બંગાળમાં ચૂંટણી પહેલા Mamata Banerjee નો મોટો દાવ, ફ્રી કોરોના રસી આપવાની કરી જાહેરાત 

પશ્ચિમ બંગાળમાં આ વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી અગાઉ કોરોના રસી વિશે રાજકારણ શરૂ થઈ ગયું છે અને મુખ્યમંત્રી મમતા બેનરજીએ મોટી ચાલ ચલી છે. મમતા બેનરજીએ રાજ્યમાં દરેકને કોરોના વાયરસની રસી વિનામૂપ્યે આપવાની જાહેરાત કરી છે. 

બંગાળમાં ચૂંટણી પહેલા Mamata Banerjee નો મોટો દાવ, ફ્રી કોરોના રસી આપવાની કરી જાહેરાત 

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં આ વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી અગાઉ કોરોના રસી વિશે રાજકારણ શરૂ થઈ ગયું છે અને મુખ્યમંત્રી મમતા બેનરજીએ મોટી ચાલ ચલી છે. મમતા બેનરજીએ રાજ્યમાં દરેકને કોરોના વાયરસની રસી વિનામૂપ્યે આપવાની જાહેરાત કરી છે. 

ડોક્ટરોને પણ અપાશે વિનામૂલ્યે કોરોના રસી
મમતા બેનરજી કહ્યું, મને એ જાહેરાત થતા ખુશી થઈ રહી છે કે આપણી સરકાર રાજ્યના તમામ લોકો માટે વિનામૂલ્યે કોરોના રસીની સુવિધા આપવાની વ્યવસ્થા કરી રહી છે. આ સાથે જ બંગાળ સરકારે જાહેરાત કરી કે પહેલા તબક્કામાં રાજ્યમાં પ્રેક્ટિસ કરનારા ડોક્ટરોને વિનામૂલ્યે કોરોના રસીપણ આપવામાં આવશે. 

— ANI (@ANI) January 10, 2021

ભાજપે લગાવ્યો ભ્રમિત કરવાનો આરોપ
તૃણમૂલ કોંગ્રેસની જાહેરાત બાદ ભાજપે લોકોને દિગ્ભ્રમિત કરવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું  કે મમતા બેનરજી કેન્દ્ર સરકારના કામની ક્રેડિટ લેવાની કોશિશ કરી રહ્યા છે. 

ભાજપે બિહારમાં આપ્યું હતું ફ્રી રસીનું વચન
અત્રે જણાવવાનું કે આ અગાઉ ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન પોતાના ઘોષણાપત્રમાં વિનામૂલ્યે કોરોના રસી આપવાનું વચન આપ્યું હતું. જેના પર વિપક્ષી પાર્ટીઓએ સવાલ ઉઠાવ્યો હતો અને ચૂંટણી આચાર સંહિતાનો ભંગ ગણાવ્યો હતો. જો કે ચૂંટણી પંચે તેને આચાર સંહિતાનો ભંગ માનવાની ના પાડી હતી. 

16 જાન્યુઆરીથી ચાલુ થશે રસીકરણ 
કેન્દ્ર સરકારે દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરૂ કરવાની જાહેરાત કરી છે. પહેલા તબક્કામાં લગભગ 3 કરોડ હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવામાં આવશે. ત્યારબાદ 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને તેનાથી ઓછી ઉંમરના લોકોને રસી આપવામાં આવશે. જે પહેલેથી જ કોઈ ગંભીર બીમારીથી પીડિત છે તેવા લોકોની સંખ્યા લગભગ 27 કરોડ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news