મધ્યપ્રદેશ સરકારે કયા આધારે સાધુ-સંતોને મંત્રી બનાવ્યા: હાઇકોર્ટનો સવાલ
મધ્યપ્રદેશ સરકાર દ્વારા પાંચ સાધુ સંતોને રાજ્યમંત્રીનો દર્જો આપવાનાં મુદ્દે હાઇકોર્ટની ઇંદોર ખંડપીઠે સોમવારે નોટિસ ઇશ્યું કરી હતી
- હાઇકોર્ટની ઇંદોર ખંડપીઠે સરકારને નોટિસ ફટકારી
- રામબહાદુર વર્માએ હાઇકોર્ટમા અરજી દાખલ કરી હતી
- સાધુઓ સરકાર વિરુદ્ધ યાત્રા કાઢવાનાં હતા
Trending Photos
ઇંદોર: મધ્યપ્રદેશ સરકાર દ્વારા પાંચ સાધુ સંતોને રાજ્યમંત્રીનો દરજ્જો આપવાનાં મુદ્દે હાઇકોર્ટની ઇંદોર ખંડપીઠે સોમવારે સરકારને નોટિસ ફટકારી છે. હાઇકોર્ટે નોટિસ ઇશ્યું કરીને જવાબ માંગ્યો છે કે, સંતોને કયા આધાર પર રાજ્યમંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ સરકાર દ્વારા સંતોને રાજ્યમંત્રીનો દરજ્જો આપવામાં આવ્યા બાદ રામબહાદુર વર્માએ આ નિર્ણયની વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. સાથે જ આ નિર્ણયી સંવૈધાનિય યોગ્યતા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રદેશ સરકારે થોડા દિવસો પહેલા કોમ્પ્યુટર બાબા, ભય્યુજી મહારાજ સહિત પાંચ સંતોને રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો છે. આ તમામ સંતોને સરકાર દ્વારા રચાયેલ ખાસ સમિતીનાં સભ્યો પણ બનાવવામાં આવ્યા છે.
ભાજપમાં પણ ઉઠ્યો વિરોધનો સુર
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનાં આ પગલા પર વિપક્ષ સહિત તેમની જ પાર્ટીમાં તેમની વિરુદ્ધ વિરોધનાં સુર ફુટી રહ્યા છે. પાર્ટીનાં કેટલાક લોકોનું કહેવું છે કે મુખ્યમંત્રીએ 5 લોકોનું સમર્થન મેળવવા માટે 500 લોકોને પાર્ટીથી દુર કરી દીધા છે. તેનાં કારણે પાર્ટીને નુકસાન જ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શિવરાજસિંહ ચૌહાણે ગત્ત ત્રણ એપ્રીલે રાજ્યમાં ખાસ કરીને નર્મદા નદીનાં કિનારાનાં વિસ્તારોમાં વૃક્ષારોપણ, જળ સંરક્ષણ અને સ્વચ્છતા માટે જાગૃત ફેલાવવા માટે એખ ખાસ સમિતીની રચના કરી હતી.
આ સમિતીમાં પાંચ સાધુ - સંતો નર્મદાનંદ, કમપ્યુટર બાબા, હરિહરાનંદ, ભૈય્યુજી મહારાજ અને યોગેન્દ્ર મહંતનું નામ આગળ કર્યું હતું. આ સમિતીનાં સભ્યોને રાજ્યમંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શિવરાજે આ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે સમાજનાં દરેક વર્ગ વિકાસ અને લોકોનાં માટે કલ્યાણનાં માટે કામ કરે. આ જ કારણ છે કે, અમે સમાજનાં પ્રત્યેક વર્ગને એક સાથે લાવવા માટેનાં પ્રયાસો કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે