Maharashtra: બુલઢાણામાં વહેલી પરોઢે બે બસોની ભીષણ ટક્કરમાં અનેક લોકોના મોત

એવું કહેવાય છે કે અકસ્માત જિલ્લાના મલકાપુર શહેરની નજીક નેશનલ હાઈવે 6 પર થયો છે. મલકાપુર પોલીસ મથકના ઈન્ચાર્જ અશોક ત્રિપાઠીના જણાવ્યાં મુજબ એક બસ અમરનાથના તીર્થયાત્રીઓને લઈને હિંગોલી જઈ રહી હતી જ્યારે બીજી બસ નાગપુરથી નાસિક જઈ રહી હતી. વહેલી સવારે 3 વાગે બંને બસ અકસ્માતનો ભોગ  બની. 

Maharashtra: બુલઢાણામાં વહેલી પરોઢે બે બસોની ભીષણ ટક્કરમાં અનેક લોકોના મોત

મહારાષ્ટ્રના બુલઢાણામાં શનિવારે ભીષણ અકસ્માત થયો. બે લક્ઝરી બસોની અથડામણ બાદ 6 લોકોના મોત થયા છે જ્યારે 21 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી 5 લોકોની સ્થિતિ ગંભીર છે. 

એવું કહેવાય છે કે અકસ્માત જિલ્લાના મલકાપુર શહેરની નજીક નેશનલ હાઈવે 6 પર થયો છે. મલકાપુર પોલીસ મથકના ઈન્ચાર્જ અશોક ત્રિપાઠીના જણાવ્યાં મુજબ એક બસ અમરનાથના તીર્થયાત્રીઓને લઈને હિંગોલી જઈ રહી હતી જ્યારે બીજી બસ નાગપુરથી નાસિક જઈ રહી હતી. વહેલી સવારે 3 વાગે બંને બસ અકસ્માતનો ભોગ  બની. 

— ANI (@ANI) July 29, 2023

મૃત્યુઆંક વધી શકે છે
અકસ્માત બાદ ઘટનાસ્થળે અફાતફરી મચી ગઈ. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા. 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. ઘટના બાદ ઘણીવાર સુધી રસ્તો બંધ રહ્યો. અકસ્માતની ગંભીરતા જોતા અનુમાન થઈ રહ્યું છે કે મોતનો આંકડો વધી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news