કથા વાચકને રૂદ્રાક્ષ વહેચવું પડ્યું ભારે, મફતમાં રૂદ્રાક્ષ લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, મહિલાનું મૃત્યુ

kubereshwar dham: મધ્યપ્રદેશના સિહોરમાં કુબેરેશ્વર ધામના કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાએ નિ:શુલ્ક રૂદ્રાક્ષનું વિતરણ કરવાની જાહેરાત કરી હતી.  લાખો લોકો ચમત્કારી રૂદ્રાક્ષ મેળવવા કુબેરેશ્વર ધામ પહોચ્યો. 

કથા વાચકને રૂદ્રાક્ષ વહેચવું પડ્યું ભારે, મફતમાં રૂદ્રાક્ષ લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, મહિલાનું મૃત્યુ

Rudraksh Distribution: મધ્યપ્રદેશના સિહોરમાં કુબેરેશ્વર ધામના કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાએ નિ:શુલ્ક રૂદ્રાક્ષનું વિતરણ કરવાની જાહેરાત કરી હતી.  લાખો લોકો ચમત્કારી રૂદ્રાક્ષ મેળવવા કુબેરેશ્વર ધામ પહોચ્યો. 

આ રૂદ્રાક્ષ ઉત્સવ સાત દિવસ ચાલવાનો છે જે 22મી ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. લગભગ 10 લાખ લોકોના આગમનને કારણે ઈન્દોર હાઈવે જામ થઈ ગયો હતો. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે લોકો એક બીજાને ધક્કો મારીને આગળ વધ્યા. નાસભાગના આ માહોલમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે 3 લોકો ગુમ થઈ ગયા...

मध्यप्रदेश में कथावाचक पंडित प्रदीप मिश्रा के #सीहोर स्थित #कुबेरेश्वर धाम में रुद्राक्ष महोत्सव के पहले दिन गुरुवार को भारी भीड़ के कारण हालात बेकाबू हो गए है

शासन,प्रसाशन जल्द से जल्द व्यवस्थाओं को संभाले#Sehore pic.twitter.com/7AwqaJBawC

— Prabhakar Singh Parihar (@IPrabhakarSP) February 16, 2023

લોકોએ રુદ્રાક્ષ માટે એકબીજાને કચડ્યા 
ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક સહિત વિવિધ રાજ્યોમાંથી લોકો રૂદ્રાક્ષ મેળવવાની ઈચ્છા સાથે પહોંચ્યા હતા.એક તરફ ટ્રાફિક જામ સર્જાયો તો બીજી તરફ પોતાનો વારો નહીં આવે અને ભીડ વધુ તેમ કરીને હજારો ભક્તો પરત ફર્યા.  લોકોની ભીડને કારણે કુબેરેશ્વર ધામમાંથી મોબાઈલ નેટવર્ક પણ સંપૂર્ણપણે ગાયબ છે. હવે હાલત એટલી ખરાબ થઈ ગઈ કે લોકો પોતાના નજીકના અને પ્રિયજનોનો સંપર્ક પણ કરી શકતા નથી.  'શિવ મહાપુરાણ'ના કથાકાર પ્રદીપ મિશ્રાએ 16 થી 22 દરમિયાન રૂદ્રાક્ષ વિતરણ અભિયાન ચલાવ્યું હોવાથી ભીડ થઈ હતી. 

મહિલાના મૃત્યુ અંગે તપાસ
મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના માલેગાંવની મંગળા બાઈ નામની મહિલાનું મૃત્યું થયું  છે જે કોઈ બીમારીના કારણે થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. મૃત્યુનું કારણ જાણવા માટે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. રૂદ્રાક્ષ વિતરણ અભિયાનમાં જિલ્લા મુખ્યાલયથી લગભગ 8 કિલોમીટર દૂર કુબેરેશ્વર ધામ પહોંચતા શ્રદ્ધાળુઓના સતત ધસારાને કારણે ઈન્દોર-ભોપાલ હાઈવે પર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દિવસ દરમિયાન કુબેરેશ્વર ધામની મુલાકાત લેવાના હતા, પરંતુ મુલાકાત મોકૂફ રાખવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news