ બિહાર વિધાનસભા ચૂંટણી 2015માં જેડીયુનું ગઠબંધન આરજેડી અને કોંગ્રેસ સાથે હતું. ત્યારે 74 ટકા સીટો પર મહાગઠબંધનની જીત થઈ હતી. ભાજપ ખરાબ રીતે હાર્યું હતું. નીતિશકુમાર તરફથી બે વાર દગો ભોગવવા છતાં ભાજપે જો જેડીયુ સાથે જવાનો નિર્ણય કર્યો તો તેની પાછળ ક્યાંકને ક્યાંક પીએમ મોદીનો લેંગ્વેજ ફોર્મ્યૂલા જ તો છે.
મિશન 40 માટે ભાજપને નીતિશનો સાથ જરૂરી
પીએમ મોદી હંમેશા મુશ્કેલ પડકારો ઝીલે છે. તેમનો લક્ષ્યાંક હંમેશા મોટો હોય છે. આ વખતે ભાજપ લોકસભા ચૂંટણીમાં મિશન 400 પર કામ કરી રહ્યો છે. તેના માટે એક એક સીટ પર સમીકરણો તૈયાર થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ થોડા સમય પહેલા ભાજપે બિહારમાં આંતરિક સર્વે કરાવ્યો હતો. આ સર્વેમાં જેડીયુ ન હોય તો એનડીએ ગઠબંધનને 20-25 સીટો મળતી જોવા મળી હતી. જ્યારે મિશન 40નું લક્ષ્યાંક 40 સીટો છે. આ મિશન ત્યારે હાંસલ થઈ શકે જ્યારે નીતિશ એનડીએમાં જોડાય.
એનડીએમાં આવ્યા બાદ નીતિશકુમારે કહ્યું કે જ્યાં હતા ત્યાં ફરીથી આવી ગયા. હવે આમતેમ જવાનો સવાલ નથી. હવે જ્યારે નીતિશ એનડીએ ગઠબંધનમાં ફરીથી સામેલ થઈ ગયા તો ભાજપ અને જેડીયુ બંને પક્ષોના નેતાઓ દાવો કરી રહ્યા છે કે બિહારમાં 40માંથી 40 બેઠકો જીતીશું. જેડીયુ સાંસદોની સાથે બેઠકમાં નીતિશકુમારે પોતે મિશન 40ની તૈયારીના આદેશ આપ્યા.
પીએમ મોદી અને નીતિશકુમાર સાથે જોવા મળશે
એનડીએ સાથે નવી સરકાર બનાવ્યા બાદ 4 ફેબ્રુઆરીના રોજ પહેલીવાર નીતિશકુમાર અને પીએમ મોદી સાથે એક જ મંચ પર જોવા મળશે. બિહારના બેતિયામાં પીએમ 20 હજાર કરોડના વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ધાટન કરશે. ત્યારબાદ ચૂંટણી રેલીને પણ સંબોધિત કરશે. ઝારખંડ બાદ ધનબાદમાં ચૂંટણી રેલી બાદ બપોરે તેઓ બેતિયા પહોંચશે. એટલે કે 4 ફેબ્રુઆરીના રોજ બિહાર અને ઝારખંડ બંને રાજ્યોમાં પીએમ મોદી ચૂંટણી અભિયાન શરૂ થશે.
બિહારમાં મોદી માટે નીતિશકુમારનો સાથ એટલા માટે પણ જરૂરી છે કારણ કે જે જાતિમાંથી નીતિશકુમાર આવે છે તે જાતિના બિહારમાં 3 ટકા મત છે. આ ઉપરાંત પછાત જાતિઓમાં પણ નીતિશકુમારનો જનાધાર છે. જેનો ફાયદો મત તરીકે ભાજપને પણ થશે. ગઠબંધનમાં ભાજપ મોટા ભાઈની ભૂમિકા ભજવશે. નીતિશની સ્વચ્છ છબી અને મહિલા હિતેષી નીતિનો લાભ એનડીએને પણ મળશે. જે જાતિ ગણતરીના મુદ્દે વિપક્ષે ભાજપને ઘેરવાની કોશિશ કરી હતી તેનું નેતૃત્વ પણ નીતિશ પાસે હતું. હવે નીતિશ ભાજપ સાથે છે તો જાતિ ગણતરીના નિર્ણયને પણ એનડીએ ગઠબંધન પોતાની બાજુ કરવા મથશે.
વિપક્ષમાં હડકંપ
કાલ સુધી મોદી વિરુદ્ધ I.N.D.I.A. ગઠબંધનને મજબૂત કરી રહેલા નીતિશકુમાર અચાનક એનડીએમાં જતા રહેવાથી વિપક્ષમાં તો જાણે હડકંપ મચી ગયો છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બિહાર પહોંચી ગઈ છે. પરંતુ સતત ચર્ચામાં તો એનડીએ સરકાર અને નીતિશકુમાર છે. અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવ જેવા નેતાઓ પણ નીતિશકુમારના એનડીએમાં જતા રહેવાથી દુખી છે. જો કે I.N.D.I.A. ગઠબંધનમાં તેમની પાર્ટીઓ પણ ક્યાં સુધી રહેશે તે નક્કી નથી. કારણ કે સીટો પર કોંગ્રેસ સાથે તેમનું કોકડું હજુ પણ ગૂંચવાયેલું જ છે.
નીતિશકુમારનું ફરીથી ભાજપ સાથે જવું અને ભાજપનું નિતિશ સાથે ફરીથી ગઠબંધન ન કરવાની કસમ તોડવી, મીડિયામાં જરૂર વાયરલ છે. પરંતુ પીએમ મોદી માટે હાલ જો સૌથી મહત્વનું જે હોય તો તે છે 400નો લક્ષ્યાંક મેળવવો. તે માટે તેમની કોશિશ બિહારની તમામ 40 બેઠકો જીતવાનો છે. આ સાથે જ 2024ની ચૂંટણી પહેલા I.N.D.I.A. ગઠબંધનને સંપૂર્ણ ધરાશાયી કરવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે