Love You Zindagi ગીત પર ઝૂમતી આ યુવતીને ભરખી ગયો કાળમુખો કોરોના, Video જોઈને હચમચી જશો

થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર લવ યુ જિંદગી ગીત પર ઝૂમતી એક કોવિડ દર્દીનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો હતો. કોરોનાકાળમાં ભયાનક અને દર્દનાક તસવીરો વચ્ચે આ વીડિયો આશાની નવી કિરણ જગાવી રહ્યો હતો. પરંતુ હવે આ ઝૂમતી જિંદાદિલ યુવતી આ દુનિયામાં નથી. તેનું નિધન થઈ ગયું છે. 

Love You Zindagi ગીત પર ઝૂમતી આ યુવતીને ભરખી ગયો કાળમુખો કોરોના, Video જોઈને હચમચી જશો

નવી દિલ્હી: લોકો કહે છે કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી દરેક પળ તેની મન ભરીને જીવો. પરંતુ બહુ ઓછા લોકો આવું કરી શકે છે. થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર લવ યુ જિંદગી ગીત પર ઝૂમતી એક કોવિડ દર્દીનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો હતો. કોરોનાકાળમાં ભયાનક અને દર્દનાક તસવીરો વચ્ચે આ વીડિયો આશાની નવી કિરણ જગાવી રહ્યો હતો. પરંતુ હવે આ ઝૂમતી જિંદાદિલ યુવતી આ દુનિયામાં નથી. તેનું નિધન થઈ ગયું છે. 

ટ્વિટર પર ડો.મોનિકા લાંગેહે એક હોસ્પિટલના કોવિડ ઈમરજન્સી વોર્ડથી 30 વર્ષની આ મહિલા દર્દીની સ્ટોરી વીડિયો સાથે શેર કરી હતી. જે લાંબા સમય સુધી ટ્રેન્ડ પણ કરી રહી હતી. ટ્વિટરમાં 8મીમેના રોજ અપાયેલી જાણકારી મુજબ ડો. મોનિકા લાંગેહના વીડિયોમાં જોવા મળી રહેલી આ યુવતીને હોસ્પિટલમાં આઈસીયુ બેડ મળી શક્યો નહીં. આથી તે કોવિડ ઈમરજન્સી વોર્ડમાં એડમિટ હતી. તેને NIV (Non Invasive Ventilation) પર રાખવામાં આવી હતી. આ ઉપરાંત તેને રેમડેસિવિર અને પ્લાઝમા થેરેપી પણ અપાઈ રહી હતી. જોકે ડોક્ટરના જણાવ્યાં મુજબ ત્યારબાદ તેને આઈસીયુ બેડ તો મળ્યો પણ સ્થિતિ સ્ટેબલ નહતી. 

— Dr.Monika Langeh🇮🇳 (@drmonika_langeh) May 13, 2021

ડો. મોનિકા લાંગેહે  કહ્યું હતું કે આ યુવતીમાં દ્રઢ ઈચ્છાશક્તિ હતી. વોર્ડમાં દાખલ થયા બાદ તેણે પૂછ્યું કે શું તે પોતાનું મનોબળ વધારવા માટે સંગીત વગાડી શકે છે. ડોક્ટરે શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટની 2016ની મૂવિ ડિયર જિંદગીનું લવ યુ જિંદગી ગીત વગાડ્યું અને તેના પર તે ઝૂમવા લાગી હતી. 

— Dr.Monika Langeh🇮🇳 (@drmonika_langeh) May 8, 2021

ડો. મોનિકા લાંગેહે જે વીડિયો શેર કર્યો તે વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે Lesson: Never Lose Hope એટલે કે હાલાત ગમે તેવા હોય પણ આશા ન છોડતા. હવે આ છોકરીએ તો ક્યારેય આશા છોડી નહીં પરંતુ કોરોના સામે તે માત ખાઈ ગઈ. 

તે સમયે તો ડોકટર તરફથી જણાવાયું હતું કે યુવતીની સ્થિતિ સુધરી રહી છે અને તેને ડિસ્ચાર્જ કરવા ઉપર પણ વિચાર થઈ રહ્યો છે. પરંતુ અચાનક તબિયત બગડી અને તે દુનિયા છોડીને જતી રહી. 
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news