લોકસભા ચૂંટણી 2019: નોર્થ ઇસ્ટની 22 બેઠકો જીવતા માગે છે ભાજપ, ઘડી આ વ્યૂહ રચના
ભારતીય જનતા પાર્ટી (BJP) ના પૂર્વોત્તરમાં ગઠબંધનની પ્રક્રિયા સંપૂર્ણ કરી લેવામાં આવી છે અને વિસ્તારના 8 રાજ્યોની 25 લકોસભા બેઠકોમાંથી કામ ઓછામાં ઓછી 22 જીતવાનો લક્ષ્ય રાખ્યો છે.
Trending Photos
ગુવાહાટી: લોકસબા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) ની તારીખોની જાહેરાત થવાની સાથે જ દરેક રાજકીય દળ તેમની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં લાગી ગઇ છે. આ સમયે ભારતીય જનતા પાર્ટી (BJP) ના પૂર્વોત્તરમાં ગઠબંધનની પ્રક્રિયા સંપૂર્ણ કરી લેવામાં આવી છે અને વિસ્તારના 8 રાજ્યોની 25 લકોસભા બેઠકોમાંથી કામ ઓછામાં ઓછી 22 બેઠકો જીતવાનો લક્ષ્ય રાખ્યો છે. પાર્ટીના મહાસચિવ રામ માધવે બુધવારે જાણાકારી આપી હતી. ભાજપ પૂર્વોત્તર પ્રભારી માધવને મગંળવારે અડધી રાત સુધી ઘણી પ્રકારની ચર્ચાઓ કરી અને અસમ ગણ પરિષદ (એજીપી), બોડોલેન્ડ પીપુલસ ફ્રંટ (બીપીએફ), ઇન્ડિજિનસ પીપુલ્સ ફ્રંટ ઓફ ત્રિપુરા (આઇપીએફટી), નેશનલ પીપૂલ્સ પાર્ટી, નેશનલિસ્ટ પ્રોગ્રેસિવ પાર્ટી અને સિક્કિમ ક્રાંતિકારી મોર્ચાની સાથે ગઠબંધ કર્યું છે.
ઉત્તર પ્રેદશમાં સપા, બસપા અને આરએલડીની વચ્ચે થયેલા ગઠબંધનથી મળતા પડકારને જોઇ ભાજપ પૂર્વોત્તરની મોટાભાગની બેઠકો જીતવાના પ્રયત્નમાં લાગી છે. ભાજપ નેતા ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબ અને આઇપીએફટીના નેતાઓની સાથે બુધવારે અગરતલામાં બેઠક કરશે. આ ગઠબંધનના પર્વોત્તર લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)ના અંતર્ગત અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. એનઇડીએ ભાજપ નીત રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ)ના ક્ષેત્રની ક્ષેત્રીય પાર્ટીઓની સાથે રાજકીય ગઠબંધન છે.
માધવે ફેસબુક પર પોસ્ટ કરી, ‘આ ગઠબંધનમાં ક્ષેત્રની 25માંથી ઓછામાં ઓછી 22 બેઠકો જીતવાની ક્ષમતા છે અને મોદીજીને ફરી એકવાર પ્રધાનમંત્રી બનાતા જોવામાં તેની ભૂમિકા મહત્વપૂર્ણ છે.’ મંગળવારના માધવે નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યૂ રિયો, અસમા મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા, મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહ, અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂ અને એનઇડીએના સંયોજક હેમંત વિશ્વ શર્માથી મુલાકાત કરી હતી.
માધવે એજીપી અધ્યક્ષ અતુલ બોરા નીત પાર્ટી પ્રતિનિધિમંડળથી પણ મુલાકાત કરી અને પૂર્વ સહયોગીઓથી ગઠબંધનને અંતિમ રૂપ આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘આસામ, નાગાલેન્ડ, મેધાલય, મણિપૂર અને અરૂણાચલ પ્રદેશમાં ભાજર, એનપીપી, એનડીપીપી, એજીપી તેમજ બીપીએફ કોંગ્રેસને હરાવવાના લક્ષ્ય સાથે લડીશું. ત્રિપુરામાં ભાજપ આઇપીએફટીની સાથે ચૂંટણી લડશે.’ તેમણે ઝણાવ્યું કે સિક્કિમમાં ભાજપનું ગઠબંધન મુખ્ય વિપક્ષી પાર્ટી સિક્કિમ ક્રાંતિકારી મોરચાની સાથે થશે.
માધવે કહ્યું કે, વિકાસ અત્યારે વાતચીત કરી રહ્યો છે અને મહાગઠબંધન બનાવવા માટે કહી રહ્યો છે. પરંતુ અમારું ગઠબંધન પૂર્વોત્તર તેમજ દેશના અન્ય ભાગમાં થઇ ગયું છે. એનડીએ આજે પહેલાથી ઘણી વધારે મજબૂત ગઠબંધન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે