સાઇબર હુમલા રોકવા માટે સરકારની ખાસ તૈયારી, મહારાષ્ટ્રમાં તૈયાર થયો આ ફુલપ્રૂફ પ્લાન

સાઇબર ક્રાઈમ (Cyber Crime) કે સાયબર ટેરરિઝમ (Cyber Terrorism) ના વધતા જતા ખતરાને જોતા હવે મહારાષ્ટ્ર (Maharahstra) સમગ્ર દેશમાં પ્રથમ એવું રાજ્ય બનવા જઇ રહ્યું છે. 

સાઇબર હુમલા રોકવા માટે સરકારની ખાસ તૈયારી, મહારાષ્ટ્રમાં તૈયાર થયો આ ફુલપ્રૂફ પ્લાન

મુંબઈઃ જે અલગ અલગ સાઇબર સેલ માટે એક આખી નોડલ એજન્સીનો પ્રોજેક્ટ લઇને આવી રહ્યું છે. સાઇબર સિક્યોરિટી નામના પ્રોજેક્ટ માટે 1000 કરોડનું બજેટ રાખવામાં આવ્યું છે અને મુંબઈ નજીક મહાપેમાં લગભગ 1 લાખ ચોરસ ફૂટની બિલ્ડિંગ પણ લેવામાં આવી છે.

નિર્ણય લેવાનું કારણ
તમને જણાવી દઈએ કે 12 ઓક્ટોબર, 2020 ના રોજ, જ્યારે મુંબઈ અને તેની આસપાસ અચાનક વિજળી ગૂલ થઈ ગઇ હતી. તેનું કારણ એક સાયબર એટેક જ હતો. જેની ખબર કેટલાય મહિનાઓની તપાસ બાદ પડી. તપાસમાં જાણવા મળ્યું કે મહાટ્રાન્સકોના સર્વર પર 13 ટ્રોજન હૈરસેસ હતા. આ એક પ્રકારનો સાયબર હુમલો હતો. મહારાષ્ટ્ર સરકાર માટે આ મોટો આંચકો હતો.

3 ટ્રિલિયન ઇકોનોમીમાં ક્યાં છે ભારત?
મહારાષ્ટ્ર સરકારના ગૃહમંત્રી દિલીપ વલસે પાટીલે આવા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આજે સમગ્ર વિશ્વમાં સાઇબર ક્રાઈમ 3 ટ્રિલિયનનું અર્થતંત્ર છે. ટ્રેન સિગ્નલિંગ સિસ્ટમ હેક કરીને બે ટ્રેનો અથડાઈ શકે છે. તો બીજી તરફ વોટ પ્યૂરીફિકેશન પ્લાન્ટના પાણીમાં ઝેર પણ ભેળવી શકે છે. આને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકાર દેશમાં પ્રથમ વખત સાઇબર સુરક્ષા પ્રોજેક્ટ લાવી છે.

આ લગભગ 1000 કરોડનો પ્રોજેક્ટ છે જે મુંબઈને અડીને આવેલા મહાપે વિસ્તારમાં 1 લાખ ચોરસ ફૂટની બિલ્ડિંગમાં શરૂ થવા જઈ રહ્યો છે.

શું છે સાઇબર સિક્યોરિટી પ્રોજેક્ટ?
પરંતુ આખરે આ સાયબર સિક્યુરિટી પ્રોજેક્ટ શું છે અને તે કેવી રીતે કામ કરશે. તેના ત્રણ સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.

1. CERT મહારાષ્ટ્ર એટલે કે ક્રિટિકલ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ - તેની પાસે વિશ્વના શ્રેષ્ઠ સાધનો, સોફ્ટવેર અને નિષ્ણાતોની ટીમ રહેશે, જે પોલીસ અધિકારીઓ સાથે મળીને કામ કરશે. જો મહારાષ્ટ્રમાં રેન્સમવેર, હેકિંગ, પોર્નોગ્રાફી જેવા સાઇબર ક્રાઈમ ક્યાંય બને તો તરત જ આ ટીમ સક્રિય થઈને મહારાષ્ટ્રને આવા સાઇબર ક્રાઈમથી બચાવશે.

2. TAI એટલે કે ટેક્નોલોજી આસિસ્ટેડ ઇન્વેસ્ટિગેશન - જો કોઈ સામાન્ય ગુનો બનતો હોય પરંતુ તેમાં કેટલીક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, જેમ કે સેલ ફોન, ટાવર લોકેશન, લેપટોપનો ઉપયોગ, આ કેસોમાં સાયબર સિક્યુરિટી પ્રોજેક્ટની ટીમ બેસ્ટ ટૂલ્સ અને સોફ્ટવેરનો ઉપયોગ કરશે. સોફ્ટવેરનો ઉપયોગ કરીને ઇન્વેસ્ટિગેશન કરશે.

3. COE એટલે કે સેન્ટર ઓફ એક્સેલન્સ - તેમાં ખાનગી ક્ષેત્ર, ન્યાયતંત્ર, કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સંકળાયેલા લોકોને સાયબર સુરક્ષા વિશે વિશ્વસ્તરીય તાલીમ આપવામાં આવશે.

મહારાષ્ટ્ર સેલના IG યશસ્વી યાદવે જણાવ્યું હતું કે, આ એજન્સી એક નોડલ એજન્સી હશે જે માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ મહારાષ્ટ્રના અન્ય તમામ સ્થળોએ સાઇબર ક્રાઈમમાં તમામ એજન્સીઓ સાથે કામ કરશે. હાલમાં ઘણી મહત્વની બાબતોની તપાસ માટે થર્ડ પાર્ટી ઓડિટ કરાવવાનું હોય છે, પરંતુ તે પછી બધું એક જગ્યાએ બેસીને કરવામાં આવશે.

એક્શન મોડમાં થશે કામ
હવે ભવિષ્યમાં જો કોઈ સાઇબર એટેક કે સાઇબર ક્રાઈમમાં કોઈ મેઈલ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ થશે તો આ નોડલ એજન્સીની મદદથી તેનું આઈપી એડ્રેસ પણ તરત જ મળી જશે. એટલું જ નહીં, તાજેતરમાં જ સ્પાય સોફ્ટવેર પેગાસસના ઉપયોગને લઈને ઘણો વિવાદ થયો હતો. આ પ્રોજેક્ટ દ્વારા આવા જાસૂસી સોફ્ટવેરને ખૂબ જ ઓછા સમયમાં શોધી શકાય છે. આ સાથે આ પ્રોજેક્ટ હેઠળ એથિકલ હેકિંગને પ્રોત્સાહન આપવા માટે હેકાથોનનું પણ આયોજન કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news