રાજસ્થાનમાં મૃત્યુ પામેલ અફરાઝુલનાં પરિવારને 3 લાખ રૂપિયા અને નોકરી આપશે મમતા સરકાર

અફરાજુલ રાજ્યનાં રહેનારા એક શ્રમિક હતો જેની રાજસ્થાનમાં નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે

રાજસ્થાનમાં મૃત્યુ પામેલ અફરાઝુલનાં પરિવારને 3 લાખ રૂપિયા અને નોકરી આપશે મમતા સરકાર

કોલકાતા : પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે કહ્યું કે, તેમની સરકાર અફરાજુલનાં પરિવારને ત્રણ લાખ રૂપિયા અને એક સભ્યને નોકરી આપશે. અફરાજુલ રાજ્યનાં રહેનારા એક શ્રમિક હતો જેની રાજસ્થાનમાં નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. મમતાએ એક નિવેદનમાં કહ્યું કે, શોકસંતપપ્ત પરિવારને અમારી સરકારે શરૂઆતી સહાય સ્વરૂપે ત્રણ લાખ રૂપિયા ઉપરાંત પીડિત પરિવારનાં કોઇ યોગ્ય વ્યક્તિને નોકરી આપવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, મજુરનો પરિવાર સંપુર્ણ રીતે નિરાશ્રિત છે. સરકાર દ્વારા અન્ય સહાયતા પણ આપવામાં આવશે. 

મંત્રિઓ અને સાંસદોનું દળ જશે અફરાજુલનાં ઘરે
મમતાએ કહ્યું કે, હું મંત્રીઓ અને સાંસદોને અમારા દળનાં પરિવારને મળવા માટે મોકલી રહી છું. રાજ્ય સરકારનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, રાજ્યનાં શહેરી વિકાસ અને નગર નિગમ કાર્યમંત્રી ફિરહાજ હકીમ અને પરિવહન મંત્રી સુવેંદુ અધિકારી કાલે માલદા જિલ્લામાં અફરાજુલનાં ઘરે જશે. મંત્રીઓની સાથે તૃણમુલ કોંગ્રેસનાં સાંસદ સૌગત રાય, સુદીપ બંદોપાદ્યાય અને કાકોલી ઘોષ દસ્તીબાર તથા માલદામાં પાર્ટીનાં વરિષ્ઠ નેતા કૃષ્ણેન્દ્ર નારાયણ ચૌધરી હશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનનાં રાજસમંદ જિલ્લામાં એક વ્યક્તિએ અફરાજુલ પર કુહાડી વડે હૂમલો કર્યો હતો અને તેને જીવતો સળગાવી દીધો હતો. આ સમગ્ર ઘટનાનું શુટ કરીને સોશિયલ મીડિયા પર નાખવામાં આવ્યું હતું. આ વ્યક્તિ લવ જેહાદની વિરુદ્ધ હતો. 
 

મુખ્યમંત્રીએ કાલે આ હત્યાની નિંદા કરતા તેને અમાનવીય ગણાવી હતી. વીડિયોમાં આરોપી શંભુલાલ રૈગરને જોઇ શકાય છે. લવ જેહાદની વિરુદ્ધ બોલી રહ્યો છે. અફરાજુલનાં પરિવારનાં સભ્યોએ જણાવ્યું કે, તેઓ પરિવારમાં એક માત્ર કમાનારો વ્યક્તિ હતો. તેમણે કાલે રેગલની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવા માટેની માંગ કરી હતી. પોલીસ હાલ આરોપીની ધરપકડ કરી લીધી છે અને તપાસ કરવામાં આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news