Coronavirus: બિહારના કોરોન્ટાઇન સેન્ટરમાં યુવકનો ખોરાક 40 રોટલી, 10 પ્લેટ ભાત
બિહાર (Bihar)ના બક્સર (Buxar) જિલ્લાના એક કોરોન્ટાઇન (Quarantine) સેન્ટર ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. આ કોરોન્ટાઇન સેન્ટરમાં રહેતા એક યુવકની ભૂખએ બધાને આશ્વર્યમાં મુકી દીધા છે.
Trending Photos
બક્સર (બિહાર): બિહાર (Bihar)ના બક્સર (Buxar) જિલ્લાના એક કોરોન્ટાઇન (Quarantine) સેન્ટર ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. આ કોરોન્ટાઇન સેન્ટરમાં રહેતા એક યુવકની ભૂખએ બધાને આશ્વર્યમાં મુકી દીધા છે. આ યુવકનો ખોરાક છે 40 રોટલીઓ અને 10 પ્લેટ ભાત. બ્લોક અધિકારી પણ તેના ખોરાકને જોઇને આશ્વર્યચકિત અને પરેશાન છે.
દસ લોકોનો ખોરાક એકલા યુવકના કારણે મંઝવારીના રાજકીય બુનિયાદી મધ્ય વિદ્યાલયમાં બનેલા કોરોન્ટાઇન સેન્ટર પણ ચર્ચાનું કેન્દ્ર બનેલું છે. આ યુવક નાશ્તામાં 40 રોટલીઓ ખાય છે અને બપોરે ભોજનમાં 10 પ્લેટ ભાત.
ખરહા ટાંડ પંચાયતના રહેનાર 23 વર્ષીય યુવક અનુપ ઓઝા અત્યારે મંઝવારી ગામમાં બનેલા કોરોન્ટાઇન સેન્ટરનો મહેમાન છે. આ કોરોન્ટાઇન સેન્ટરમાં રહેનાર લોકોનું કહેવું છે કે કેટલાક દિવસ પહેલાં જ્યારે લિટ્ટી બની હતી, ત્યારે અનુપે 83 લિટ્ટી ખાઇને બધાને આશ્વર્ય ચકિત કરી દીધા હતા.
જ્યારે આ કોરોન્ટાઇન સેન્ટરમાં ખાદ્ય સામગ્રીની ખપત વધુ થવા લાગી, ત્યારે અધિકારીઓએ તેનું કારણ પૂછ્યું. ત્યારે જ્યારે ખાધુર યુવક અનુપ વિશે જણાવવામાં આવ્યું તો તેમને જરાપણ વિશ્વાસ ન થયો. બ્લોક અધિકારી એક દિવસ ઠીક ભોજનના સમયે કોરોન્ટાઇન સેન્ટર પહોંચ્યા. તેમણે જ્યારે પોતાની આંખોથી અનુપનો ખોરાક જોયો તો તે આશ્વર્ય પામ્યા.
સિમરીના બ્લોક અધિકારી પદાધિકારી (બીડીઓ) અજય કુમાર સિંહે આઇએએનએસએ જણાઅવ્યું કે અનુપ નાસ્તામાં 40 રોટલીઓ ખાય છે. રસોયા પણ અનુપ માટે રોટલી બનાવવાનું ના પાડી દીધું છે. આટલી રોટલી બનાવવામાં તેમને મુશ્કેલી થાય છે.
સેન્ટરના લોકોએ જણાવ્યું કે રસોયાએ અનુપ માટે દરરોજ 40 રોટલી બનાવવાની ના પાડી દીધી છે. અનુપ માટે હવે બંને સમય ભાત જ બનાવવામાં આવે છે. બીડીઓએ મેનેજમેન્ટને નિર્દેશ આપ્યા છે કે અનુપના ખોરાકમાં ઘટાડો કરવામાં આવે.
બીડીઓના જણાવ્યા અનુસાર અનુપ ઓઝાને લગભગ 10 દિવસ પહેલાં આ કોરોન્ટાઇન સેન્ટરમાં લાવવામાં આવ્યો હતો. તે રોજી-રોટીની શોધમાં રાજસ્થાન ગયો હતો. લોકડાઉન-4 લાગ્યા બાદ તેનું ધૈર્ય તૂટી ગયું અને તે ઘર વાપસી માટે બિહાર પરત ફર્યો. ઘરે જતાં પહેલાં તેને 14 દિવસ પહેલાં અહીં કોરોન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. ગુરૂવારે તેના કોરોન્ટાઇનનો સમય પુરો થઇ જશે. અનુપને ગુરૂવારે ઘરે મોકલી દેવામાં આવશે. ત્યારે તે કોરોન્ટાઇન સેન્ટરના મેનેજમેન્ટ અને રસોયા રાહતનો શ્વાસ લેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે