મુંબઈમાં મધદરિયે થઈ મોટી હોનારત

હાલમાં આ સમગ્ર ઘટનાક્રમના કારણોની તપાસ ચાલી રહી છે

મુંબઈમાં મધદરિયે થઈ મોટી હોનારત

મુંબઈ : મુંબઈના માહિમ ખાતે બાંદરા-વરલી સી લિંક પાસે સમુદ્રમાં તરતી એક રેસ્ટોરાં ડુબી ગઈ છે. એક મોટી શિપને તરતી રેસ્ટોમાં તબદિલ કરવામાં આવી હતી. જોકે આ ભયંકર હોનારતમાં રેસ્ટોરાંમાં સવાર 15 લોકોને બચાવી લેવામાં આ્વ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના જવાબદાર વ્યક્તિએ માહિતી આપી છે કે આ ઘટનાની જાણકારી ફાયરબ્રિગેડને સાંજે 6:20 કલાકે મળી હતી. આ પછી બાંદરા પોલીસ તેમજ તટીય પોલીસને આ વાતની જાણકારી આપી દેવામાં આવી છે. 

બાંદરા પોલીસે માહિતી આપી છે કે આ હોનારતમાંથી 15 લોકોને ઉગારી લેવામાં આવ્યા છે. આ નૌકા એઆઇટી નામની કંપની માલિકીની છે અને એમાંથી આર્ક ડેક બાર (ARK Deck Bar) નામની એક રેસ્ટોરાં બનાવવામાં આવી છે. આર્ક ડેક બાર સમુદ્રના કિનારાથી લગભગ દોઢ કિલોમીટર અંદર હતી. અહીં આવવા માટે લોકોએ રિઝર્વેશન કરાવવું પડતું હતું જેના પછી બાંદરા-વરલી સી લિંકથી એક સ્પીડ બોટ ગ્રાહકોને રેસ્ટોરાં સુધી લઈ જતી હતી. 

પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. કેટલીક સમાજસેવી સંસ્થાઓએ સમુદ્રમાં પ્રદૂષણ વધશે એવી દલીલ સાથે શરૂઆતમાં આ રેસ્ટોરાંનો ભારે વિરોધ કર્યો હતો.

— ANI (@ANI) 25 May 2018

મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિક્રમકુમારે કહ્યું છે કે આ જહાજ એક તરફ નમી ગયું હતું. આ જહાજને 'ભાઉ ચા ધક્કા' ખાતે લઈ જવામાં આવતું હતું ત્યારે એક ખડક સાથે અથડાવાથી એમાં કાણું થઈ ગયું હતું અને પાણી ભરાવા લાગ્યું હતું. 

આ જહાજમાં પાણી ભરાવાને કારણે એ એક તરફ નમી ગયું હતું. હોનારત વખતે એમાં 15 લોકો સવાર હતા અને તેમણે અન્ય નૌકાની મદદ માગી હતી. આ તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને દુર્ઘટનાના યોગ્ય કારણની તપાસ કરવા માટે કેપ્ટનની પૂછપરછ ચાલી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news