સચિન પાયલટ જૂથના ધારાસભ્યોની અયોગ્યતાના મામલે HC ના નિર્ણય વિરૂદ્ધ SC માં અરજી

રાજસ્થાન વિધાનસભા કોંગ્રેસના મુખ્ય સચેતક મહેશ જોશીએ 24 જુલાઇના રોજ સચિન પાયલટ અને અન્ય ધારાસભ્યોની વિરૂદ્ધ અયોગ્યતાની કાર્યવાહીને સ્થગિત કરીને રાજસ્થાન હાઇકોર્ટના નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

Updated By: Jul 31, 2020, 08:05 PM IST
સચિન પાયલટ જૂથના ધારાસભ્યોની અયોગ્યતાના મામલે HC ના નિર્ણય વિરૂદ્ધ SC માં અરજી

નવી દિલ્હી: રાજસ્થાન વિધાનસભા કોંગ્રેસના મુખ્ય સચેતક મહેશ જોશીએ 24 જુલાઇના રોજ સચિન પાયલટ અને અન્ય ધારાસભ્યોની વિરૂદ્ધ અયોગ્યતાની કાર્યવાહીને સ્થગિત કરીને રાજસ્થાન હાઇકોર્ટના નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે હાઇકોર્ટના આદેશ સ્પીકરના અધિકાર પર હસ્તક્ષેપ હતો. 

તમને જણાવી દઇએ કે આ પહેલાં રાજસ્થાનમાં સચિન પાયલટ જૂના ધારાસભ્યોની અયોગ્યતાને સ્પીકર સીપી જોશી પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ચૂક્યા છે. 

તેમણે રાજસ્થાન હાઇકોર્ટના 24 જુલાઇના આદેશને પડકાર ફેંક્યો છે. આ આદેશમાં હાઇકોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. જેના લીધે સ્પીકર પોતાની પાસે પેન્ડિંગ સચિન પાયલટ ગ્રુપના ધારાસભ્યો વિરૂદ્ધ અયોગ્યતાની કાર્યવાહી પર હાલ નિર્ણય લઇ ન શકે. 

સ્પીકરે પોતાની અરજીમાં સુપ્રીમ કોર્ટના 1992ના કિહિટો હોલોહોન કેસમાં આપેલા સંવિધાન પીઠના નિર્ણયનો હવાલો આપ્યો છે. આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સ્પીકરના સામે અયોગ્યતાની કાર્યવાહી પેંડિંગ રહેતા કોર્ટ દખલ ન કરી શકે. પરંતુ હાઇકોર્ટે આ કેસમાં લક્ષ્ણ રેખાનું ઉલ્લંઘન કર્યું.  

સ્પીકર સીપી જોશીએ પોતાની અરજીમાં કહ્યું કે સ્પીકરની શક્તિ પર સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક બેંચે એક જૂના ચૂકાદાને પેન્ડીંગ રાખ્યો છે. તે નિર્ણય એ છે કે જ્યાં સુધી સ્પીકર કોઇ ધારાસભ્યને અયોગ્ય ગણાવવાની પ્રક્રિયા પુરી કરી લેતા નથી. તે પહેલાં કોઇ કોર્ટમાં સ્પીકરની આ કાર્યવાહીને પડકારી શકાય નહી.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube