અમેરિકામાં 70 હજાર ભારતીયોની નોકરી પર લટકી તલવાર !
ટ્ર્મ્પ સરકાર અમેરિકામાં નોકરી કરી રહેલા ભારતીયોને ફરી વાર ઝટકો આપી દેવાની તૈયારી કરી રહી છે
Trending Photos
વોશિંગ્ટન : ટ્ર્મ્પ સરકાર અમેરિકામાં નોકરી કરી રહેલા ભારતીયોને ફરી વાર ઝટકો આપી દેવાની તૈયારી કરી રહી છે. ટ્રમ્પ પ્રશાસને અમેરિકાની એક કોર્ટને માહિતી આપી છે કે એચ-4 વીઝાધારકોને કેટલીક કેટગરીમાં આપવામાં આવેલી વર્ક પરમિટ રદ કરવાની પ્રક્રિ્યાના અંતિમ તબક્કામાં છે. એચ-1 બી વીઝાધારકોના પતિ કે પત્નીને કામ કરવાની મંજૂરી આપવા માટે એચ-4 વીઝા આપવામાં આવે છે. એચ-4 વીઝાધારકોમાં ભારતીય પ્રોફેશનલની સંખ્યા ઘણી વધારે છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના કા્ર્યકાળ દરમિયાન એચ-1 બી વીઝાધારકોના જીવનસાથીને કાયદાકીય રીતે કામ કરવાની પરવાનગી આપી હતી પણ હવે ટ્રમ્પ પ્રશાસન આ નિયમનો અંત લાવવાની તૈયારીમાં છે. ટ્રમ્પ સરકારના આ પગલાથી 70,000થી વધારે એચ-4 વીઝાધારક પ્રભાવિત થશે.
અમેરિકાના આંતરિક સુરક્ષા વિભાગે સંઘીય અદાલતને માહિતી આપી છે કે પ્રસ્તાવિત નિયમ મંજૂરીના અંતિમ તબક્કામાં છે. ટ્રમ્પ પ્રશાસને માહિતી આપી છે આ વર્ક પરમીટ રદ કરવાની સૂચના જૂનમાં જાહેર થાય એવી સંભાવના છે. 2015માં ઓબામા પ્રશાસને એક કાર્યકારી આદેશમાં એચ-1 બી વીઝાધારકોના જીવનસાથીને કાયદાકીય રીતે કામ કરવાની પરવાનગી આપી હતી.
રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં એચ-4 વીઝા પર કામ કરી રહેલી વ્યક્તિઓમાં 93 ટકા ભારતીયો છે. ગયા અઠવાડિયે ભારતીય મૂળના અમેરિકન સાંસદ પ્રમિલા જયપાલના નેતૃત્વમાં રિપબ્લિક અને ડેમોક્રેટિક પાર્ટીના 130 સાંસદોએ ટ્રમ્પ પ્રશાસનને આ મામલે યોગ્ય નિર્ણય લેવાનો અનુરોધ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે