બે અજાયબ જિરાફ: બડે મિયાં તો બડે મિયા છોટે મિયાં સુભાનલ્લાહ!

જિરાફ સામાન્યતઃ તેની અત્યંત લાંબી ડોકને કારણે બીજા બધાં પ્રાણીઓથી અલગ તરી આવે છે. પણ દુનિયામાં બે એવા જિરાફ પણ છે. જેને જોવા લોકો દૂર દૂરથી આવે છે!
 

બે અજાયબ જિરાફ: બડે મિયાં તો બડે મિયા છોટે મિયાં સુભાનલ્લાહ!

ઝી બ્યૂરો, અમદાવાદઃ  દુનિયામાં અનેક પ્રાણીઓ તમને ધાર્યા કરતાં અલગ જોવા મળતાં હોય છે. આ પ્રાણીઓ વિશે તમે જે સાંભળ્યું હોય તેમાં તો વૈવિધ્યતા જ જોવા મળે. તમે ક્યારેય કાળા કે સફેદ સિંહની કલ્પના કરી શકો ખરા? શું તમે ક્યારેય ઠિંગુજી અને દુબળા પતલા હાથીની કલ્પના કરી શકો ખરા? નહીં ને, તો તમે નીચી હાઈટ અને નાની ડોકવાળા જિરાફની તો કલ્પના કેવી રીતે કરી શકો? અમને સફેદ કે કાળા સિંહ કે દુબળા પતળા હાથીની તો નથી ખબર પણ અમે તમને ઠીંગુજી જિરાફ ચોક્કસથી બતાવી શકીએ છીએ.

ઠીંગુજી જિરાફ! આવું ક્યારેય સાંભળ્યું છે?
જિરાફની લંબાઈ વિષે તમે શું જાણો છો? સામાન્યતઃ એવું માનવામાં આવે છે જિરાફની લંબાઈ 16થી 18 ફૂટ જેટલી હોય છે. જિરાફ તેની અત્યંત લાંબી ડોકને કારણે તેની સમકક્ષના તમામ પ્રાણી કરતાં અલગ તરી આવે છે. પણ તમને કોઈ કહે કે આ જ જિરાફની લંબાઈ ખાલી સાડા આઠ ફૂટ છે તો? આફ્રિકાના યુગાન્ડમાંથી બે એવા જિરાફ મળી આવ્યાં છે. જે તેની સામાન્યતઃ હોવી જોઈએ તેટલી લંબાઈના નથી. જિરાફની પ્રજાતિ માટે આ બંને જિરાફ ઠિંગુજીની કેટેગરીમાં આવે એવડાં જ છે. આમાંથી એક જે સૌથી ઓછી ઊંચાઇનું છે તે માત્ર સાડા આઠ ફૂટનું જ્યારે બીજુ જિરાફ 9.4 ફીટ ઊંચાઈ ધરાવે છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે આ બંને જિરાફ તેની પ્રજાતિમાં ખરેખર ઠીંગણાપણની બિમારીથી પિડાઇ છે. તેમને સ્કેલેટલ ડિસ્પ્લેસિયા નામની બિમારી છે.

જિરાફોનો 'અમિતાભ બચ્ચન' ઓસ્ટ્રેલિયામાં છે!
જિરાફોનો અમિતાભ બચ્ચન, એટલે જિરાફોમાં સૌથી લાંબો જિરાફ ઓસ્ટ્રેલિયાના ઝૂમાં છે. 12 વર્ષના આ જિરાફની ઊંચાઈ 18 ફૂટ 8 ઈંચ એટલે કે પોણા ઓગણીસ ફૂટ છે. વિચારો તો ખરી એક પ્રાણીની આટલી ઊંચાઇ! ફોરેસ્ટ નામનું આ જિરાફ ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં આવેલાં ઝૂમાં છે.

ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં સ્થાન
ફોરેસ્ટનું નામ વિશ્વના સૌથી ઊંચા જિરાફ તરીકે ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં છે. ફોરેસ્ટ હવે 14 વર્ષની ઉંમરનું છે. આ ઝૂને પેલો ફેમસ સ્ટીવ ઈરવિનનો પરિવાર ચલાવે છે. તમને ખબર જ હશે પ્રાણીઓને ખૂબ પ્રેમ કરતાં સ્ટીવ ઈરવિનનુ મૃત્યુ એક મગરના હુમલામાં થયું હતું. આ લંબુ જિરાફને જોવા માટે હજારો પ્રવાસીઓ આ ઝૂમાં ખાસ આવે છે. આમ તો આ ઝૂમાં વર્ષે 6થી 7 લાખ લોકો મુલાકાત લે છે. પણ ફોરેસ્ટ અત્યારે અહીં આકર્ષણનું કેન્દ્ર છે.

રંગો માટે વખણાતા મોરના પીંછા પર રંગ જ ન હોય તો?
મોર આમ તો તેના આંખોને મોહી લેતા રંગો માટે જ પ્રખ્યાત હોય છે. પ્રકૃતિના રંગોને કુદરતે જાણે કે આ પક્ષીના પિંછા પર ઉતાર્યા હોય તેમ મોર ગમે તેટલો દૂર હોય કે નજીક આકર્ષક લાગે છે. પણ આ જ મોરના પીંછા પર કોઈ રંગ જ ન હોય તો? જી હા આવા સફેદ મોર પણ આપણી વચ્ચે અસ્તિત્વ ધરાવે છે. સફેદ મોર પણ દેખાવે ખુબ ગમી જાય એવા હોય છે. પણ તેનું આ શ્વેતપણું જિનેટિકલ ડિસઓર્ડરને આભારી છે. જો કે એટલું ખરું કે આ સફેદ મોરને કળા કરતો જોઈએ તો પણ આનંદ તો એવો જ આવે છે જેવો સામાન્ય મોરને જોતાં આવે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news