Mamata Banerjee એ PM મોદી માટે કરી વિવાદિત ટિપ્પણી, ગુજરાતનો પણ કર્યો ઉલ્લેખ

પશ્ચિમ બંગાળ (West Bengal) માં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસના નેતાઓના એલફેલ નિવેદનો શરૂ થઈ ગયા છે. આ બધા વચ્ચે આજે હુગલીના ડનલપમાં જનસભાને સંબોધન કરતી વખતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેરનજી (Mamata Banerjee) એ મર્યાદા ઓળંગી નાખી અને પીએમ મોદી (PM Modi) ને દાનવ, રાવણ અને ગુંડા સુદ્ધા કહી નાખ્યા.

Updated By: Feb 24, 2021, 04:01 PM IST
Mamata Banerjee એ PM મોદી માટે કરી વિવાદિત ટિપ્પણી, ગુજરાતનો પણ કર્યો ઉલ્લેખ

કોલકાતા: પશ્ચિમ બંગાળ (West Bengal) માં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસના નેતાઓના એલફેલ નિવેદનો શરૂ થઈ ગયા છે. આ બધા વચ્ચે આજે હુગલીના ડનલપમાં જનસભાને સંબોધન કરતી વખતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેરનજી (Mamata Banerjee) એ મર્યાદા ઓળંગી નાખી અને પીએમ મોદી (PM Modi) ને દાનવ, રાવણ અને ગુંડા સુદ્ધા કહી નાખ્યા. આ અગાઉ પીએમ મોદીએ પણ ડનલપ મેદાનમાં સભા કરી હતી. 

બંગાળ પર  ગુંડા રાજ નહીં કરે-મમતા બેનરજી
મમતા બેનરજી (Mamata Banerjee) એ જનસભા સંબોધિત કરતા કહ્યું કે 'હંમેશા તમે (ભાજપ) કહે છે કે તૃણમૂલ કોંગ્રેસ ટોળાબાજ, પરંતુ હું આજે કહું છું કે તમે (ભાજપ) દંગાબાજ અને ધંધાબાજ છો. બંગાળ પર બંગાળ શાસન કરશે, બંગાળ પર ગુજરાત શાસન નહીં કરે. અમને બંગાળ નહીં બાંગ્લા જોઈએ. મોદી બંગાળ પર રાજ નહીં કરે. બંગાળ પર ગુંડા અને બદમાશ રાજ નહીં કરે.'

મોદી-શાહને રાવણ અને દાનવ કહી નાખ્યા
જનસભાને સંબોધિત કરતા મમતા બેનરજી (Mamata Banerjee) મર્યાદા ભૂલી ગયા અને પીએમ મોદી તથા અમિત શાહને રાવણ તથા દાનવ કહી નાખ્યા. તેમણે કહ્યું કે 'ખુબ વધુ બોલી રહ્યા છો અને બે મહિના બાકી છે, જોઈએ પછીથી કોણ બોલે છે. નરેન્દ્ર મોદી ખોટું બોલી રહ્યા છે, બોલે છે કે બંગાળ લઈ લઈશું, પરંતુ બંગાળને લેવું એટલું સરળ નથી. આ ચૂંટણીમાં ખેલા હોબે...ખેલા તો હોબે...(ખેલ થશે) ભાજપ દેખો ખેલા હોબે...'

રૂજિરાની પૂછપરછ ઉપર પણ ભડક્યા મમતા બેનરજી
સીબીઆઈ દ્વારા અભિષેક બેનરજીની પત્ની રૂજિરા બેનરજીની સીબીઆઈ દ્વારા પૂછપરછ ઉપર પણ મમતા બેનરજીએ ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP) મહિલાઓનું સન્માન કરતી નથી. આ જ કારણ છે કે રૂજિરાને કોલસા મામલે ફસાવવામાં આવી રહી છે અને તેને નિશાન બનાવવામાં આવી રહી છે. 

મમતાએ મીડિયા ઉપર પણ નિશાન  સાધ્યું
મમતા બેનરજીએ મીડિયા ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે અમે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું કામ કર્યું છે. મોદીએ શું કર્યું? તેમણે મીડિયા માલિકોને ધમકી આપી છે, મીડિયા જે પણ કહે છે તેના પર વિશ્વાસ ન કરો. નકલી વીડિયો છે. પીએમ મોદી ખોટું બોલી રહ્યા છે કે નોકરી નથી. કોમરેડ, તમે દેશને વેચી દીધો છે. આપણે ગરીબીમાં નંબર વન રહ્યા છીએ. 

Narendra Modi Stadium: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં અનેક રેકોર્ડ બન્યા અને તૂટ્યા, ખાસ જાણો તેના વિશે

ધરપકડ કરવા પર પડકાર ફેંક્યો
મમતા બેનરજીએ કહ્યું કે 'અમે સીબીઆઈને ધમકી આપી રહ્યા છીએ પરંતુ ધરપકડ કરીને તો બતાવો. કેટલાક લોકોની ધરપકડ કરશો. 20 લાખ લોકોની ધરપકડ કરવી પડશે. તમને મને અહીં દબાવશો, હું દિલહીમાં ઝાડ બનીને ઉઠીશ. એક ઘાયલ વાઘણ ખતરનાક હોય છે. ખેલ ચાલુ છે.' મમતા બેનરજીએ કહ્યું કે 'જો તમે તેમને બંગાળમાં હરાવી શકો છો, તો જાણી લો કે તેઓ ભારતમાંથી ગાયબ થઈ જશે.'

ટ્રમ્પથી પણ ખરાબ થશે સ્થિતિ
મમતા બેનરજીએ કહ્યું કે 'નરેન્દ્ર મોદી અમેરિકામાં ટ્રમ્પના પ્રચાર માટે ગયા હતા. ટ્રમ્પને જીતાડી શક્યા નહીં. નરેન્દ્ર મોદીની સ્થિતિ ટ્રમ્પ કરતા પણ ખરાબ થશે. કોલસા ચોર અને તોળાબાજ બોલાઈ રહ્યું છે. પરંતુ દુર્ગાપુરમાં જે ફાઈવ સ્ટાર હોટલમાં મીટિંગ થાય છે તે કયા કોલસા માફિયાની હોટલ છે તે જણાવો.'

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube