ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહે કર્યો દાવો, અઢીલાખ મતથી થશે વિજય

ખેડા લોકસભાની ચૂંટણીને લઇને મતદારો દ્વારા ભારે મતદાર કરીને કુલ 60.32 ટકા મતદાન થવાથી ભાજપના પંકજભાઇ દેસાઇએ લોકોનો આભાર માન્યો હતો. ખેડા લોકસભા બેઠક પર મતદારો દ્વારા જોરદાર મતદાન કરવાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોએ ફટાકડા ફોડીને જીતનો દાવો કર્યો હતો. 
 

ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહે કર્યો દાવો, અઢીલાખ મતથી થશે વિજય

યોગીન દરજી/ખેડા: ખેડા લોકસભાની ચૂંટણીને લઇને મતદારો દ્વારા ભારે મતદાર કરીને કુલ 60.32 ટકા મતદાન થવાથી ભાજપના પંકજભાઇ દેસાઇએ લોકોનો આભાર માન્યો હતો. ખેડા લોકસભા બેઠક પર મતદારો દ્વારા જોરદાર મતદાન કરવાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોએ ફટાકડા ફોડીને જીતનો દાવો કર્યો હતો. 

ખેડા લોકસભા બેઠક પર 60.32 ટકા મતદાન થવાથી ખેડા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને વિધાનસભાના દંડક પંકજભાઇ દેસાઇ દ્વારા જીતનો દાવો કરીને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે મતદારોને ભારે મતદાન કરવા માટે મતદારોનો આભાર પણ માન્યો હતો.

મહત્વનું છે, કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો, કે આશરે અઢી લાખ જેટલી જંગી લીડથી તેઓ લોકસભામાં જીત મેળવશે. પંકજ દેસાઇ દ્વારા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોનો ચૂંટણીમાં લોકોને ભારે મતદાન કરવાની પ્રેરણા આપવા માટે આભાર માન્યો હતો. અને તેમના ઘરની બહાર ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news