મોદી 3.0 નો મંત્રી મંડળનો ફોર્મ્યૂલા થઈ ગયો નક્કી? જાણો કોને કેટલા મંત્રીપદ મળશે!

NDA એ મંત્રીમંડળમાં વહેંચણીનો ફોર્મ્યૂલા નક્કી કરી લીધો. 9 જૂનના રોજ નરેન્દ્ર મોદી ત્રીજીવાર પ્રધાનમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે જ એનડીએના 14 સહયોગી પક્ષોના 18 સાંસદોને મંત્રીપદના શપથ લેવડાવવામાં આવી શકે છે.

મોદી 3.0 નો મંત્રી મંડળનો ફોર્મ્યૂલા થઈ ગયો નક્કી? જાણો કોને કેટલા મંત્રીપદ મળશે!

NDA એ મંત્રીમંડળમાં વહેંચણીનો ફોર્મ્યૂલા નક્કી કરી લીધો. 9 જૂનના રોજ નરેન્દ્ર મોદી ત્રીજીવાર પ્રધાનમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે જ એનડીએના 14 સહયોગી પક્ષોના 18 સાંસદોને મંત્રીપદના શપથ લેવડાવવામાં આવી શકે છે. જો કે હજુ સુધી આ અંગે અધિકૃત જાણકારી શેર કરાઈ નથી. 

TDP સાંસદ- કેટલા મંત્રી બનશે
ટીડીપીના એક સાંસદે દાવો કર્યો હતો કે કઈ પાર્ટીના કેટલા સાંસદ મંત્રી બનશે તેનો ફોર્મ્યૂલા પહેલેથી જ નક્કી કરી લેવાયો છે. બધા તેના પર સહમતિ જતાવી ચૂક્યા છે કે પીએમ મોદી જે જવાબદારી સોંપશે તેને તેઓ નિભાવવા માટે તૈયાર છે. 

કઈ પાર્ટીમાંથી કેટલા મંત્રી
ભાજપ પોતાના સાથી પક્ષોને 7 કેબિનેટ અને 11 સ્વતંત્ર પ્રભારવાળા મંત્રાલય આપી શકે છે. જ્યારે પોતાની પાસે ભાજપ 18 મંત્રાલય રાખી શકે છે. ગૃહ, રક્ષા, વિદેશ જેવા પ્રમુખ મંત્રાલયો ભાજપ પોતાના જ સાંસદોને આપી શકે છે. જાણો એનડીએના પ્રમુખ પક્ષોને કેટલા મંત્રાલય મળી શકે છે. 

ભાજપ- 18 (કેબિનેટ અને સ્વતંત્ર પ્રભાર)
ટીડીપી- 2
જેડીયુ-2
એલજેપી-1
SHS-1
NCP-1
JDS-1
(આ ઉપરાંત અન્ય પક્ષોને પણ મળી શકે છે મંત્રી પદ)

જેડીયુએ કરી છે રેલવે મંત્રાલયની માંગણી
જેડીયુ સાંસદ લવલી આનંદ અને તેમના પતિ આનંદ મોહને પહેલેથી જ રેલવે મંત્રાલયની માંગણી કરી છે. આનંદ મોહને કહ્યું હતું કે એલએન મિશ્રા, રામવિલાસ પાસવાન, અને નીતિશકુમાર રેલવે મંત્રી રહી ચૂક્યા છે અને તેમના અધૂરા કાર્યોને પૂરા કરવા માટે બિહારને રેલવે મંત્રાલય મળવું જોઈએ. 

ભાજપ આ મંત્રાલય રાખી શકે
જ્યારે સૂત્રોનો દાવો છે કે ભાજપ ગૃહ, વિદેશ, રક્ષા અને નાણા, રેલવે, ઈન્ફોર્મેશન ટેકનોલોજી, રોડ પરિવહન, કાયદો અને શિક્ષણ મંત્રાલય પોતાની પાસે રાખશે. જેથી કરીને સરકાર ચલાવવામાં સરળતા રહે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news