VIDEO: પ્રથમ વખત મતદાન કરવાની એક્સાઇટમેન્ટ, નોઇડાથી બુલેટ લઇ ધનબાદ પહોંચી યુવતી

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ઝારખંડમાં પણ મતદાન ચાલી રહ્યું છે. સવારથી મતદાન કેન્દ્રો પર મોટી સંખ્યામાં ભીડ જામી છે. આજે થઈ રહેલા મતદાનમાં નવા વોટર્સમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ વખત મતદાન કરનાર મતદાતા સવારથી જ પોલિંગ બૂથ પર લાઇનમાં લાગી ગયા છે.

VIDEO: પ્રથમ વખત મતદાન કરવાની એક્સાઇટમેન્ટ, નોઇડાથી બુલેટ લઇ ધનબાદ પહોંચી યુવતી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ઝારખંડમાં પણ મતદાન ચાલી રહ્યું છે. સવારથી મતદાન કેન્દ્રો પર મોટી સંખ્યામાં ભીડ જામી છે. આજે થઈ રહેલા મતદાનમાં નવા વોટર્સમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ વખત મતદાન કરનાર મતદાતા સવારથી જ પોલિંગ બૂથ પર લાઇનમાં લાગી ગયા છે. આ ક્રમમાં ઉત્તર પ્રદેશના નોઇડાથી બુલેટ ચલાવી યશોદા દુબે નામની એક યુવતી પોતાનો મત આપવા ધનબાદના સિન્દરીમાં પહોંચી છે. તમને જણાવી દઇએ કે, યશોદાએ લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કર્યું છે.

મતદાન કેન્દ્ર પર બુલેટ લઇને પહોંચેલી યુવતીએ કહ્યું કે, તે આ મુસાફરી દ્વારા જનતાને સંદેશો આપવા ઇચ્છે છે કે, દરેક પરિસ્થિતિમાં મતદાન કરવું જરૂરી છે. તે માત્ર દેશને નહીં પરંતુ આપણા પણ ભવિષ્યને નિર્ધારિત કરે છે. જુઓ વીડિયો:-

દેશમાં છઠ્ઠા અને પ્રદેશમાં ત્રીજા તબક્કા અંતર્ગત ચાર લોકસભા બેઠક- ગિરિડીહ, ધનબાદ, જમશેદપુર અને સિંહભૂમ (ચાઇબાસા)માં 66,85,401 મતદાતા 67 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. આ સંસદીય ક્ષેત્રોમાં 8300 મતદાન કેન્દ્ર પર સુરક્ષા દળોની લગભગ 200 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/2019/05/12/214674-woman-bullet.jpg

ગિરિડીહમાં ઓલ ઝારખંડ સ્ટૂડેન્ટ્સ યુનિયન (એજેએસયૂ)ના ઉમેદવાર અને પ્રદેશમાં જળ સંશોધન મંત્રી ચંદ્રપ્રકાશ ચૌધરી તથા ઝારખંડ મુક્તિ મોરચા (ઝોમુમો)ના જગન્નાથ મહતોની વચ્ચે છે. ધનબાદમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પી.એન.સિંહનો મુકાબલો ભાજપાથી કોંગ્રેસમાં જનાર કીર્તિ આઝાદથી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news