દિલ્હીમાં શ્રદ્ધા જેવો વધુ એક હત્યાકાંડ, લિવ ઈન પાર્ટનરને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી

Rekha Murder Case: એવું કહેવાય છે કે આરોપી આફતાબથી પ્રેરિત થયો હતો અને લિવ ઈન પાર્ટનરની હત્યા કરીને તેના મૃતદેહના ટુકડાં ટુકડાં કરી નાખવાની ફિરાકમાં હતો. હચમચાવી નાખે તેવા આ કિસ્સાની વધુ વિગતો માટે વાંચો અહેવાલ. 
 

દિલ્હીમાં શ્રદ્ધા જેવો વધુ એક હત્યાકાંડ, લિવ ઈન પાર્ટનરને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી

Rekha Murder Case: દિલ્હીમાં શ્રદ્ધા હત્યાકાંડ જેવો જ બીજો મામલો સામે આવ્યો છે. તિલકનગરમાં એક વ્યક્તિએ કથિત રીતે પોતાની લિવ ઈન પાર્ટનરને ખુબ જ નિર્દયતાથી મારી નાખી. આરોપીએ ધારદાર હથિયારથી મહિલાના ગળા અને જડબા પર ઘા કર્યા. એવું કહેવાય છે કે આરોપી શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબથી પ્રેરિત હતો. પહેલા તે મૃતદેહના ટુકડાં ટુકડાં કરવાની ફિરાકમાં હતો. પરંતુ પછી ઘટનાસ્થળેથી ભાગી ગયો. પોલીસે આરોપીની પંજાબથી ધરપકડ કરી છે. 

લિવ ઈન પાર્ટનરની ઘાતકી રીતે હત્યા
અત્રે જણાવવાનું કે મૃતક મહિલાનું નામ રેખા હતું અને આરોપીનું નામ મનપ્રીત સિંહ છે. આરોપ છે કે મનપ્રીત સિંહે લિવ ઈન પાર્ટનરને મારી નાખવા માટે તેણે રેખાની સગીર પુત્રીને ઊંઘની ગોળીઓ આપી હતી. નોંધનીય છે કે ગુરુવારે દિલ્હીના તિલક નગર વિસ્તારમાં મહિલાની લાશ ઘરમાંથી મળી આવી હતી ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. 

એક પોલીસ અધિકારીએ માહિતી આપી કે આરોપી મનપ્રીત સિંહ પશ્ચિમ વિહાર પૂર્વના સંગમ એપાર્ટમેન્ટમાં રહેતો હતો. મનપ્રીત સિંહ હત્યાની કોશિશ, ખંડણી માટે અપહરણ અને આર્મ્સ એક્ટ સહિત 6 કેસમાં સંડોવાયેલો છે. 

મૃતક મહિલાની પુત્રીને ખવડાવી ઊંઘની ગોળીઓ
સ્પેશિયલ પોલીસ કમિશનર (ક્રાઈમ) રવિન્દ્રસિંહ યાદવે કહ્યું કે ગણેશ નગરની રહિશ મૃતક મહિલા રેખાની પુત્રીએ 1 ડિસેમ્બરે પોલીસને જાણ કરી કે તે તેની માતા અને કાકા મનપ્રીત સાથે રહેતી હતી. એક ડિસેમ્બરની સવારે 6 વાગે જ્યારે તે ઉઠી તો મનપ્રીત સિંહે તેને ગોળીઓ આપી અને સૂઈ જવાનું કહ્યું. જ્યારે તેને શક ગયો તો તેણે મનપ્રીત સિંહને તેની માતા વિશે પૂછ્યું. તેણે જણાવ્યું કે માતા માર્કેટ ગઈ છે. 

આ રીતે થયો ઘટનાનો ખુલાસો
તેમણે વધુમાં કહ્યું કે ત્યારબાદ બાળકી પશ્ચિમ વિહારમાં તેના પિતરાઈ ભાઈના ઘરે જતી રહી અને ત્યાંથી પોલીસને ફોન કર્યો. તેણે પોલીસને જાણકારી આપી કે મનપ્રીત અને તેની માતા વચ્ચે થોડા સમયથી પૈસા અંગે વિવાદ થઈ રહ્યો હતો. તેને મનપ્રીત સિંહ પર શક છે કે તેણે તેની માતાને નુકસાન પહોંચાડ્યું છે. ત્યારબાદ પોલીસ પીડિતાના ઘરે પહોંચી અને દરવાજો તોડી નાખ્યો. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

પોલીસના જણાવ્યાં મુજબ રેખા ઘરમાં મૃત અવસ્થામાં મળી આવી. તેના ચહેરા અને ગળા પર અનેક ઘા હતા. તેના જમણા હાથની આંગળી કપાયેલી હતી. ત્યારબાદ ફરાર મનપ્રીત સિંહને પંજાબના પટિયાલા જિલ્લાના અલીપુરમાંથી પકડી લેવાયો. પૂછપરછમાં મનપ્રીતે ખુલાસો કર્યો કે તે વર્ષ 2015માં રેખાને મળ્યો હતો. ત્યારબાદ બંને તિલકનગરના ગણેશનગરમાં સાથે રહેવા લાગ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

Trending news