Shivling: ચારેય દિશામાં ઘૂમે છે આ શિવલિંગ, ભક્તોની તાકાતની કરે છે પરીક્ષા!

તમે અનેક શિવ મંદિરમાં ગયા હશો. તમે શિવલિંગ તો અનેક જોયા હશે પણ શું તમે ચારે દિશામાં ફરી શકે તેવું શિવલિંગ જોયું છે. આપને અમે એક એવા શિવલિંગની વાત કરી રહ્યાં છીએ જે 360ડિગ્રી ફરી શકે છે. દુનિયાનું એકમાત્ર અને ચમત્કારી શિવલિંગ જે 360 ડિગ્રી ફરે છે. આપને સાંભળીને નવાઈ લાગી હશે અને જાણવાની ઉત્સુકતા પણ થઈ હશે કે આખરે ક્યાં આવેલું છે તો આ વિગતો જાણી લેશો.

Shivling: ચારેય દિશામાં ઘૂમે છે આ શિવલિંગ, ભક્તોની તાકાતની કરે છે પરીક્ષા!

દિક્ષિતા દાનાવાલા, ઝી બ્યૂરો: તમે અનેક શિવ મંદિરમાં ગયા હશો. તમે શિવલિંગ તો અનેક જોયા હશે પણ શું તમે ચારે દિશામાં ફરી શકે તેવું શિવલિંગ જોયું છે. આપને અમે એક એવા શિવલિંગની વાત કરી રહ્યાં છીએ જે 360ડિગ્રી ફરી શકે છે. દુનિયાનું એકમાત્ર અને ચમત્કારી શિવલિંગ જે 360 ડિગ્રી ફરે છે. આપને સાંભળીને નવાઈ લાગી હશે અને જાણવાની ઉત્સુકતા પણ થઈ હશે કે આખરે ક્યાં આવેલું છે તો આ વિગતો જાણી લેશો.

શિવલિંગને કોઈપણ દિશામાં ફેરવીને પૂજા કરી શકાય છે
 સામાન્ય રીતે શિવલિગનું મુખ ઉત્તર દિશામાં અથવા દક્ષિણ દિશામાં હોય છે પણ આ શિવલિંગ અનોખું છે. આ શિવલિંગ મધ્યપ્રદેશના શ્યોપુરના છારબાગ વિસ્તારમાં આવેલ ગોવિંદેશ્વર મહાદેવ મંદિર કે જે  દેશમાં એકમાત્ર એવું મંદિર છે જ્યાં શિવલિંગ તેની ધરી પર ઘરઘંન્ટીના પથ્થરની જેમ 360 ડિગ્રી ફરે છે. અહીં ભક્તો શિવલિંગની પરિક્રમા કરીને મન્નત માંગે છે. લગભગ ત્રણ સદીઓ જૂનું આ શિવલિંગ દેશનું બીજું શિવલિંગ છે, જે દક્ષિણાભિમુખ છે. આ સિવાય નાગપુરમાં પણ દક્ષિણાભિમુખ શિવલિંગ આવેલુ છે. આ શિવલિંગની રચના એવી રીતે કરવામાં આવી છે. ભક્તો પોતાની ઈચ્છા મુજબ કોઈ પણ દિશામાં ફેરવીને તેની પૂજા કરી શકે છે.

શું છે આ શિવલિંગનો ઇતિહાસ  
ચારેય દિશામાં ફરતા આ અનોખા શિવલિંગનો ઈતિહાસ પણ ઘણો જૂનો છે. તેનું નિર્માણ શ્યોપુરના ગૌર વંશના રાજા પુરુષોત્તમ દાસે 294 વર્ષ પહેલા એટલે કે 1722માં કરાવ્યું હતું. આ મંદિરના શિલાલેખમાં તેના નિર્માણના સમયનો ઉલ્લેખ છે. જો કે, અગાઉ આ શિવલિંગની સ્થાપના મહારાષ્ટ્રના સોલાપુરમાં બંબેશ્વર મહાદેવ તરીકે કરવામાં આવી હતી. ગૌર રાજા ભગવાન શિવના પ્રખર ભક્ત હતા. આ કારણથી તેમણે શ્યોપુર નગરની સ્થાપના શિવનગરી તરીકે કરી...

અનેક દોષ દૂર કરતું શિવલિંગ  
આ અનોખું શિવલિંગ લાલ પથ્થરમાંથી બનેલું છે. તેના બે ભાગ છે જેમાં એક પિંડ અને બીજો જલહરી છે. આ શિવલિંગ એક ધરા પર સ્થાપિત છે. જેના કારણે તે ચારેય દિશામાં ફરે છે. એવું કહેવાય છે કે વર્ષમાં એકવાર આ શિવાલયની ઘંટડીઓ રાત્રે આપોઆપ વાગવા લાગે છે. આરતી પછી શિવલિંગ જાતે જ ફરવાનું શરૂ કરી દે છે. એવું પણ કહેવાય છે કે આ શિવલિંગનું મુખ હંમેશા દક્ષિણ તરફ રહે છે, પરંતુ તેની જાતે જ તે ઉત્તર અથવા પૂર્વ તરફ વળે છે. આ શિવલિંગ વિશે કહેવાય છે કે તેની પૂજા કરવાથી સર્પ દોષ, પિતૃદોષ, ગૃહકલેશ વગેરે તમામ પરેશાનીઓમાંથી તાત્કાલિક મુક્તિ મળે છે.

આ વીડિયો પણ ખાસ જુઓ...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news