દેહરાદૂન: કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર એક્સિલેટર અને વિકાસ વેન્ટિલેટર પર હોય છેઃ પીએમ મોદી

પીએમ મોદીએ જણાવ્યું કે, કોંગ્રેસે આકાશ, પાણી અને જમીન દરેક જગ્યાએ કૌભાંડ કર્યા છે, કોંગ્રેસ અને ભ્રષ્ટાચારનો અતુટ સંબંધ છે 

દેહરાદૂન: કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર એક્સિલેટર અને વિકાસ વેન્ટિલેટર પર હોય છેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં ભાજપના વિજય માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક પછી એક રેલી સંબોધી રહ્યા છે. શુક્રવારે તેઓ ઉત્તરપ્રદેશના અમરોહા અને સહારનપુરમાં ચૂંટણી રેલી સંબોધ્યા બાદ દેહરાદૂન પહોંચ્યા છે. અહીં ચૂંટણી રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે આકાશ, પાણી અને જમીન દરેક જગ્યાએ કૌફાંડ કર્યા છે. 

મોદીએ કહ્યું કે, કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર એક્સિલેટર અને વિકાસ વેન્ટિલેટર પર રહે છે. કોંગ્રેસ દરરોજ ભ્રષ્ટાચાર કરે છે. ભ્રષ્ટાચાર અને કોંગ્રેસનો અતુટ સંબંધ છે. આ એવી જુગલબંધી છે, જે છૂટી પડી શકે એમ નથી. ભ્રષ્ટાચારને કોંગ્રેસ જોઈએ છે અને કોંગ્રેસને ભ્રષ્ટાચાર. કોંગ્રેસમાં એક પ્રકારની સ્પર્ધા મચેલી હોય છે કે કોણ વધુ ભ્રષ્ટાચાર કરે. 

AP એટલે એહમદ પટેલ અને FAM એટલે ફેમિલી
પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, તેમણે આપણા સૈનિકોને પણ છોડ્યા નથી. બોફોર્સ તોપ હોય કે પછી હેલિકોપ્ટર, હથિયારનો એવો સોદો શોધવો મુશ્કેલ છે, જેમાં કોંગ્રેસ દ્વારા કમિશનના સમાચાર ન આવ્યા હોય તમને યાદ હશે કે, તમારો આ ચોકીદાર હોલિકોપ્ટર કૌભાંડના કેટલાક દલાલોને દુબઈથી ઉઠાવીને લાવ્યો હતો. 

તેમણે કહ્યું કે, ઈટાલીની મિશેલ મામા અને બીજા દલાલોની પુછપરછ થઈ છે. તેના આધારે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ અનુસાર હેલિકોપ્ટર કૌભાંડના દલાલોએ જેમને લાંચ આપી હતી તેમાં એક AP અને બીજું FAM છે. આ ચાર્જશીટમાં કહેવાયું છે કે, AP એટલે એહમદ પટેલઅને FAMનો અર્થ ફેમિલા થાય છે. હવે તમે મને જણાવો કે, એહમદ પટેલ કઈ ફેમિલીની નજીક છે. પીએમ મોદીએ કહ્યું કે, એક સમય હતો કે જે પરિવારની એરપોર્ટ પર પણ તપાસ કરવાની કોઈ હિંમત કરતું ન હતું, લોકો તેમને સેલ્યુટ કરતા હતા. આજે તેઓ જામીન પર છુટેલા છે. 

કોંગ્રેસનું ઘોષણાપત્ર માત્ર દેખાડો
પીએમ મોદીએ કહ્યું કે, જો તમે કોંગ્રેસનું દેખાડો પત્ર વાંચશો તો ખબર પડશે કે કોંગ્રેસના હાથ કોની સાથે છે. કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ, પથ્થરબાજો, ભાગલાવાદીઓ સામે જવાનોને જે કાયદો મળ્યો છે, તે કોંગ્રેસ સત્તામાં આવશે તો તેને દૂર કરશે. કોંગ્રેસ પાર્ટી શું કરી રહી છે? પોતાની જીવ દાવ પર લગાવનારા સૈનિકો ખોટા કેસોમાં ફસાયેલા રહે તેવી વ્યવસ્થા કરકવા માગે છે. 

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, દેવભૂમીનો આ તમારો પ્રેમ, તમારો આશિર્વાદ મારા માટે ઘણું મોટું સન્માન છે. ચારધામ, હેમકૂડં ધામ અને સૈન્ય ધામના સંગમ સ્થળે, ઉત્તરાખંડના જન-જનને મારા પ્રણામ. બાબા કેદારના આશિર્વાદ અને તમારી ભાગીદારીથી છેલ્લા પાંચ વર્ષમાં દેશને વિકાસના પંથે લઈ જવામાં તમારો આ પ્રધાનસેવક સફળ થઈ શક્યો છે. મોટા-મોટા લક્ષ્ય પ્રાપ્ત કરવા પાછળ તમારી આકાંક્ષાઓ જ મારી પ્રેરણા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news