ગુજરાતીઓ માટે ખુશખબર : ચોમાસા પહેલા જુન મહિનામાં નર્મદા ડેમનું પાણી વધ્યું

Narmada Dam : ગુજરાતવાસીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા... નર્મદા ડેમની સપાટી અને આવકમાં થયો વધારો... સરદાર સરોવર ડેમની સપાટી 123.98 મીટરે પહોંચી... 94 હજાર 405 ક્યૂસેક પાણીની થઈ આવક

ગુજરાતીઓ માટે ખુશખબર : ચોમાસા પહેલા જુન મહિનામાં નર્મદા ડેમનું પાણી વધ્યું

Narmada Dam જયેશ દોશી/નર્મદા : ચોમાસું તો હજી શરૂ જ નથી, થયું તે પહેલા જ ગુજરાતીઓ માટે સારા સમાચાર આવ્યા છે. ચોમાસાનું એક ટીપું પાણી પણ પડ્યુ નથી, છતાં નર્મદા ડેમ છલકાયો છે. પહેલીવાર જુન મહિનામાં એવું બન્યું છે કે ચોમાસા પહેલા જુન મહિનામાં નર્મદા ડેમની સપાટી 123 મીટર પર પહોંચી ગઈ છે. આવું કેવી રીતે થયું અને અચાનક નર્મદા ડેમમાં પાણી કેવી રીતે આવ્યું તે જાણીએ. 

ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં હાલ વધારો નોંધાઇ રહ્યો છે. જોકે હજુ તો ઉનાળો પૂર્ણ નથી થયો અને હજી પણ 41 થી 44 ડિગ્રી તાપમાન રહે છે. આવામાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વીજ ઉત્પાદન થતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. આ કારણે નર્મદા ડેમની સપાટી 123.98 મીટર પર પહોંચી ગઈ છે અને નર્મદા ડેમની સપાટી જે દરવાજા બેસાડવામાં આવ્યા છે, તે 121.92 મીટર છે અને મહત્તમ સપાટી 138.68 મીટર છે. જોકે હાલ ઉપરવાસમાંથી 94 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને લઈ મેન કેનાલમાં 20 હજાર ક્યુસેક પાણી ગુજરાત માટે આપવામાં આવી રહ્યું છે. ત્યારે નર્મદા ડેમ ચાલુ વર્ષે મહત્તમ સપાટી પર પહોંચશે એમ લાગી રહ્યું છે.

  • મહત્તમ સપાટી - 138.68 મીટર 
  • હાલ પાણીની આવક - 94,405 ક્યુસેક
  • નર્મદા ડેમમાંથી ટોટલ જાવક - 20520 ક્યુસેક

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં વીજળીની માંગ વધી છે. આ કારણે ટર્બાઈન ચાલુ કરવામાં આવ્યા છે. ટર્બાઈન ચાલુ કરતા તેનું પાણી સીધું નર્મદા ડેમમાં આવ્યું છે. આમ તો દર ઉનાળામાં ટર્બાઈન ચાલુ કરાતા નર્મદા ડેમમાં પાણીની આવક થતી હોય છે. પરંતુ આ વખતે નર્મદા ડેમની સ્થિતિ ગત કરતા સારી છે. આ વખતે 123 સપાટી પર ડેમ પહોંચી ગયો છે. 

તો બીજી તરફ, ચાલુ વર્ષે ઉનાળુ ડાંગરનુ ઉત્પાદન રેકોર્ડ બ્રેક નોંધાયું છે. પાણી પુરવઠા દ્વારા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સિંચાઈનું પાણી અવિરત આપ્યું, જેના કારણે ડાંગરનું ઉત્પાદન વધ્યું છે. ઓલપાડ તાલુકાની મંડળીઓઓમા 12 લાખ 1 હજાર ગુણીની આવક થઈ છે. ઓલપાડ તાલુકામાં આ વર્ષે 50 હજાર વીઘા જમીનમાં ડાંગરની રોપણી કરાઈ હતી. જેમાં અગાઉની સરખામણીમાં 15 થી 20 ટકા વધુ ઉત્પાદન થયું છે. સહકારી મંડળીઓના ગોડાઉન ડાંગરથી ભરાયા છે. ઓલપાડ મંડળીમાં 4 લાખ ગુણી, જહાંગીરપુરા મંડળીમાં 2,03 ગુણી, સાયણ મંડળી 46 હજાર, દાળીયા મંડળી 2,78 હજાર ગુણી, પાલ કોટન 2 લાખ 6 હજાર ગુણી, જીણોદ મંડળી 26 હજાર, પારડી ઝાંખડી 27 હજાર, બરબોધન સહકારી મંડળી 15 હજાર ગુણીની આવક થઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news